રાજયના એવિએશન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હરવા ફરવાના સ્થળ તરીકે અમદાવાદ શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં અમદાવાદના શહેરમાં અનેક હરવા ફરવાના સ્થળોની સાથે હવે એક નવું આકર્ષણ ઉમેરાવા જઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં રાજય સરકારના પ્રવાસન વિભાગ અને સિવીલ એવિએશન વિભાગ સાથે મળીને અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે.
આ અંગે જણાવતા રાજયના એવિએશન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી છે.