નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો કમીઁ નાઈટ પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન પાંચસીમ ગામે ખાડી ફળીયા પાસે આવતા બે અજાણ્યા ઇસમો પોલીસની સરકારી ગાડી જોઇ જગ્યા ઉપર સફેદ કલરની બોલેરો પીકપ ટેમ્પો મુકી નાસી ગયા હતાં.
પોલીસને શંકાસ્પદ જણાતા પીકઅપ ટેમ્પાની તપાસ કરતા બોલેરો પીકપ ટેમ્પા નંબર GJ-22-U-2877 જણાય આવેલ અને ટેંમ્પાના પાછળનાં તપાસ કરતા દોરડા બાંધેલ હોઈ અને પીકપ ટેમ્પામાં ૨ ગાયો અને ૧ વાછરડો મળી કુલ ગૌવંશ -૦૩ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા બોલેરો પીકપ ટેમ્પાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૭૫,૦૦૦/- મુદ્દામાલ કબ્જે કર્યો. ગેરકાયદેસર ખીચોખીચ ભરી ટુંકા દોરડા વડે હલનચલન ન થઇ શકે તે રીતે મુંગા પશુઓને બાંધેલ હોય સદર ભરેલ પશુઓ ગેરકાયદેસર કતલખાને લઇ જવાના ઇરાદે વહન કરતા જણાતા ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઈસમો ફરાર થઈ ગયા હતા.અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ હતી.
•દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન, નેત્રંગ