આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો.
‘આઝાદી ના અમૃત મહોત્સવ’ની થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’નો ભરૂચના ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે માનવીના જન્મ પૂર્વેથી લઈને મૃત્યુપર્યંત સુધીની અનેકવિધ યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલી બનાવીને પ્રજાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની જાણકારી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના માધ્યમથી સતત ગ્રામજનો સુધી પહોંચાડવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકે પ્રજાકીય જાગૃતિ કેળવીને સર્વાંગિણ વિકાસની યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી.
‘રથ યાત્રા’ જેવા કાર્યક્રમોના માધ્યમથી પ્રજાકલ્યાણના અનેક કાર્યો હાથ ધરીને, છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓની જાણકારી અને લાભો પહોંચાડવાનો ભગિરથ પ્રયાસ કરવામા આવતો હોય છે. ત્યારે ભરુચ જિલ્લામા પણ આ દરમિયાન અનેક વિકાસ યોજનાઓના લાભ એનાયત કરવા સાથે, નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે તેમ પણ નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું.
ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે રાખેલ છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત ભોલાવના ગ્રામજનો હાજર રહ્યા હતા.