ભરૂચ ભોલાવ જિલ્લાપંચાયત બેઠક મત વિસ્તારમાં ઉમરાજ ખાતે શેરપુરાથી ઉમરાજ સુધીના નવા ડામર રોડની મંજુરી મળતા નવા રોડ બાંધકામના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ ડામર રોડનું રિસર્ફેસીંગ રૂપિયા ૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે. જેથી શેરપુરા, ઉમરાજ, કાસદ,મહુધલા ગામોને સહુલીયત રહેશે.
આ કાર્યક્ર્મમાં બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે વીધીસર ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે ભોલાવ સરપંચ, બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ઉમરાજ પંચાયત સદસ્યો,ગ્રામપંચાયતના સદસ્યો ઉપસ્થીત રહ્યા હતા.