વઘઇ પોલીસે કોશમાળ મુખ્ય માર્ગ પરથી બાઈકની સીટમાં છુપાવીને દારૂ લાવતા શખ્સને કુલ ૩૦ હજાર ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો.
વઘઇ તાલુકા ના કોશમાળ થી કાલીબેલ તરફ પસાર થતા મુખ્ય માર્ગ પર વઘઇ પોલીસને મળેલી બાતમી ના આધારે ચેકીંગ આરંભ્યું હતુ તે દરમિયાન કોશમાળ ગામની બહાર જાહેર માર્ગ પર એક પેશન પ્રો.બાઇક નં.જીજે-૨૧-એએફ 2578 બાઇક ચાલક ને અટકાવી ચકાસણી કરતા સીટના નીચેના ભાગે તથા પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાના અને ચાલક ના શરીર પર ટેપ વડે વિટાળેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બાઇક માંથી બોટલ નંગ-૧૪૪ કિં.રૂ.૧૦ હજાર તથા બાઇક રૂ.૨૦ હજાર કુલ ૩૦ હજાર નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી હરીશ પટેલ રહે. ઉનાઇ વિરૂધ્ધ વઘઇ પોલીસ મથક ના પીએસઆઈ વસાવાએ દારૂબંધી ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
•શૈલેષ સોલંકી,ન્યુઝલાઇન, સાપુતારા