ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી.
ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહારના વીજ ટ્રાન્સફોર્મરમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના ના પગલે આસપાસથી પસાર થતા વાહન ચાલક સહિતનાના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટના જાણ ફાયર વિભાગને કરાતા લશક્રોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો આગને પગલે આસપાસની સોસાયટી અને ફ્લેટ્સનો વિજ પુરવઠો પણ ખોરવાયો હતો.નવાવર્ષના પ્રારંભે જ વિજ પુરવઠો ખોરવાતા રહિશોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
[breaking-news]
Date: