Covid-19ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલના તબીબ,નર્સીંગ સ્ટાફ તેમજ હાઉસકીપીંગ કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે પરિવારજનોથી દુર રહી અને ફરજ ઉપર હાજર રહ્યા હતા.
ભરૂચ સિવિલ હોસ્પીટલના તબીબ,નર્સીંગ સ્ટાફ તેમજ હાઉસકીપીંગ કર્મીઓ પોતે નોકરી પર હાજર રહીને જ તહેવારોની ઉજવણી કરી હતી. જેથી નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય. ભરૂચ જિલ્લાના બધા જ નાગરિકો પોતાના સ્વજનો સાથે હર્ષોલ્લાસથી તહેવારોની મજા માણી શકે તે માટે આ હોસ્પિટલના કર્મીઓ કે જેઓ મહામારી હોય કે તહેવાર, પોતાના ઘરેથી દૂર રહી નાગરિકો માટે ખડે પગે રહે છે.