ભરૂચમાં રહેતા સાત વર્ષના બાળક અનય સિંગે ખૂબ જ નાની ઉમરમાં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી પ્રવીણ સિંગ અને તેમના પત્ની ચારૂલતા સિંગ વ્યવસાય અર્થે ઘણા વર્ષોથી ભરૂચમાં સ્થાયો થયા છે. તેઓ ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ નર્મદા બંગ્લોઝ ખાતે રહે છે. પ્રવીણ સિંગ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમનો 7 વર્ષીય બાળક અનય સિંગ કમાલની યાદ શક્તિ ધરાવે છે.
અનયને બાળપણથી જ નાની નાની વસ્તુઓ જાણવાનો શોખ હતો આ શોખ અંગે તેના પિતા પ્રવીણ સિંગને જાણ થયા બાદ તેમણે તેમણે સામાન્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું. બાદમાં તેઓને ખબર પડી હતી કે અનય અન્ય બાળકો કરતા કઈક અલગ જ યાદશકિત ધરાવે છે. અનય સિંગ જનરલ નોલેજના સવાલોના જવાબ સેકંડોમાં જ આપે છે. અનય સિંગે પહેલો વર્લ્ડ રેકોર્ડ સાડા ત્રણ વર્ષની વયે નોધાવ્યો હતો જેમાં તે ૪૭ સેકંડમાં ભારત દેશના રાજ્યો અને તેના કેપિટલનાં નામ બોલી ગયો હતો.
અનય સિંગે માત્ર 7 વર્ષની વયે 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. જે અંગેની માહિતી આપવા ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. જેમાં માતા પિતાએ અનયની સિધ્ધિ વર્ણવી હતી. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગૂગલ બોય અનયનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તે ભવિષ્યમાં આ રીતે જ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.
[breaking-news]
Date: