ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે તાડીયા વિસ્તારમાં એક બોલેરો પીકઅપ તથા ફરાસખાનાના ગોડાઉનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો સંતાડાયેલ છે.
જેથી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમે બાતમી આધારે ભરૂચ શહેરમાં આવેલ તાડીયા વિસ્તારમાં છાપામારી કરતા બોલેરો પીક-અપ નં. MH-15- GV- 2355 માંથી તથા ફરાસખાના ગોડાઉનમાંથી વિદેશી દારૂ, સહીત કુલ મુદ્દામાલ કિં.રૂ. ૮.૬૯,૩૦૦/- સાથે પરેશભાઇ જયંતીભાઇ મીસ્ત્રી રહે.તાડીયા ભાથીજી મંદીર પાસે તા.જી.ભરૂચને ઝડપી પાડયો હતો.
ભરૂચ એલ.સી.બી.ની એક ટીમે વિદેશી દારૂ બોટલ નંગ-૩૫૭૬ કિં.રૂ. ૫,૬૫,૮૦૦/-,મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૩૫૦૦/-,એક બોલેરો પીક-અપ જેનો રજી નં.MH-15- GV- 2355 કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮,૬૯,૩૦૦/-લ નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપી પરેશ જયંતી મીસ્ત્રીની અટક કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ મથકે સોંપ્યો હતો.કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “બી” ડીવી. પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.