ભરૂચ એસ.ઓ.જી.ના સ્ટાફના પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માહીતી મળેલ કે “મયુર પતંગ સ્ટોરનો માલીક રાજેશ નટવરલાલ ચણાવાલા તેના રહેણાંક ઘરમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરીનુ વેચાણ કરે છે” જે આધારે એસ.ઓ.જી. પોલીસે રાજેશના ઘરમાં તપાસ હાથધરી હતી.
જ્યાં એસ.ઓ.જી પોલીસ ટીમને ઘરમાં રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકા નંગ-૩૮ મળી આવેલ જે દોરી ઉપર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખેલ હોવા છતા રાજેશ નટવરલાલ ચણાવાલા, ઉ.વ.૫૫, રહે. ગુ.હા.બોર્ડ, શિવશક્તિ એપાર્ટમેન્ટ, રૂમ નં-૧, બ્લોક નં-૧, શક્તિનાથ મહાદેવ મંદિરની બાજુમાં ઉત્તરાયણના તહેવાર માટે પતંગ ઉડાડવા માટે ગ્રાહકોને વેચાણ કરવા રાખેલ હોય જે ચાઇનીઝ દોરીનો જથ્થો કુલ ૩૮ ફિરકા દોરીની કી.રૂ. ૧૧,૪૦૦/- નો મુદ્દામાલ જ્પ્ત કરી રાજેશ ચણાવાલા વિરૂધ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.