ભરૂચ જિલ્લામાં તા.19/12/21 ને રવિવારના રોજ કુલ 483 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણી માં તમામ મતદારો 100% મતદાન કરે એવા પ્રયાસોને ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ ડી.સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મેહતા અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે તા.14/12/2021 ને મંગળવારના રોજ મુન્શી વિદ્યાધામ ,દહેજ બાય પાસ રોડ ભરૂચ માં શ્રેણીબદ્ધ કાર્યક્રમો જેવા કે રંગોળી,નાટકો અને વિદ્યાર્થી દ્વારા મતદાન જાગૃતિ લક્ષી પ્રવચન આપવામાં આવ્યા હતા.
પ્રોગ્રામની શરૂઆતમાં મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ થી સૌનું સ્વાગત કર્યું હતું.”સુરક્ષિત મતદાન શુદ્ધ લોકતંત્ર” કોઈ પણ મતદાર મતદાન માં રહી ન જાય એ વાક્યને ચરિતાર્થ કરવાના હેતુથી કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા ના શિક્ષણાધિકારી દ્વારા ભરૂચ જિલ્લાના તમામ મતદારો ને મતદાન કરવા માટે,”મતદાન કરવું એ આપણી સામાજિક જવાબદારી છે” જેથી કોઈ પણ મતદાર રહી ન જાય તે માટે અપીલ કરવામાં આવી.
કાર્યક્રમના અંતમાં DEO દ્વારા જણાવા યુંકે દરેક બાળક પોતાના ગ્રામ માં નિષ્પક્ષ અને 100% મતદાન કરાવે અને આવનાર વર્ષો માં સફળ નેતૃત્વ કરે એવી આશા રાખું છું .પ્રોગ્રામના અંતમાં સીરાજભાઇએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મુન્શી ટ્રસ્ટ ના ટ્રસ્ટી,કારોબારી સભ્યો ,સ્ટાફ અને 200 થી વધુ 18 વર્ષથી વધુની ઉંમરના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.