આજે ભરૂચમાં સેનાના હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની સાથે શહીદ થયેલા દેશ વીર સેના નાયકોને ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસેશન, ભરૂચ -અંકલેશ્વર ને અને જીલાના તમામ ટ્રાન્સપોર્ટ વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
શ્રદ્ધાંજલિ પાઠવતા તેમણે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસેશન, ભરૂચ -અંકલેશ્વર અને જીલ્લાના તમામ ટ્રાન્સપોર્ટરો એ જણાવ્યું કે દેશ માટે આપેલ બલિદાન ન ભુલી શકાય તેવું છે. તેમની અકાળે વિદાય આ દેશ માટે અપૂર્ણીય નુકસાન છે. આ દુ:ખની ઘડીમાં આખો દેશ શહીદ જવાનોના પરિવાર સાથે ઉભો છે.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં BTTWA થી ગુજરાતના પ્રભારી સંદીપ શર્મા અને રાષ્ટ્રીય જયભગવાન, જીલ્લા અધ્યક્ષ આલોક મિશ્રા, વિજેન્દ્ર, પાંડે, પ્રવકતા પ્રમોદ શર્મા,સતીષ સુરા,અશોક ચૌધરી,અશોક શર્મા અને અન્ય સાથી ઉપસ્થીત રહ્યા હતા.