The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ઝઘડિયા : મોટા વાસણા ગામે દીપડો પાંજરે પુરાયો તો વાલિયાના ડણસોલી ગામે ગૌચરમાં દિપડાનો ગાય પર હૂમલો

ઝઘડિયા : મોટા વાસણા ગામે દીપડો પાંજરે પુરાયો તો વાલિયાના ડણસોલી ગામે ગૌચરમાં દિપડાનો ગાય પર હૂમલો

0

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ પંથકમાં ખેડૂતો મોટા ભાગે શેરડીની ખેતી કરતા હોવાથી દીપડાને વસવાટ માટે સુરક્ષિત જગ્યા મળી રહેતી હોય છે. હવે શેરડી કટિંગની સિઝન શરૂ થતાં દીપડા માનવ વસાહત તરફ ખોરાકની શોધમાં આવી રહ્યા છે.ઝઘડિયાના મોટા વાસણા ગામે દીપડાની ચહલ પહલ વધતાં લોકોએ વન વિભાગને તેની જાણ કરી હતી. આખરે દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઝઘડિયા વનવિભાગે જણાવ્યા મુજબ દીપડાની અંદાજે 5 વર્ષની ઉંમર અને અંદાજે 40 કિલો વજન હોવાનું અનુમાન લગાવાય છે.જ્યારે બીજી ઘટનામાં વાલિયા તાલુકાના ડણસોલી ગામે સુનિલ સોમા વસાવા પોતાની ગાયો લઈ ગૌચરણમાં ચરાવવા ગયા હતા. તેવામાં દીપડાએ અચાનક હુમલો કરી એક ગાયને ફાડી ખાધી હતી દીપડાના હુમલાને પગલે પશુ પાલકે ગભરાઈને બુમરાણ મચાવતા લોકો દોડી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!