•ભરૂચ જિલ્લામાં સરપંચના 1176, સભ્યના 6987 ઉમેદવારોનું ભાવિ 7.91 લાખ મતદારોના હાથમાં
•જિલ્લાની 483 પૈકી 78 ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ, 421માં ચૂંટણી યોજાશે
•ફોર્મ ખેંચવાના અંતિમ દિવસસે સરપંચના 521 જ્યારે સભ્યના 861 સભ્યોએ ફોર્મ પરત ખેંચાતા પ્રચારનો દોર શરૂ
ભરૂચ જિલ્લાની 483 ગ્રામ પંચાયતો પૈકીની 62 ગ્રામ પંચાયતો સમરસ થતાં હવે 421 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. જેમાં પણ 16 ગ્રામ પંચાયતોમાં સરપંચના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં સરપંચ બિનહરીફ થયાં છે. જ્યારે 1228 સભ્યો બિનહરીફ થયાં છે. હવે 421 ગ્રામ પંચાયતોમાં 1176 સરપંચ તેમજ 6987 વોર્ડ સભ્યના ઉમેદવારો પર કુલ 7.91 લાખ મતદારો પસંદગીની મહોર લગાવશે. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લાની 483 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 20 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની હતી.
જોકે, સામાન્ય ચૂંટણીમાં 62 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જેમાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 13 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે વાગરા અને નેત્રંગ તાલુકામાં એક પણ ગામ સમરસ થયું નથી. બીજા તાલુકાઓના આંકડા જોઇએ તો વાગરામાં 11 ગ્રામ પંચાયતો, હાંસોટમાં 9, અંક્લેશ્વર અને જંબુસર તાલુકામાં 8-8 તેમજ ઝઘડિયા અને આમોદ તાલુકામાં 7-7 ગ્રામ પંચાયતો સમરસ બની છે.
જેના પગલે હવે 421 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. ગઇકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે સરપંચના 531 તેમજ સભ્યના 861 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં જિલ્લામાં 78 સરપંચ તેમજ 1228 સભ્યો બિનહરીફ થયાં છે. જ્યારે હવે આગામી 19મી ડિસેમ્બરે જિલ્લાના કુલ 7.91 મતદારો સરપંચના 1176 અને વોર્ડ સભ્યના 6987 ઉમેદવારો પૈકીના પોતાના માનિતા ઉમેદવારો પર પસંદગી ઉતારશે.
૬૨ ગ્રામ પંચાયત સમરસ થવાની વાત કરીયે તો ઝઘડિયા તાલુકમાં ઉચ્છદ, ધારોલી, ઓર-પટાર ગૃપ, જેશપોર ગૃપ ,વંઠેવાડ, મોટાવાસણા, નાનાવાસણા,અંક્લેશ્વર તાલુકામાં અમૃતપરા, ખરોડ, હરીપુરા, પારડીઇદ્રીસ, મોતવાણ, ભાદી, છાપરા, કરમાલી,હાંસોટ તાલુકામાં ધમરાડ, અલવા, જેતપોર, વઘવાણ, વાલનેર, દંત્રાઇ, આંકલવા, કુદાડરા, ડુંગરા,વાગરા તાલુકામાં ગંધાર, બદલપુરા, નાંદરખા, સુતરેલ, પખાજણ, મોસમ, વોરાસમની, અંભેલ, વિછીયાદ, સાચણ, સારણ અને ભરૂચ તાલુકામાં ભુવા, વડવા, મહેગામ, એકસાલ, અમલેશ્વર, કેસરોલ, નવેઠા, શેરપુરા, થામ, દહેગામ, મહુધલા, દેરોલ,આમોદ તાલુકામાં ફુરચણ, ઓચ્છણ, કરેણા, અડવાલા, સીમરથા, કોલવણા, ઈખર અને જંબુસર તાલુકાના આસનવડ, વડદલા, સામોજ, આસરસા, કપુરીયા, રૂનાડ, નહાર, થનાવાની પંચાયતો સમરસ થવા પામી છે.