ઓમિકૉનની દહેશત વચ્ચે રાજ્યમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 25 જેટલા નોંધાયા છે. ગતરોજ અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એટલે કે અમદાવાદમાં પણ એક દિવસમાં 8 કેસ વધ્યા છે. તો સુરતમાં સાત, ભાવનગરમાં 6 વડોદરામાં 6 કેસ જ્યારે વલસાડમાં પાંચ કેસ નોંધાયા છે. એકાએક રાજયમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. અને, રાજયમાં એક જ દિવસમાં 23 કેસ વધ્યા છે. જે કોરોનાની ત્રીજી લહેરની દસ્તક હોવાની શંકા સેવાઇ રહી છે.
ગુજરાતમાં બીજી ડિસેમ્બરે 50 કેસ નોંધાયા હતા.જ્યારે ઘણા સમય પછી રાજ્યમાં 61 નવા કેસ નોંધાયા છે.તો 39 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 26 જેટલા નોંધાયા છે.ગતરોજ અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એટલે કે અમદાવાદમાં પણ એક દિવસમાં 8 કેસ વધ્યા છે. તો સુરતમાં સાત, ભાવનગરમાં 6 વડોદરામાં 6 કેસ જ્યારે વલસાડમાં પાંચ કેસ નોંધાયા છે. જ્યારે આજે 39 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નથી.
રાજ્યમાં કોરોના રીકવરી રેટ 98.74 ટકા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 372 છે.. જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે.. જ્યારે 363 દર્દી સ્ટેબલ છે. વધારે કેસ વચ્ચે લોકો રસીકરણને લઇને જાગૃત બન્યા છે. છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 82 હજાર, 740 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.