The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized હવે કોઇપણ દર્દ વિના ઇચ્છા મૃત્યુ યુરોપમાં બન્યું શકય

હવે કોઇપણ દર્દ વિના ઇચ્છા મૃત્યુ યુરોપમાં બન્યું શકય

0
હવે કોઇપણ દર્દ વિના ઇચ્છા મૃત્યુ યુરોપમાં બન્યું શકય

•યુરોપમાં ઇચ્છા મૃત્યુ માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ

•કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

હવે કોઇ પણ દર્દ વિના ઇચ્છામૃત્યુ કરી શકાશે પરંતું તે માટે આપે કરવી પડશે યુરોપની ટુર. ઇચ્છામૃત્યુને લઈને દુનિયાભરમાં હંમેશા તમામ વાતો થતી રહે છે.આ દરમિયાન યૂરોપીય દેશ સ્વિટજરલેંડે ઇચ્છામૃત્યુ કરવામાં મદદ આપનારી મશીનને કાયદાકીય મંજુરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક મિનિટમાં ઇચ્છામૃત્યુની પ્રક્રિયા પુરી કરી દે છે. તેનાથી વ્યક્તિ કોઈપણ દર્દ વગર હંમેશા માટે મોતના ખોળામાં સૂઈ શકે છે. ત્યારબાદ આ મશીનને લઈને આખા વિશ્વમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ મશીન એક શબપેટીનો આકાર બનેલો હોય છે. ‘ધ ઈંડિપેંડેટની એક ઑનલાઈન રિપોર્ટ મુજબ આ મશીનના માધ્યમથી ઓક્સીજનનુ સ્તર ધીરે ધીરે ઓછા કરીને હાઈપોક્સિયા નએ હાઈપોકેનિયાના માધ્યમથી મોત થઈ જાય છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકંડમાં નાઈટ્રોજનની માત્રા અનેક ગણી વધી જાય છે જેને કારણે ઓક્સીજનનુ સતર 21 ટકાથી 1 થઈ જાય છે અને થોડી જ સેકંડમાં માણસનું મોત થઈ જાય છે.

જો કે રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી પણ શકતા નથી કે હલી પણ શકતા નથી. આ મશીનને યૂઝરે પોતાના પસંદગીના સ્થાન પર લઈ જવાનુ રહેશે. ત્યારબાદ મશીનની નષ્ટ થવા યોગ્ય કૈપ્સૂલ જુદી થઈ જાય છે. જેથી તેને શબપેટીની જેમ ઉપયોગમાં લઈ શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!