•રાજપારડી પોલીસે કુલ ૨૦૦ સુરક્ષા ગાર્ડ બાઇક ચાલકોને આપી લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો
•પી.એસ.આઇ.એ બાઇક ચાલકોને ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાગૃત કર્યા
ભરૂચ શહેર ખાતે થોડા દિવસો પેહલા પતંગના દોરાથી એક મહિલાનુ ગળુ કપાઇ જતા કરૂણ મોત નિપજ્યુ હતુ ત્યારબાદ ભરૂચ જીલ્લામાં અન્ય બે બાઇક ચાલકોને પતંગના દોરાથી ગંભીર ઇજાઓ પહોચવાના બનાવો બનતા પોલીસ સતર્ક બની હતી અને લોકોની સલામતી અને સુરક્ષા વધારવા તાકીદે બાઇક ચાલકોને એલ્યુમિનિયમ તાર વડે બનેલા સુરક્ષા ગાર્ડનુ વિતરણ કર્યુ હતું.
રાજપારડી પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. જયદિપસિંહ જાદવે બાઇક ચાલકોને ઉત્તરાયના તહેવાર દરમિયાન બાઇકો ધીમે હંકારવી,બને ત્યા સુધી નાના બાળકો આગળ બેસાડવા નહિ,પતંગનો દોરો જો બાઇક હંકારતી વખતે આગળ આવેતો બાઇક ઉભી રાખી દોરો તોડીનેજ આગળ વધવુ જોઇએ જેથી પાછળ આવતા અન્ય બાઇકો ચાલકોને કોઇ નુકશાન ના થાય.
તેમજ ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન પ્રતિબંધિત દોરા નહિ ખરીદવા,તેમજ કોરોના મહામારીને ધ્યાને રાખી તમામ લોકોએ માસ્ક,સામાજિક અંતર,સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પતંગના દોરાથી બચવા રાજપારડી પોલીસે સેફ્ટી ગાર્ડ આપતા બાઇક ચાલકોએ ખુશી વ્યકત કરી હતી અને પોલીસનો આભાર માન્યો હતો.
•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી