The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર : ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨નું ઉદ્યોગ મંત્રી જગદીશભાઈના હસ્તે કરાયો પ્રારંભ

વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વડાપ્રધાને શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળી છે તેમ સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ૧૨માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨નું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ધ્વારા સહયોગી સંસ્થાના સહયોગથી આયોજિત ૧૨મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ના ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલે ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનનું રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું. તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. આ તબક્કે માઈક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને એઆઈએ આનંદપુરા ટ્રોફી મંત્રી જગદીશભાઈ પંચાલ તથા નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આ વેળાએ એઆઈએ ઈન્ડસ્ટ્રીઝ ડીરેક્ટરી-૨૦૨૨ નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડી.એ.આનંદપુરા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રી જગદીશભાઈ પંચાલે અંકલેશ્વર ખાતે એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ના સુંદર આયોજનને બિરદાવી સાથ આપનાર તમામ સંસ્થાઓ-ઉધોગોને અભિનંદનના અધિકારી હોવાનું કહ્યું હતું.
મંત્રીએ ઉમેર્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી નવી ટેકનોલોજી નિર્માણ થવાને કારણે ઉધોગોનો ગ્રોથ વધ્યો છે, હરિફાઇના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉધોગોના વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે. દેશનો વિકાસ કરવો હોય તો ઉધોગ ક્ષેત્રેનો વિકાસ કરવો પણ જરૂરી બને છે ઉધોગોના વિકાસના માધ્યમથી જ તમે સારો વિકાસ સાધી શકશો.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાના અભિયાન વડે દેશ ઔધોગિક ક્ષેત્રે સફળતાના શિખર સર કર્યું હોવાનું જણાવી સકારાત્મક પરિણામોની વિસ્તૃત જાણકારી અનેક દાખલાઓ સાથે આપી હતી. તેમણે વોકલ ફોર લોકલના મંત્ર થકી કેન્દ્ર સરકાર અંત્યોદયની વિચારધારાને વેગવાન બનાવી હોવાનું પણ ઉમેર્યું હતું.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ના આયોજનને બિરદાવતા આજથી બે દિવસીય એકઝીબીશનમાં નવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લો ઔધોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહયો હોવાનું જણાવી આવનારા પાંચ વર્ષમાં ભરૂચ પંથકમાં પુરા થનારા પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી પણ તેમણે રજૂ કરી હતી.

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં એક્સ્પો-૨૦૨૨ ના આયોજનને બિરદાવી ઔદ્યોગિક વિકાસમાં આવા પ્રકારના ઈન્ડસ્ટ્રીયલ પ્રદર્શનો ખુબ જ સરાહનીય છે. આવા એકઝીબીશનના માધ્યમથી ટેકનોલોજીનું શ્રેષ્ઠ આદાન-પ્રદાન થાય છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે એઆઈએના પૂર્વ પ્રમુખ નાવડીયાએ એઆઈએ ધ્વારા કરેલી કામગીરીની ટૂંકી રૂપરેખા આપી હતી.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ ગાબાણીએ ઇન્ડસ્ટ્રીયલ સેમીનાર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અંતમાં આભારવિધિ એઆઇએના મહામંત્રીએ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, ચેરમેન અતુલભાઈ બુચ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના હોદેદારો, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોદ્દેદારો, એકસ્પો-૨૦૨૨ના હોદેદારો, નોટીફાઇડ તેમજ જીઆઇડીસીના અધિકારીગણ, ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!