• એક યુવકનું 6 હજાર કિમી વોકિંગ, બીજા યુવકનું 4 હજાર કિમી સાઈકલિંગ
ભારતીય સંસ્કૃતિના દર્શન કરવા કેરળ અને કન્યાકુમારીથી કાશ્મીર જવા નીકળેલા કેરાલાના સાયકલીસ્ટ અને દોડવીર યુવાન ભરૂચ આવી પહોંચતા બંનેવ યુવાનોનું ભરૂચ બાઈસીકલ ગ્રુપના સભ્યોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
કેરાલાથી કાશ્મીર સાયકલિંગમાં નીકળેલા શહાશિલ તથા કન્યાકુમારીથી કાશ્મીર રોશન વોકિંગ કરી ગુરુવારના રોજ સાંજે ભરૂચના કસક ગુરુદ્વારા ખાતે આવી પહોંચ્યા હતા.બંનેવ સાયકલીસ્ટ શુક્રવાર સવારે ફરી સાયકલ યાત્રા શરૂ કરે તે પૂર્વે ભરૂચ બાયસીકલ ગ્રુપના સભ્યોએ તેમનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેઓની આગળની યાત્રા સુખમય નીવડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સાથે જ દોઢસો વર્ષ જૂના ઐતિહાસિક ધરોહર ગોલ્ડન બ્રિજ પર સાયકલિંગ કરીને બંને સાયકલિસ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રોશન કુલ 6000 કિમી કન્યાકુમારીથી કાશ્મીર સુધી વોકિંગ કરીને આખા દેશની સંસ્કૃતિના દર્શન કરશે. તેમજ શહાસિલ 4000 કિમી સાયકલિંગ કરીને કેરલાથી કાશ્મીર સુધી ફરશે.આ બંને યુવાનો ભારતીય સંસ્કૃતિનો અનુભવ કરવાના હેતુ થી હજારો કિલોમીટરની યાત્રા પર નીકળ્યા છે.