દેશભરમાં બેંક કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી હડતાળની જાહેરાત કરી છે. ત્યારે ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા હતા. જેને લઈ સવારથી જિલ્લાની બેંકો બંધ રહી હતી. બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ છે તેવા બોડ પણ લગાવાયા હતા.
સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણનો ખરડો લાવવા જઇ રહી છે, તેના વિરોધમાં બેંક કર્મચારીઓની આજથી 2 દિવસીય દેશવ્યાપી હડતાળમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની 256 થી વધુ શાખાઓના 2800થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. જેને લઈ ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિત તાલુકાની રાષ્ટ્રીયકૃત બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ રહશે તેવા બોડ લગાવવામાં આવ્યાં હતા. બેંકના કર્મચારીઓ બેંકના ખાનગીકરણના મુદ્દે કામગીરીથી અલિપ્ત રહી બેંકોમાં હડતાળ પાળી હતી. બેંકની તમામ યુનિયાનો એક સાથે હડતાળ ઉપર ઉતરતા બેંકના ગ્રાહકોના બેંકના કામો અટવાયા હતા. બેંકના ગ્રાહકોને ધક્કો પડ્યો હતો.જોકે હડતાળના કારણે બે દિવસ બેંકોનું કામકાજ બંધ રહેવાથી ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાના ટ્રાંજેક્સન પણ અટવાશે.