આગામી ગ્રામપંચાયત વર્ષ ૨૦૨૧-૨૨ની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ. એમ.ભક્ત હાઇસ્કૂલ દ્વારા ૧૬મી ના રોજ SVEEP- મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીને નેત્રંગ તાલુકા મામલતદાર જી.આર.હરદાસાણી દ્વારા લીલીઝંડી બતાવી ગામમાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રેલીમાં નેત્રંગ તાલુકા પી.એસ.આઇ. એન.જી.પાંચાણી, શાળાના આચાર્ય પી.વી.ગોહેલ તેમનો શાળા પરિવાર તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. મતદાન અંગે જનજાગૃતિ કેળવવાના હેતુસર રેલીમાં નેત્રંગ ગામના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. રેલી દરમ્યાન વિધાર્થીઓએ “મારી તાકાત મારો મત્ત”, “લોકશાહી આપણાથી, વોટ કરો ગર્વ થી”, “જન – જન કી હે પુકાર વોટ ડાલો અબ કી બાર” જેવા સૂત્રોચ્ચાર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પોતાના મત અને મહત્વ સમજાવવા શાળાના કુલ 1055 વિધાર્થીઓ દ્વારા યથાર્થ પ્રયત્ન કર્યો હતો. શાળાના આચાર્ય પી વી ગોહેલના માર્ગદર્શન હેઠળ SVEEP- મતદાન જાગૃતિ રેલીનું સફળ સંચાલન કરવા માટે શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
•અતુલ પટેલ,ન્યુઝલાઇન,નેત્રંગ