સરકાર ની યોજના અંતર્ગત દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે છે. જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવેલ છે.
તા:10/12/2021 ના રોજ નહાર ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડો.સમીરભાઈ ડોડીયા તથા પાયલોટ નીલેશભાઈ ચારેલ ને નહાર ગામના વતની દીનેશભાઈ મકવાણાએ તાત્કાલિક સારવાર માટેનો કેસ નોંધાવ્યો હતો ત્યારે 1962 ના પશુ ચિકિત્સક ડો સમીરભાઈ ડોડીયા તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.
ભેંસને તપાસ કરતા ભેંસને ગર્ભમાં આંટી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ભેંસ અને તેના બચ્ચાને બચાવવા માટે ડો.સમીરભાઈ ડોડીયા તથા પાયલોટ નીલેશભાઈ ચારેલ એમ બંનેવે મળીને ત્રણ (3) કલાકની મહેનત બાદ આંટી ખોલી હતી અને જીવતા બચ્ચાને બહાર કાઢી માતા અને બચ્ચાનો જીવ બચાવ્યો હતો.હાલ માતા અને બચ્ચું સુરક્ષિત છે. પશુપાલકે પોતાની ભેંસ અને બચ્ચુ સલામત રહેતા 1962 ટીમનો આભાર માન્યો હતો.