આગામી સ્થાનિક સ્વરાજની ગ્રામપંચાયત ની ચૂંટણી જાહેર થતાની સાથે તાલુકાના ગ્રામ્ય કક્ષાનું રાજકારણ ઠંડીના જોર વચ્ચે પણ ગરમાયું હતું.
નેત્રંગ ગામમાં તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર સુધી સરપંચ પદના કુલ ૬ જેટલા ઉમેદવારોમાં હરેન્દ્રભાઈ ભગવનસિંહ દેશમુખ(લાલભાઈ), બાલુભાઈ કલમભાઇ વસાવા, ઝવેરભાઈ ગામીયાભાઈ વસાવા, પ્રવિણભાઇ અંબુભાઈ વસાવા, પંકજકુમાર કાંતિભાઈ વસાવા, હરિશીંગભાઈ રૂપજીભાઈ વસાવાએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે.
જ્યારે ૧૪ વોર્ડના સભ્યો માટે કુલ ૬૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. હવે એ જોવું રહ્યું તારીખ ૭ ડિસેમ્બરના રોજ કેટલા ફોર્મ પરત ખેંચાઇ શકે છે કે ખરાખરીનો જ્જંગ ખેલાશે તે હાલ તો લોકચર્ચાનો વિષય બન્યો છે.