ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની ૬૫ માં મહાપરિનિર્વાણ દિને ભરૂચના સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવાઇ હતી.
ભારત બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વસતા વિવિધ દલિત સંગઠન મંડળો અને રાજકીય પક્ષો દ્વારા તેઓને પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ૬૫ માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે ભરૂચના સ્ટેશન સર્કલ સ્થિત ભરૂચ જિલ્લામાં કાર્યરત બામસેફ ઇન્સાફ અને બી.એમ.જી સહીત વિવિધ મંડળો દ્વારા તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં વિવિધ સંગઠનના લોકોએ ડૉ. બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા અને સાથે જ ડૉ. બાબા સાહેબ આંબેડકરને સલામી પણ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ૬૫ મો મહાપરિનિર્વાણ દિને આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયા હતા. જેમાં ઈન્સાફ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનભાઈ પરમાર, બામસેફના ગુજરાત રાજ્ય મહામંત્રી વિનયભાઈ સોલંકી, બામસેફના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ રાઠોડ, ભારતના રાષ્ટ્રીય મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.વી.પરમાર, ભરૂચ યુનિટના શાંતિલાલ રાઠોડ, સહિતના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.