•હવે નવી તારીખ જાહેર થશે: હસમુખ પટેલ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા 1લી ડિસેમ્બરથી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની સીઝનમાં પણ માવઠાના કારણે પોલીસ ભરતી પર તેની અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ભરુચ તથા વાવ, સુરત ખાતે 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી હતી.
જોકે લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ફરી ટ્વીટ કરી જણાવ્યું છે કે, બધા મેદાનની વરસાદની સમીક્ષા કરી જ્યાં તારીખ ત્રણ અને ચારના રોજ શારીરિક કસોટી થઈ શકે તેમ ન હતી તે ભરૂચ અને વાવ-સુરત તે બે જ મેદાન પર તે બે દિવસ માટે કસોટી મોકૂફ રાખવામાં આવી છે.તેમણે ટ્વીટમાં લખ્યું કે, કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-11, વાવ-સુરત ખાતે પો.સ.ઇ/લોકરક્ષકની તારીખ 3 અને 4 ડિસેમ્બર 2021ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. ઉમેદવારોને શારીરિક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.