•૧૦૮ કર્મીઓની સરાહનીય કામગીરી
•તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
ભરૂચ જિલ્લાના હાંસોટ ગામ ખાતે હાંસોટ અને સુરત વચ્ચેના રોડ ઉપર અલવા ગામ નજીક મોડી સાંજે એક ફોરવ્હીલ નં. GJ-16-CM-5428અને મીની લકઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ જિલ્લાના હાંસોટ ગામ ખાતે હાંસોટ અને સુરત વચ્ચેના રોડ ઉપર એક કાર અને મિની લક્ઝરી બસ નો અકસ્માત સર્જાયો હતો. અચાનક ઘડાકાભેર કાર અને બસ ભટકાતા મુસાફરો સહિતનાઓની ચિચયારીઓથી આખો રોડ ગુંજી ઉઠ્યો હત. જેના પગલે આસપાસના સથાનીકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ૧૫ જેટલા લોકો ઘવાયા હતા.જેમને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે અકસ્માતમાં જરા પણ સમય ગુમાવ્યા વિના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ પાયલોટ અને ઇ.એમ.ટી દ્વારા ખસેડાતા તમામના જીવ બચી જવા પામ્યા હતા. સાથે જે વ્યક્તિઓ ઘવાયા હતા તેમના કિમતી સામાન જેવા કે સોના ચાંદીના ઘરેણા મોબાઇલ ફોન અને બીજા મહત્વના ડોક્યુમેન્ટ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ તેમના સગા સંબંધીઓને પાછા સોંપી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. આ અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓએ પણ ૧૦૮ ઇમરજન્સી સેવાની કામગીરીને બિરદાવી અને ૧૦૮ ઇમરજન્સી સેવા તનો આભાર માન્યો હતો.