The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 42

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ચોરીની ઘટના

ભરૂચની જી.એન.એફ.સી.ટાઉનશીપ પાસે આવેલ વિશ્વનાથ ટાઉનશીપના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૧૨ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મૂળ મધ્ય પ્રદેશના અને હાલ ભરૂચની જી.એન.એફ.સી.ટાઉનશીપ પાસે આવેલ વિશ્વનાથ ટાઉનશીપમાં ભાડાના મકાનમાં રહેતા રાજેશ રામ સ્વરૂપ શુક્લા ઝઘડિયાની વેલસ્પન કંપનીમાં પરચેજ મેનેજર તરીકે ફરજ નિભાવે છે. જેઓ ગત રોજ પોતાના મકાનનું તાળું મારી મધ્ય પ્રદેશ ખાતે ભાણીના લગ્ન પ્રસંગે પરિવાર સાથે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૧૨ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૩ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે સી ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો છે.

આદિવાસી વિસ્તારમાં એસ.ટી. બસો ફરી ચાલુ નહીં કરવામાં આવે તો ડેપો બંધ કરવાની ચિમકી ઉચ્ચારતા ધારાસભ્ય ચૈતર વસાવા

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા લોકો ના પ્રશ્નોને પગલે એસ.ટી. ડેપો એ પહોંચ્યા હતા.જયાં ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસો ના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો.તો મુસાફરો, ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓ એ અપડાઉન કરવામાં પડતી મુશ્કેલીઓ ની રજુઆત પણ ધારાસભ્ય ને કરી હતી.

આ અંગે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા કે ” ગુજરાત સરકાર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજ ના 20 હજાર કરોડ ના બજેટ માંથી હજારો બસો ફાળવેલ છે તે બસો ગઈ ક્યાં ? સરકાર સૌનો સાથ સૌના વિકાસ ની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ?

જો આવનાર સમયમાં ટ્રાઈબલ બજેટ માંથી ફાળવેલ બસો આદિવાસી વિસ્તાર માં ફાળવવામાં નહીં આવે અને બંધ રૂટ ફરી ચાલુ નહીં કરવામાં  આવે તો મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે અંકલેશ્વર ડેપો એ જઈ ડેપો બંધ કરવા ની ચિમકી ઉચ્ચારી, વધુમા જણાવ્યું કે નવી બસો મંત્રીઓ ના કાર્યક્રમો માં ફાળવી દેવામાં આવે છે. તૂટેલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને તકલીફ પડે છે.

* રિપોર્ટર: ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

ભરૂચ તુલસીધામ ત્રણ રસ્તા પાસેથી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમા આવેલ તુલસીધામ ત્રણ રસ્તા પાસે થી પોલીસ ટીમને એક વોક્સવેગોન ફોર વ્હીલ ગાડી જેનો રજી.નં- GJ-16-AP-9543 સાથે એક ઇસમ દિવ્યેશ ઉર્ફે દિપુ મહેશભાઇ સોલંકી ઉ.વ-૨૪ રહે-મ.ન.૧૨૪ મહાદેવ નગર સોસાયટી જયોતીનગર પાસે ભોલાવ તા.જી.ભરૂચને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સી ડિવિઝન પોલીસે ઝડપાયેલ આરોપી પાસેથી વિદેશી દારૂની અલગ અલગ કંપની બ્રાન્ડની કુલ બોટલ નંગ -૬૦ જેની કીંમત રૂપીયા ૭૦,૫૬૦/- તથા એક વોક્સવેગોન ફોરવ્હીલ ગાડી જેનો રજી.નં-GJ-16-AP-9543 જેની કીંમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૨,૭૦,૫૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જ્યારે આજ ગુનામાં સ્વપનીલભાઈ અજયભાઈ ચૌહાણ રહે – મહાદેવ નગર જ્યોતીનગર પાસે તા જી ભરૂચને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.

આંતરરાષ્ટ્રીય વીડ કોંફરન્સમાં કૃષિ મહાવિદ્યાલયના ભરૂચના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળ કાર્યરત ડાયરેકટોરેટ ઓફ વીડ રિસર્ચ દ્વારા ત્રિદિવસિય કોંફરન્સનું આયોજન ડિસેમ્બર દરમ્યાન આયોજન કરવામાં આવે  છે.  આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આચાર્ય, ડો. ડી.ડી. પટેલનાં નેજા હેઠળ મહાવિદ્યાલયના અન્ય પ્રાધ્યાપકોએ પણ નવસારી કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વકર્યું હતું.

આંતરરાષ્ટ્રીય કક્ષાની કોંફરન્સમાં ૪૫૦ વૈજ્ઞાનિકોએ નિંદામણ વ્યવસ્થાપન વિશેની ગોષ્ઠી કરી અને સંશોધન પત્રો રજુ કર્યા.  જેમાં કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આચાર્ય, ડો. ડી.ડી. પટેલનાં નેજા હેઠળ મહાવિદ્યાલયના પ્રાધ્યાપકોએ પણ નવસારી કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આચાર્ય, ડો. ડી.ડી. પટેલ દ્વારા નિંદામણ વ્યવસ્થાપનનાં સંકલિત નિયંત્રણનાં વિષય પર મુખ્ય વ્યાખ્યાન રજુ કર્યું હતું.  જે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગુજરાતમાંથી એકમાત્ર હતું.

આચાર્યએ  કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો.ટી.યુ. પટેલ દ્વારા થયેલ નીંદામણના સંશોધનોનું પણ ઓરલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. કોલેજનાં અન્ય વૈજ્ઞાનિકો ડો. એ.ડી. રાજ, ડો. એચ એચ. પટેલ અને ડૉ. વૈશાલી સર્વે દ્વારા પણ સંશોધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવતાં નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ, ડો. ઝેડ.પી. પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

અહો આશ્ચર્યમ! ચાર કિલો કેપેસિટી ટેન્કમાં પાંચ કિલો ગેસ કેવી રીતે સમાય!

આમોદ નગરમાં આવેલો પેટ્રોલ પંપ હંમેશા વિવાદોના વમળોમાં રહ્યો છે.આમોદમાં આવેલા સૃહદમ પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ પણ વેંચાણ કરવામાં આવે છે.જેમાં આમોદ નગર સહિત હજારોની સંખ્યામાં ગેસકીટ વાહન ચાલકો ગેસ પુરાવે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા સીએનજી ગેસના વધુ રૂપિયા પડાવી લેવા આવે છે.એટલે કે રીક્ષાના ગેસ સિલિન્ડરની કેપેસિટી માત્ર ચાર કિલોની છે જે કંપની ફિટિંગ છે.છતાં આજ સિલિન્ડરમાં પાંચ કિલો ગેસ કેવી રીતે જાય તે કોઈને સમજાતું નથી.

જેથી ગેસ પંપના સંચાલક સામે અનેક શંકાઓ ઉભી થઇ છે.અનેક રીક્ષા ચાલકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે.એટલે કે રીક્ષા ચાલક પાસેથી પેટ્રોલ પંપ સંચાલક દ્વારા પાંચ કિલો ગેસના રૂપિયા વસૂલ કરવામાં આવે છે.પરંતુ રીક્ષા ચાલકોને તે પ્રમાણે એવરેજ મળતી નથી અને ચાર કિલો ગેસની જ એવરેજ મળે છે.જેથી રીક્ષા ચાલકો પોતે છેતરાયા હોવાની અનુભૂતિ થતાં તેઓએ આમોદ મામલતદારને લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી છે.

આમોદમાં સૃહદમ પેટ્રોલપંપ હંમેશા વિવાદમાં રહ્યો છે.અગાઉ પણ આ પેટ્રોલ પંપ બે વખત સીલ કરવામાં આવ્યો હતો.અગાઉ આ જ પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ બાબતે પેટ્રોલ પંપ સંચાલકે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે ગેસ જાડો આવતો હોવાથી ગેસ વધુ જાય છે.અને ગેસ પંપ ઉપર પણ ગેસ જાડો આવતો હોવાની સૂચના મારી હતી.પરંતુ મીડિયા સમક્ષ બોલવાની ધરાર ના પાડી હતી.

  • રિપોર્ટર: વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ-અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમોમાં આગની બે અલગ-અલગ ઘટના, 2 કામદાર દાઝયા

અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સોલ્વન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે. સોલ્વન્ટના મોટા જથ્થામાં આગના કારણે ચિંતા જન્મી હતી. આગની ઘટનામાં કંપનીના બે કામદાર દાઝી ગયા હતા.

આજે બપોરે 12 વાગ્યાના અરસામાં ભરૂચ અને અંકલેશ્વર જીઆઇડીસીમાં એકજ સમયે ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠતા દોડધામ મચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગણતરીની પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ ઘટનામાં ગોડાઉનમાં કામ કરતા બે કામદારો દાઝી જતા તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. હજુ તો લાશ્કરો આગ ઉપર કાબુ મેળવે તે પૂર્વે ભરૂચ જીઆઇડીસીમાં પણ આગની ઘટનાએ તંત્રને દોડતું કર્યું હતું.અહીં પણ પેટ્રોકેમ કંપનીમાં આગ લાગી હતી. ભરૂચ જીઆઈડીસીમાં આવેલ વેક્સઓઇલ કંપનીમાં આગ લાગી હતી જેને પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવા કંપનીની ફાયર સેફટી સિસ્ટમ સફળ ન રહેતા નગર પાલિકાને કોલ અપાયો હતો. ૫ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સોલ્વન્ટ અત્યંત જ્વલનશીલ પદાર્થ છે. સોલ્વન્ટના મોટા જથ્થામાં આગના કારણે ચિંતા જન્મી હતી. આગની ઘટનામાં કંપનીના બે કામદાર દાઝી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા ૫ થી વધુ ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા.

ભરૂચ જીઆઈડીસીમાં આવેલ પેટ્રોકેમ કંપની વેક્સઓઇલમાં પણ આજ સમયે આગ ફાટી નીકળી હતી. આજ્ઞા રૌદ્ર સ્વરૂપને જોતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા.૫ ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવવાના કામમાં જોતરાયા હતા. આ ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની નોંધાઈ નથી જોકે લાખોના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

જંબુસરના કનગામમાં વણકર સમાજના સ્મશાનમાં વૃક્ષોના ગેરકાયદેસર કટિંગને રોકવા અપાયું આવેદન

જંબુસર તાલુકાના કનગામ ખાતે જ્યાં વણકર સમાજના બાપ દાદા ના સમયનું સ્મશાન આવેલું છે. જ્યાં જતન કરી ને બચાવેલા વૃક્ષો,દેશી બાવળો આવેલા છે. જે વૃક્ષોની નીચે અંતિમ ક્રિયા કરવા આવેલા લોકો તાપ,તડકામાં બેસે છે.જેને કાપવામાટે સામાજિક વનીકરણ વિભાગની કચેરી જંબુસર તા ૧૬/૧૨/૨૦૨૨ ના રોજ મજુર ને વૃક્ષો કાપવા માટે મોકલી આપેલ હતા. જ્યાં સ્થાનિક સમાજના લોકોએ તેમને રોક્યા હતા અને પાછા મોકલ્યા હતા. બીજા દિવસે આર.એફ.ઓ અને તેમની ટિમે આવીને સમાજના લોકોની વાત સાંભળ્યા વિના જ બસ અમે બાવળ કાપીસુ જ એમ કહેવા લાગ્યા હતા.

વણકર સમાજની  લડત માત્ર આ વૃક્ષો  બચાવવા માટે ની જ છે.જેના સંદર્ભે આજે તા ૧૯-૧૨-૨૦૨૨ ના રોજ આર.એ.સી કલેક્ટર એન.આર ધાંધલ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત  કરવામાં આવી છે ધાંધલ સાહેબે સમાજની લાગણી ને સમજી ને વૃક્ષો બચાવવા નો વિશ્વાસ આપ્યો હતો..

સામાજિક અગ્રણી રાજેન્દ્રભાઇ સુતરીયા તેમજ કનગામના આગેવાન દલપતભાઈ તેમજ વણકર સમાજના તમામ રહીશો રજૂઆત કરવા ભરૂચ કલેક્ટર કચેરીએ હાજર રહ્યા હતા.

બેન્કમાં આવતા અભણ તથા વૃધ્ધ લોકોને વિશ્વાસમાં લઇ એટીએમ કાર્ડ બદલી ચોરી કરતા આંતરાજ્ય ગેંગના બે ઇસમો ઝબ્બે

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ ડીવીઝન ભરૂચ નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા જણાવેલ જેથી ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયા ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે

આ કામના ફરીયાદી તેઓની બેંકના ATM માં નાંણા ઉપાડવા ગયેલ જે સમયે આ કામના આરોપી દ્વારા ફ્રીયાદીને રૂપીયા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરીયાદીનો ATM CARD લઇ યુક્તિ પ્રતીયુક્તિ થી ફરીયાદીનો ATM CARD નો PASSWORD મેળવી લઇ પોતાની પાસે રહેલ બીજો ATM CARD ફ્રીયાદીને આપી દીધેલ જે બાદ આ કામના આરોપી દ્વારા ફરીયાદીના ATM CARD તથા ATM PIN નો ઉપયોગ કરી અન્ય બેંકના ATM મા જઇ કુલ રૂ.૩૦,૫૦૦/- રોકડા ઉપાડી દીધેલ તેમજ તેમજ કસક નજીક્માં આવેલ જવેલર્સની દુકાનમાંથી રૂ.૭૪,૯૪૦/- નુ સોનાના સિક્કા ખરીદી કરી કૂલ રૂ. ૧,૦૫,૪૪૦/- ની છેતરપીંડી કરી ગુનો આચરેલ.

આ બનાવમાં સાયબર ક્રાઇમ ટીમે ગુનાને શોધી કાઢવા સારૂ બનાવના સ્થળે તેમજ આજુ બાજુના તેમજ બેંક ATM ના CCTV ફુટેજની ચકાસણી કરેલ જગ્યાઓના CCTV ફુટેજ મેળવી તાત્કાલીક એક્શન લઇ ટેકનીક્લ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ ના આધારે આઇડેન્ટીફાઇ કરવા સારૂ જુદા-જુદા જીલ્લાઓમા આ પ્રકારના ગુના વાળા આરોપીઓની તપાસ કરતા એવી હકીક્ત જાણવા મળેલ કે આ કામના આરોપીઓ જુનાગઢ ખાતે પકડાયેલની હકીક્ત જણાઇ આવતા આરોપીઓ ક્રિષ્નામુર્થી સઓ રેડ્રેપ્પા નાગપ્પા સુનપુશેટી, બલીજા, ઉવ.૪૪ ધંધો. હોટલનો રહે. પાર કોકન્ટી ક્રોસ ગામ, મસ્જીદની પાસે, તનફ્લૂ મંડલ( TANAKALLU MANDAL) તા.કદીરી જી, અનંતપૂર રાજ્ય આંધ્રપ્રદેશ અને મોહના વેંકટરમના ચીન્થલા, ગૌડ ઉવ.૨૮ ધંધો. ડ્રાઇવીંગ રહે, પીલર, રાજીવનગર કોલોની, તા.પીલર જી.ચીતૂર રાજ્ય – આંધ્રપ્રદેશ.ને આ ગુનામા ટ્રાન્સફર વોરંટથી જુનાગઢ ખાતેથી લાવી અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

ભરૂચ ઝાડેશ્વર ચોકડી નજીક ચરસ અને રૂપિયા ૩ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી નાઓએ પોતાની ટીમ કાર્યરત કરતા

મળેલ બાતમી આધારે ઝાડેશ્વર ચોકડી નજીક વોચમાં રહી બે ઇસમો ભાવેશ ઉર્ફે કાલુ રમેશભાઇ વસાવા, રહે.વડવાળુ ફળીયુ, ઝાડેશ્વર ગ્રામ પંચાયત પાસે, ઝાડેશ્વર, ભૌમિકભાઈ ઉર્ફે એલીયન પરેશભાઈ શાહ રહે-અમીન ડેલો, ઝાડેશ્વર ગ્રામ પંચાયત પાસે, ઝાડેશ્વરને ગેરકાયદેસર ચરસનો કુલ જથ્થો ૧ કિલો ૦૩૯ ગ્રામ_કિંમત રૂપિયા ૧,૫૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ફુલ મળી રૂ.૩,૧૭,૮૫૦/- મુદામાલ કબજે કરી આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ભરૂચ શહેર “સી” ડીવી. પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

પાલેજની સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં તસ્કરો 10 લાખનો મુદ્દામાલ ઉઠાવી તસ્કરો ફરાર

ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી એસ.એસ.,બેરીંગો સહિત 10 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપની આવેલ છે જે કંપનીમાં સ્ટીલની સીટો બનાવે છે. જે કંપનીને ગત તારીખ-12-11-22થી 25-11-22 સુધી તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના સ્ટોર રૂમના પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમના કબાટમાં મુકેલ 235 પ્રકારના બેરીંગો,બુશ-આર્મ અને એસ.એસ.નો સામાન તેમજ કેબલ,સ્પેર મળી કુલ 10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ વિષ્ણુ પ્રસાદ રાવલે પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!