ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી એસ.એસ.,બેરીંગો સહિત 10 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચના પાલેજ પાસે આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપની આવેલ છે જે કંપનીમાં સ્ટીલની સીટો બનાવે છે. જે કંપનીને ગત તારીખ-12-11-22થી 25-11-22 સુધી તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના સ્ટોર રૂમના પાછળના ભાગે બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્ટોર રૂમના કબાટમાં મુકેલ 235 પ્રકારના બેરીંગો,બુશ-આર્મ અને એસ.એસ.નો સામાન તેમજ કેબલ,સ્પેર મળી કુલ 10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ વિષ્ણુ પ્રસાદ રાવલે પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.