દેડીયાપાડા નાં નિવાલ્દા ખાતે સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી દેડિયાપાડા તથા અનેક જિલ્લા ની મહિલાઓ ને મહિલા ગ્રુપો બનાવી છેતરપિંડી કરતી ઠગાઈ કરતી ટોળકી પોલીસે ઝડપી પાડી 7 દિવસ નાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા સંસ્થાઓ ઉભી કરી અભણ તેમજ ગરીબ લોકોની પોતાની કમાણીની મહામુડી છેતરી લઈ જઈ પાયમાલ કરનારા ભેજાબાજ આરોપીઓને પકડી લાવવા જરૂરી સૂચનાઓ આપેલ હોય જે સુચના મુજબ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે દેડીયાપાડાના નિવાલ્દા ગામ ખાતે તપાસ કરતા સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેસશન નામની સંસ્થા ચલાવી જેમા દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની અનેક મહિલાઓ છેતરાઈ હોવાનું અનુમાન બહાર આવ્યું છે.
એક માસ બાદ રૂપિયા ૬૦,૦૦૦/- ની લોનની લાલચે સંખ્યાબંધ બહેનો છેતરાઈ હતી, જે ગુનાના કામમાં ત્રણ આરોપીને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક સરફરાજ અમીદ અલી ઉંમર વર્ષ 27 મોહમ્મદપુરા તાલુકો જીલ્લો મુરાદાબાદ ઉત્તર પ્રદેશ બીજો મોહમ્મદ મુસ્તફા ઉંમર ઉંમર વર્ષ 21 મોરોદાબાદ સહિત ડેડીયાપાડાના ભરતભાઈ ગુલાબભાઈ વસાવા 54 ડેડીયાપાડા ની પણ ધરપકડ કરીને રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેઓના 7 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી.પટેલ તથા પોલીસ ની ટીમ ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જઈને તપાસ કરશે અને આ કૌભાંડના માસ્ટર માઇન્ડ ને ઝડપી પાડી જેલને હવાલે કરી ગરીબ બહેનોનોને ન્યાય મળે તેવી કાયૅવાહી કરાશે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા