The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 39

ભરૂચ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાસવડ ખાતે ખેડૂતો માટે તાલીમ યોજાઈ

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નવી દિલ્હી  દ્વારા આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ ફાર્મિંગ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે પ્રાકૃતિક ખેતી વિષય પર બે દિવસીય વર્ગખંડ અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ દરમ્યાન ખેડૂતોને વિવિધ સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રેરણાદાયક પ્રાકૃતિક ખેતી વિષયક ફિલ્મ બતાવાઈ  હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગુરુકુલ કુરૂક્ષેત્ર ખાતે આવેલ પ્રાકૃતિક ફાર્મ પર વિવિધ નિદર્શનો વિશેની જાણકારી આપી હતી.

તાલિમ દરમ્યાન દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા, બીજામૃત,  જીવામૃત, ઘનજીવામૃત,  નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, મિશ્ર પાક પધ્ધતી વિશે જણાવવામાં આવ્યું હતું.  આ ખાતર જમીનમાં સૂક્ષ્મ તત્વોની સંખ્યામાં વધારો તેમજ પાક વૃધ્ધીમાં પોષણ આપે છે તેમજ રોગ-જીવાત નિયંત્રણ માટે ખુબ અસરકારક છે.

આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેંન્દ્ર પટેલ, ફાર્મ મેનેજર સાગર.આર.ગોમકાલે તેમજ કેવીકેના સ્ટાફ હર્ષદ વસાવા,  અમૃતભાઇ વસાવા, આસીસ્ટટ ટેક્નોલોજી મેનેજર, વાલિયા આત્મા પ્રોજેક્ટના સભ્યો વગેરે ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રેક્ટિકલ સાથેની તાલીમ આપી હતી. વાલીયા તાલુકાના વિવિધ ગામો માંથી ખેડૂતો ઉપસ્થીત રહ્યા હતા.

રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ જુડો સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવતી ભરૂચની ભાર્ગવ કન્યા

સોનેપત ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ જુડો સ્પર્ધામાં ભરૂચના રહેવાસી ચંદ્રેશભાઈ પ્રબોધચંદ્ર શુકલ ની પૌત્રી  કુ. શૈલી પૂજન શુકલએ વિજેતા બની કાંસ્ય ચંદ્રક મેળવતા ખુશહાલી છવાઇ હતી.

રાજ્યકક્ષા બાદ રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા બની કુ. શૈલી પૂજન શુકલએ ભરૂચ સહિત ભાર્ગવ સમાજ્નું ગૌરવ વધારતા તેના પરિવાર સહ ભરૂચની જનતા અને ભાર્ગવ જ્ઞાતિએ કુ. શૈલી પૂજન શુકલને અભિનંદન પાઠવવા સાથે આગામી દિવસોમાં પણ સમગ્ર દેશમાં વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

કુ. શૈલી શુક્લ ખુબ પ્રગતી કરી દેશનું અને સમાજ સહિત ભરૂચનું નામ રોશન કરે તેવી ન્યુઝલાઇન.ડીજીટલ વેબ પરિવાર તરફથી શુભકામના સહિત ખુબ ખુબ અભિનંદન

પાનોલી જી.આઈ.ડી.સી.ની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે સામી સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ઉપર કાબુ મેળવવા માટે તાબડતોડ ચાર જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી ગયા હતા.

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફાર્મા કંપનીમાં સાંજે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા હતા. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આ આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ આગમાં કોઈને ઇજા કે જાનહાનિના અહેવાલ હાલ સુધી જાણવા મળી રહ્યા નથી.સાથે આ આગ લાગવાનું કારણ પણ હાલ સુધી જાણી શકાયું નથી.

ભરૂચમાં પોલીસે 9 પૈકી 5 વ્યાજખોર ઈસમોને ઝડપી પાડી કર્યા જેલ ભેગા

ભરૂચ જીલ્લા પોલીસે ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી 9 પૈકી 5 ઈસમોને ઝડપી પાડી બળજબરીથી લીધેલ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યના ગૃહ વિભાગ અને ડીજી કચેરી દ્વારા ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સુચનાને પગલે ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. ભરૂચ સી ડીવીઝન પોલીસ મથક ખાતે 3 ગુના અને અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે એક મળી કુલ 4 ગુના 9 વ્યાજખોરો સામે નોંધાવવા પામ્યા છે.

વ્યાજના બદલામાં બળજબરીથી લઈ લેવામાં આવેલી વરના ગાડી અને હિસાબની ડાયરીઓ, દુકાનના કાગળિયા કબજે કર્યા છે. આ અંગે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલએ પત્રકાર પરિષદ યોજી હતી અને વ્યાજખોરો સામે ઝઝૂમતા લોકો આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે. અને પોલીસ ચોક્કસ કડક રહે કાર્યવાહી કરશે તેવી ખાતરી જીલ્લા પોલીસ વડાએ આપી છે.

  • આ 9 વ્યાજખોરો સામે કાર્યવાહી કરાઇ,

– સંદીપ ભરતભાઇ કાયસ્થ

– નિકિતા સંદીપ કાયસ્થ, શક્તિનગર, અંકલેશ્વર

– મોસમ નિખિલ શાહ વડોદરા હાલ ચાવજ

– મયુર રમણ પટેલ, પરમ કોમ્પ્લેક્ષ, ભરૂચ

– દિલીપ સોમચંદ્ર જાદવ, રામેશ્વર પાર્ક, ઝાડેશ્વર

– દેવાંગ ઉર્ફે દેવ મહેતા, જ્યોતિ નગર, ભરૂચ

– રાકેશ હરકિશનદાસ મોદી, નારાયણ એસ્ટેટ, ભરૂચ

– સુરેશ ભીખાભાઇ પરમાર, રચનાનગર, ચાવજ

– સતિષ ઉર્ફે સની દિનેશ ટેલર, આકાંક્ષા નગરી, દહેજ બાયપાસ

ડૉ.તરુણ બેન્કરની પોયેટિક ફિલ્મ : તમારી બે મિનિટ કોઈનો જીવ બચાવી શકે

ઉત્તરાણના આગમન સાથે પતંગ ચગાવવાનો આનંદ ઉલ્લાસની વચ્ચે કેટલાંકના ગળાં કપાયાના માઠા સમાચારો પણ મળી રહ્યાં છે. ચાઇનીઝ દોરી પર સરકારી પ્રતિબંધ અને તેના પગલે પ્રશાસન સક્રિય થયાના અહેવાલો પણ મળી રહ્યાં છે.

આ બધાં ઘમાસાણની વચ્ચે આપણા કળાકાર અને ફિલ્મ મેકર ડો. તરુણ બેન્કરે “તમારી બે મિનિટ કોઇના જીવ બચાવી શકે” ટેગલાઇન હેઠળ બે મિનિટની પોયેટિક ફિલ્મ ‘કાયપો છે’નું સર્જન કર્યુ છે. માહિતી, સમાચાર કટિંગ અને કવિતાના સમન્વયથી બનેલ આ ફિલ્મ ચેતવણી આપવા સાથે જનજાગૃતિની વાત પણ કરે છે. પોલીસના ડંડા કે કાયદાના ફંદાની બીકે નહીં, પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે ચાઇનીઝ કે નાયોલન દોરી અને તુક્કલના બહિષ્કારને અપનાવવાની વાત કરાઇ છે.

પાયેટિક ફિલ્મ ‘કાયપો છે’ અંગે વાત કરતાં સર્જક ડો. તરુણ બેન્કર જણાવે છે કે જનજાગૃતિ અંગેના અનેક વિષયો ઉપર ફિલ્મો બનાવી છે, પણ ફિલ્મ ‘કાયપો છે’ બનાવ્યાં પછી આગવો સંતોષ અનુભવું છું. અહીં માત્ર માનવીય જાનહાની નહીં, અબોધ પશુપક્ષીના મૃત્યુ કે ઘાયલ થવાની વાતને વણી લેવામાં આવી છે.

નેત્રંગના મોટા જાંબુડામાં ઘર આગળની જગ્યા માટે ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું

નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામમાં રહેતા જશોદાબેન રમેશ વસાવા પોતાના પતિ 56 વર્ષીય રમેશ કાંતિભાઈ વસાવા સાથે ગામમાં આવેલ પોતાના ખેતરે ગયા હતા.દરમિયાન જશોદાબેન વસાવા કાકા સસરા દિયરના પુત્ર હરેશ કેસર વસાવાએ કાકા રમેશ વસાવા સાથે ઘર આગળની ખુલ્લી જગ્યા રસ્તા માટે કેમ માંગો છો તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા હરેશ વસાવાએ રમેશભાઈને છાતીના ભાગે જોર જોરથી મુક્કા મારી લાકડીના સપાટા અને ગુપ્ત ભાગે લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 સેવાની મદદ વડે નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રમેશ વસાવાનું કરૂણ મોત નીપજ્યું હતું બનાવ અંગે નેત્રંગ પોલીસ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના શક્તિનાથ ખાતેથી i20 કારમાંથી રોકડા 35 લાખ સાથે ૧ પકડાયો

ભરૂચ જિલ્લામાં લાંબા સમયબાદ સંભવત હવાલકાંડ સામે આવ્યું છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શહેરના શક્તિનાથ ખાતેથી પારખેતના વ્યક્તિને રોકડા 35 લાખ સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

SOG ના રવીન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે શહેરના શક્તિનાથ ખાતે PI આંનદ ચૌધરી, PI વી.કે.ભૂતિયા, PSI એ.વી.શિયાળીયા, શૈલેષભાઇ,સુરેશભાઈ સહિતનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો.

શક્તિનાથ સર્કલ ઉપર બાતમી મુકબની આઈ 20 કાર આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારમાંથી રોકડા 35 લાખ મળી આવ્યા હતા. કાર ચાલક પારખેતનો દિલાવર મુસા ઉમરજી વોરા પટેલે આ નાણાં કપાસના હોવાની કેફિયત વ્યક્ત કરી હતી.

જોકે નાણાં અંગે જરૂરી આધાર પુરાવા, બિલ રજૂ કરી નહિ શકતા સીઆરપીસી 41 (1) ડી હેઠળ કાર્યવાહી કરાઈ છે. રોકડા રૂપિયા 35 લાખ, કાર અને મોબાઈલ મળી કુલ 40.05 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.

પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે નાણાં કપાસના અને કડીથી મોકલાયા હોવાનું કહ્યું છે. જેમાં નાણાં મોકલનાર, અહીં કોણ મેળવાનર હતું અને આંગડિયા પેઢીની ભૂમિકા ચકાસાઈ રહી હોવાનું SOG PI એ.એ.ચૌધરીએ જણાવ્યું છે. સાથે જ સંભવત હવાલાના નાણાં અંગે જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે. જેથી આ બે વિભાગો પણ 35 લાખ રોકડાની તપાસમાં જોડાશે

દહેજમાં કંપનીમાં પાર્ટનર બનાવવાનું કહી બે શખ્સોએ કરી 60 હજાર રૂપિયાની ઠગાઇ

દહેજના જોલવા ગામ પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા એક એન્જિનિયર સાથે 60 હજારની છેતરપિંડીનો બનાવ બન્યો છે. એક કંપનીમાં પાર્ટનર બનાવવાનું કહી 60 હજાર રૂપિયા લીધા હતા ત્યારબાદ પાર્ટનર ન બનાવી છેતરપિંડી કરી હોવાની બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મૂળ રાજસ્થાનના હાલ સુરતના અડાજણ રોડ ઉપર આવેલ સત્યમ રો-હાઉસમાં રહેતા સુનીલ હરજીલાલ બડગુજર વર્ષ-2014માં દહેજના જોલવા ગામ પાસે આવેલ ચાઈના સ્ટીલ કંપની આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તે સમયે 2016માં સીગ્નોડ કંપનીમાં નોકરી કરતા સુભાષ સુબ્રમણ્યમિયન કાલાચન અને અમિતકુમાર રામસાગર સિંહ ચાઈના સ્ટીલ કંપનીમાં આવતા જતા હોવાથી પરિચય થયો હતો. તે દરમિયાન આ બંનેએ કંપની શરૂ કરી હતી અને અલગ અલગ કંપનીમાં થતી પ્રોડક્ટનું પેકિંગ,પેકિંગ કરવાના મશીન અને રો-મટીરીયલ સપ્લાય કરવાના કોન્ટ્રકટનું કામ લેતા હતા.

ગત તારીખ-15-11-2020ના રોજ આ બંને ઈસમોએ સુનીલ બડગુજરને ભરૂચના ઝાડેશ્વર સ્થિત અક્ષરધામ એપાર્ટમેન્ટ સાઈ મંદિર સામેની તેઓની ઓફીસમાં બોલાવ્યા હતા અને મિત્રાધ કંપનીમાં પાર્ટનર રહેવા માટે ઓફર કરી હતી જે ઓફરને લઇ સુનીલ બડગુજરે હા કહેતા બંને ઈસમોએ તેઓને તમે ચાઈના સ્ટીલમાં નોકરી કરો છો નોકરી માંથી રાજીનામું આપશો તો તમને પાર્ટનર તરીકે રેકોર્ડ ઉપર નામ દાખલ કરવા બાંહેધરી આપી હતી અને મહીને 15 હજાર આપવાનું કહ્યું હતું.

જે બાદ બંને ઈસમોને સુનીલ બડગુજરે પાર્ટનર તરીકે રહેવા અને નામ દાખલ કરવાનું કહેતા તેઓને ના પાડી તારાથી થાય તે કરી લેજે તેવું કહી નફાના નાણા નહિ આપી છેતરપીંડી કરતા બંને ઠગ ઈસમો વિરુદ્ધ સી ડીવીઝન પોલીસ મથક ખાતે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.

ફેસબુકમાં નકલી એકાઉન્ટ બનાવી 7 વર્ષથી ભરૂચના પરિવારને હેરાન કરનાર ઝડપાયો

ભરૂચના પરિવારને 7વર્ષથી નકલી ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા શખ્શને ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ ડીવીઝન ભરૂચ તરફથી આ ગુનાને શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના આપવામાં આવી હતી.

ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાએ આ સંવેદનશીલ ગુના તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરાવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પરિવારના સભ્યોના બિભત્સ ફોટો બનાવી સોશીયલ મીડીયા પર વાયરલ કરવાના આ અગાઉ ગુના જંબુસર અને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયા હતા.

ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુક સાઇટ ઉપર ફરીયાદી તથા ફરીયાદીના પરિવારના સભ્યોનાં ફોટાઓ મેળવી તેમાં એડીટીંગ કરી અશ્લીલ ફોટાઓ બનાવી ફેસબુક એકાઉન્ટની ટાઇમલાઇન ઉપર અપલોડ કરવામાં આવી રહ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસે એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ સાથે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીને શોધી કાઢી મોટારેહા ગામ- ભુજ ખાતેથી ધરપકડ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

ધરપકડ કરાયેલો આરોપી સતુભા સોમુભા માધુભા જાડેજા ઉ.વ. 35, રહે- વંડી ફળીયુ, મોટા રેહા, તા.ભુજ જી.કચ્છ નું ફરિયાદીની પત્ની સાથે સગપણ તૂટી ગયું હતું જે બાદ બદલો લેવા તે છેલ્લા 7 વર્ષથી આ કૃત્ય કરી રહ્યો હતો જેને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે.

કેનાલ તૂટવાથી નાશ પામેલ પાકના વળતરની માંગ સાથે ભરૂચમાં ખેડૂતોએ આપ્યું આવેદન

અમલેશ્વર શાખા નર્મદા નહેરમાં ડભાલી ગામ પાસે ખૂબ મોટું ભંગાણ થવાથી ખેડૂતોના ખેતરોમાં ભારે જથ્થામાં પાણી ફેલાઈ જવાથી ઉભા પાકનો સંપૂર્ણ નાશ થયેલ છે. જેનાથી અમો ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે.

ખેડૂતોના ઉભા પાક દિવેલા, વાલ, તુવેર, મગ, મઠ, ઘઉં, કપાસ, શેરડી જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામેલ છે. અને ખૂબ જ મોટા દબાણથી પાણી ખેતરોમાં વહેવાથી જમીનનું પણ ઘોવાણ થયેલ છે. અને બીજી વાર નહેરમાં ભંગાણ પડવાથી હવે આ વર્ષનો તૈયાર પાકની જગ્યાએ નવો પાક પણ લેવાય તેમ નથી.

આ ગંભીર બાબત ખેડૂતોની આજીવિકાનો પ્રશ્ન છે. ૦૧/૦૧/૨૦૨૩ના રોજ સવારના 6:00 વાગ્યાના સમયે ખેતરમાંથી પસાર થતી નહેરમાંથી વહેતું પાણી ખેતરોમાં ભરાઈ ગયેલ છે. તો તાત્કાલિક અસરથી ડભાલી, સમલોદ, બંબુસર, કવિઠા ખેડૂતોને થયેલ આર્થીક નુકસાનના વળતર માટે અને નર્મદા નિગમના અધિકારીઓને યોગ્ય સૂચના આપી હવે પછી નિષ્કાળજીથી રીપેરીંગની કામગીરી કરવામાં આવશે તો તેમને થનાર નુકસાનની સંપૂર્ણ અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

error: Content is protected !!