અમલેશ્વર શાખા નર્મદા નહેરમાં ડભાલી ગામ પાસે ખૂબ મોટું ભંગાણ થવાથી ખેડૂતોના ખેતરોમાં ભારે જથ્થામાં પાણી ફેલાઈ જવાથી ઉભા પાકનો સંપૂર્ણ નાશ થયેલ છે. જેનાથી અમો ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે.
ખેડૂતોના ઉભા પાક દિવેલા, વાલ, તુવેર, મગ, મઠ, ઘઉં, કપાસ, શેરડી જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામેલ છે. અને ખૂબ જ મોટા દબાણથી પાણી ખેતરોમાં વહેવાથી જમીનનું પણ ઘોવાણ થયેલ છે. અને બીજી વાર નહેરમાં ભંગાણ પડવાથી હવે આ વર્ષનો તૈયાર પાકની જગ્યાએ નવો પાક પણ લેવાય તેમ નથી.
આ ગંભીર બાબત ખેડૂતોની આજીવિકાનો પ્રશ્ન છે. ૦૧/૦૧/૨૦૨૩ના રોજ સવારના 6:00 વાગ્યાના સમયે ખેતરમાંથી પસાર થતી નહેરમાંથી વહેતું પાણી ખેતરોમાં ભરાઈ ગયેલ છે. તો તાત્કાલિક અસરથી ડભાલી, સમલોદ, બંબુસર, કવિઠા ખેડૂતોને થયેલ આર્થીક નુકસાનના વળતર માટે અને નર્મદા નિગમના અધિકારીઓને યોગ્ય સૂચના આપી હવે પછી નિષ્કાળજીથી રીપેરીંગની કામગીરી કરવામાં આવશે તો તેમને થનાર નુકસાનની સંપૂર્ણ અસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.