The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 40

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયો

જિલ્લા પંચાયત,ભરૂચ દ્વારા આજે જિલ્લામાં નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયો હતો.

આ સમારંભમાં સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભારે મતથી વિજેતા બનેલા જિલ્લાની પાંચેય બેઠકોના ધારાસભ્યોને પ્રજાલક્ષી કામ જિલ્લાની વહિવટી પાંખ સાથે સંકલન કરીને સહજતાથી પાર પડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ શાબ્દિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, દેશના લોકલાડિલા પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા નવા ચૂંટાયેલ ધારાસભ્યોને પ્રજા વચ્ચે જઇને પ્રજાની સમસ્યાને સમજીને તેને ઉકેલવા હિમાયત કરી હતી.જિલ્લાના દરેક તાલુકા તથા ગામડામાં રહેતી પ્રજા વચ્ચે રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચે તે માટે પણ ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓને જણાવ્યું હતું

નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ આ પ્રસંગે જિલ્લાના વિકાસ માટે વહિવટી પાંખ સાથે સહકાર આપીને પ્રજાલક્ષી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી આર જાષીએ જિલ્લામાં ચાલતી પ્રજાલક્ષી યોજાનાઓની માહિતી પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન મારફતે પૂરી પાડી હતી. આભારવિધી એ વી ડાંગી એ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યો રમેશભાઈ મીસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી કે સ્વામી, ઈશ્વરસિંહ પટેલ તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝઘડીયાની સારસા બ્રાંચના પોસ્ટ માસ્ટરે ૨ ખાતા ધારકોના ખાતામાંથી 1.20 લાખની કરી ઉચાપત !

ઝઘડીયા તાલુકાના સારસા બ્રાંચ પોસ્ટ માસ્ટર બે ખાતા ધારકોના ખાતામાંથી 1.20 લાખ બારોબાર ઉચાપત કરતા રાજપારડી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

આ બનાવમાં મૂળ ઘાટલોડિયાના અને હાલ ભરૂચની શિલ્પી ડ્રીમ રેસિડેન્સીમાં રહેતા મિતેશ રમેશ વડાદિયા ઝઘડિયા સબ ડીવીઝનમાં આવતી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે.

રાજપારડી પોલીસ મથક ખાતે નોંધાવેલ ફરિયાદ અનુસાર રાજપારડી પોસ્ટ ઓફિસની હિશાબી શાખા હેઠળની સારસા ગામની ગ્રામીણ પોસ્ટ ઓફીસની શાખાના બ્રાંચ પોસ્ટ માસ્ટર વૈશાલી જવાનસિંહ સોલંકીએ બચત ખાતા ધારકોની જમા ઉપાડ વાઉચરમાં ખોટી સહી અને અંગુઠાના નિશાન કરી 1.20 લાખ ઉપાડી ઉચાપત કરી હોવાનું પ્રાથમિક તપાસની ઇન્કવાયરી સોપવામાં આવતા પોસ્ટ ઓફિસમાં નિરીક્ષક અને ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફિસર મિતેશ વડાદિયાએ તપાસ કરતા તેઓને સારસા ગામના રાજેશ હીરા માછીના ખાતામાંથી તેઓની જાણ બહાર 20 હજાર અને મણીબેન જે, માછીના ખાતામાંથી ૧ લાખ અલગ અલગ રીતે કુલ 1.20 લાખ રૂપિયાની રકમ વૈશાલીબેન સોલંકીએ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લીધો હોવાનું ધ્યાન પરતા આવતા તેમના વિરુદ્ધ રાજપારડી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.

લકઝરી બસમાં આર્યુવેદીક ઔષધિઓની ગોળીઓની આડમાં નશીલા વેપલાની હેરફેરનો પર્દાફાશ

ભરૂચ SOG એ ડ્રગ્સના કરોડોના ઐતિહાસિક ડ્રગ્સ બાદ ગાંજાનો 1334 કિલો 1.33 કરોડની કિંમતનો જથ્થો પકડ્યો છે. કાનપુર સુરતની લકઝરી બસમાં આર્યુવેદીક ઔષધિઓની ગોળીઓની આડમાં આ નશીલા વેપલાની હેરફેરનો પર્દાફાશ કર્યો છે.

ભરૂચ SOG ના સુરેશ વણઝારાને મળેલી બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી સર્વિસ રોડ ઉપર PI આંનદ ચૌધરી, PI વી.કે.ભૂતિયા, પોસઇ એ.વી.શિયાળીયા, શૈલેષભાઈ સહિતનો સમગ્ર સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો.કાનપુર તરફથી UP પાસિંગની લકઝરી બસ આવતા તેને અટકાવી તપાસ શરૂ કરાઇ હતી. બસની ડીકી અને બસની ઉપરથી 40 થેલા મળી આવ્યા હતા.

જેમાં મહાકાલ, વિજયા, મહાશક્તિ, પાવર બ્રાન્ડના પેકેટોમાં મુનક્કા આર્યુવેદીક ઔષધિના નામે ગાંજા મિશ્રિત ગોળીઓ પાઉચમાં હોવાનું FSL ની તપાસમાં ખુલ્યું હતું.મધ્યપ્રદેશના ડ્રાઈવર વિજયપાલ સિંહ, ચંદ્રકાન્ત શર્મા અને ક્લિનર રવિન્દ્ર વર્માની ધરપકડ કરાઈ હતી. તેઓને ગાંજાની ગોળીઓનો 1334 કિલો કિંમત રૂપિયા 1.33 કરોડનો જથ્થો કાનપુર ફજલગંજના વૈષ્ણો ટ્રાવેલ્સના મેનેજર મોનુ પરમારે ત્રણ બીલ્ટીઓ આપી લકઝરીમાં લોડ કરાવ્યો હતો.

જેની ડિલિવરી સુરત કરવાની હતી. આ નશીલા પદાર્થના બે રિસીવરો સુરતના અંબાલાલ અને ભરતને પણ SOG એ હીરાસતમાં લઇ લીધા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે આજે પત્રકાર પરિષદ યોજી લકઝરી બસમાં કાનપુરથી સુરત એયુવેદીક ગોળીઓની આડમાં ગાંજાની થતી હેરફેર અંગે માહિતી આપી હતી. પેકેટ ઉપર એક રૂપિયા કિંમત લખેલી આ નશાની ગોળી 25 થી 30 રૂપિયામાં નશાના સોદાગરો દ્વારા વેચાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પાંચ આરોપીની ધરપકડ સાથે બે ને વોન્ટેડ જાહેર કરી ગાંજો, લકઝરી બસ, 3 મોબાઈલ અને રોકડ મળી કુલ 1.53 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

SOG PI એ.એ.ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, કાનપુરની આ ઔષધિ બનાવતી કંપનીની ભૂમિકા પણ તપાસાશે. નશીલા પદાર્થના કિમીયાગરોએ કંપનીનું નામ, બ્રાન્ડ, પેકેટનો ઉપયોગ કરી ગોળીઓમાં ગાંજો મિશ્રિત કર્યો છે કે નહીં. અને મળી આવેલી ત્રણ બીલ્ટી સહિતની તપાસ સાથે યુપીથી કેટલા સમયથી અને કેટલી વખત આ મોડ્સ ઓપરેન્ડી થકી ગાંજાની ગોળીઓના જથ્થાની હેરફેર થઈ છે. તેના મૂળ સુધી પોહચવા ઝડપાયેલા આરોપીઓના 7 દિવસના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.

 

ભરૂચ લકઝરી બસમાંથી ગાંજાના રૂ.1.57 કરોડના જથ્થા સાથે 5 ઝડપાયા

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની આગેવાનીમાં જિલ્લા પોલીસ, SOG, LCB એ નશીલા પદાર્થોના સોદાગરો ઉપર વર્ષભર તવાઈ બોલાવી હતી.

નવા વર્ષ 2023 ત્રીજા દિવસે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હાઇવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુ.પી. પાસિંગની લકઝરી બસમાં મોટી માત્રામાં માદક પદાર્થ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે SOG એ ઝાડેશ્વર ચોકડી ઉપર વોચ ગોઠવી હતી.

શંકાસ્પદ લકઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરાઇ હતી. બસના લગેજ ખાનામાં પીપરમીટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ. ની મદદથી આ નશીલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયા બાદ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.

અંદાજે 1.57 કરોડના ગાંજાના જથ્થા સાથે લકઝરી બસના બે ડ્રાઈવર, ક્લીનર અને સુરતના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી. એ આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં લઈ જવાય રહ્યો હતો. કોણે લકઝરીમાં મોકલી ક્યાં પોહચાડવાનો હતો સહિતની તપાસ હાલ શરૂ કરી છે. જે અંગે વધુ વિગતોની રાહ જોવાય રહી છે.

છોટાઉદેપુરનાં સંખેડાના મેવાસ વિસ્તારના ખેડૂતોએ વટાવ પ્રથાનો કર્યો વિરોધ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના ખેડૂતોના કપાસનો  વેપારીઓ દ્વારા વટાવ કાપવામાં આવે છે.ખેડૂતો જિનીંગમા જે કપાસ જ વેચવા માટે જાય છે ત્યારે જે વટાવ કાપવામાં આવે તે અલગ અલગ જિનીંગમા અલગ અલગ રીતે નાણા ચૂકવવામાં આવે છે.ખેડૂતોનું વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે.તેમ દેખાઈ રહ્યું છે.

ત્યારે APMC ચેરમેન શીવુ મહારાઉલ ખેડૂતો અને જિનીંગના વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં 15 દિવસે કપાસના નાણા ચૂકવવામાં આવતા હતા તે 12 દિવસે ચૂકવિશું તેવું વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે ખેડૂતો દ્વારા 8 દિવસે નાણા ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે.APMC મા સાધનો લઈને આવેલા ખેડૂતોએ પણ કપાસ વેચ્યા વગર જ ખેડૂતો પાછા ફળી ગયા હતા.અને જ્યાં સુધી આ નિર્ણય નહિ આવે ત્યાં સુધી ખેડૂતો સાથે APMC ચેરમેન શીવુ મહારાઉલ પણ આમરણ ઉપવાસ પર બેઠેલા રહેશે.

  • રિપોર્ટર: વિમલ પંચાલ,ન્યુઝલાઇન, નસવાડી છોટાઉદેપુર

જંબુસર અને આમોદ તાલુકાને જોડતા ‘ઢાઢર નદી’ના પુલ ઉપર ગાબડું!

  • પુલની વચ્ચે ગાબડું જોવા મળતાં વાહનચાલકોમાં ગભરાટ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા અને જંબુસર તાલુકાના જોડાતા ઢાઢર નદીના પુલ ઉપર ગાબડું જોવા મળતા વાહનચાલકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.જેથી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાઈ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

જો તંત્ર દ્વારા ઢાઢર નદીના બિસ્માર પુલનું ધ્યાન નહીં આપવામાં આવે તો મોરબી જેવી દુર્ઘટના થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.આ બાબતે જંબુસર મતવિસ્તારના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સ્થળનું નિરીક્ષણ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણકારી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર અને આમોદ તાલુકાને જોડતો આ ઢાઢર નદી ઉપરનો પુલ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ તરફથી સુરત-મુંબઇ આવતા-જતા વાહનો માટે ટૂંકો તેમજ ટ્રાફિક અને ટોલટેક્સથી બચવાનો મુખ્ય ધોરીમાર્ગ હોય પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં ભારદારી વાહનો પસાર થાય છે.જેથી હાઇ-વે  ઓથોરિટી વહેલી તકે પુલનું સમારકામ કરે તે ઈચ્છનીય છે.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ૫મીથી યોજાશે જ્ઞાનોત્સવ

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ભરૂચમાં પહેલી વખત ત્રિદિવસીય પ્રોજેકટ એકજીબિશન કાર્યક્રમ જ્ઞાનોત્સવ યોજાશે. આગામી ૦૫-૦૬-૦૭ જાન્યુઆરીના રોજ યોજાનાર આ મેગા પ્રદર્શનમાં ૫૮૦ જેટલા પ્રોજેકટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.

જ્ઞાનોત્સવ કાર્યક્રમના ભાગરૂપે નારાયણ વિદ્યાલય ખાતે પ્રેસ કોંફરન્સમાં પત્રકારોને માહિતી આપતા શાળાના ડાયરેકટર ડો. ભગુભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે વિદ્યાની વહેંચણી અને વિચારોનું વાવેતર એટલે જ્ઞાનોત્સવ. કાર્યક્રમ અને વિસ્તારથી વાત કરતા તેમણે કહ્યું હતું કે માત્ર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિદ્યા કે ક્રાફટ અને કલા ના જ પ્રોજેકટ નહિ માનવજીવનને સ્પર્શતા વિષયો પર પણ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ કઈ રીતે લાવવા, બાળ માનસનું ઘડતર કઈ રીતે કરવું, વિદ્યાર્થીઓની ખૂબીઓને કઈ રીતે ઓળખવી, અક્ષર સુધારણા, ટ્રાફિક અંગે જનજાગૃતિ, સ્વચ્છતા અભિયાન સહિત સમાજ જીવનને સ્પર્શતા વિષયો પર પણ વિદ્યાર્થીઓ ઘ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે.

જેના માધ્યમથી વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ બહાર આવશે સાથે પ્રોજેકટ જોવા માટે આવતા વિદ્યાર્થી, વાલી, શિક્ષકો અને આમ જનતાને પણ વિશેષ જાણકારી મળશે. આ પ્રદર્શન માટે ૨૦૦ જેટલા નિર્ણાયકો સેવા આપશે. જ્યારે ૨૦૦થી વધુ વિશેષ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા પધારશે તેમ કહી ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તાર સહિત જિલ્લાભરની શાળાઓને જ્ઞાનોત્સવનો લાભ તેમની શાળાના વિદ્યાર્થીઓને પણ મળે તે માટે ખાસ પ્રદર્શનની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.

આ પ્રેસ કોંફરન્સમાં ગુજરાતી વિભાગના આચાર્યા બીનીતાબેને વિદ્યાર્થીઓના પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે અંગ્રેજી વિભાગના આચાર્યા વિદ્યાબેન રાણા અને શાળાના શિક્ષક ચીમનભાઈએ પણ જ્ઞાનોત્સવ અંગે માહીતી આપી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને પણ પ્રોજેકટ પ્રદર્શનનો લાભ લેવા અપીલ કરી હતી.

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પત્નીની નજર સામે જ પતિએ લગાવી મોતની છલાંગ

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર પત્નીની નજર સામે જ પતિની મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સાંજના સમયે બનતા પોલીસ વિભાગે પતિની શોધખોળ આરંભી છે.

આ ઘટનામાં આજે સાંજના ૬.૩૦ની આસપાસ અંકલેશ્વરના જીતાલીના રહેવાસી કે.પી.સીંગ નામનો યુવક પત્ની સાથે હોન્ડા બાઇક નં. જી.જે.૧૬-સી.જી.-૨૫૧૯ લઈને ભરૂચમાં સગાને ત્યાંથી ઉત્તરક્રિયામાં હાજરી આપી પરત ઘરે ફરી રહ્યો હતો. દરમિયાન અચાનક બાઇક નર્મદા મૈયા બ્રિજ ઉપર પહોંચતા જ પતિ એ.કે.સીંગે લઘુ શંકા કરવાના બહાને બાઇક રોકી અને જોત જોતામાં પત્નીની નજર સામે જ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.

જેની જાણ રાહદારીઓ દ્વારા સમાજ સેવક ધર્મેશ સોલંકીને કરતા તેઓ પણ નર્મદા મૈયા બ્રીજ ઉપર દોડી આવ્યા હતા.એ.કે. સીંગની પત્નીની બુમાબુમથી વાહનચાલક સહિત ભરૂચ સી.ડી.વિઝન સહિત અંકલેશ્વર બી. ડિવિઝનના પી.આઇ અને પોલિસકર્મીઓ દોડી આવ્યા હતા.જેમણે પત્નીની વાત સાંભળી તેને સાંત્વના આપવા સાથે નદીમાં મોતની છલાંગ લગાવનાર એ.કે.સીંગની શોધ આરંભી છે.

કવાંટના હમીરપુર ખાતે યોજાનાર આદિવાસી એકતા મહા સંમેલનના સ્થળની મુલાકાત લેતા ધારાસભ્ય ચૈતર વસાવા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના હમીરપુર ખાતે ૩૦ મું આદિવાસી એકતા મહા સંમેલન યોજવાનું હોય દેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા એ રૂબરૂ મુલાકાત લીધી.

જેમાં આદમી પાર્ટીના દેડિયાપાડા નાં ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુર ખાતે જાન્યુઆરી મહિના ની ૧૩,૧૪,૧૫, તારીખ નાં રોજ યોજાનારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનાં સ્થળ ની મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ આપના રાધિકા રાઠવા તેમજ મોટી સંખ્યા માં આદિવાસી સમાજ નાં આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

  • રિપોર્ટર: વિમલ પંચાલ,ન્યુઝલાઇન,નસવાડી છોટાઉદેપુર

જો સમયે વીજળી-પાણી નહિ મળે તો..!દેડીયાપાડા MLA ચૈતર વસાવાએ સરકારને આપી ચીમકી

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી?

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં નર્મદા જીલ્લાની ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ જંગી બહુમતીથી જીત મેળવી હતી. જીત મેળવ્યા બાદથી તેઓએ પ્રજા લક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પોતાના વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. ચૈતર વસાવા પાસે દેડીયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો વીજળી અને પાણીને લાગતાં પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા.ચૈતર વસાવા તુરંત ખેડૂતો અને સરપંચો સાથે GEB કચેરીએ પહોંચી ગયા હતા.અને પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર કર્મચારીઓને સૂચના આપી હતી.

દેડીયાપાડાના MLA ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અહીંયાના DE અચાનક રજા પર ઉતરી ગયા છે, પૂરતો સ્ટાફ પણ નથી.અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, તો બીજી બાજુ DE કહે છે કે ગ્રાન્ટનો અભાવ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. તો આ બાબતે અધિકારીઓ જણાવે છે કે સુરતથી ટીમ મોકલી હું ચેક કરાવું છુ.નર્મદા ડેમ નજીકના ગામોમાં જ પાણી માટે લોકો વલખાં મારે છે.ખેતરમાં જ્યારે TC બડી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી.આ વિસ્તારમા સોલાર સીસ્ટમ નિષ્ફળ ગઈ છે.આદીવાસી વિસ્તારમા આટલી બધી તકલીફો પડે છે ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા એ મારે સરકારને પૂછવું છે.

દેડીયાપાડાના MLA ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં GEB સબ સ્ટેશન બનાવવા માટે સરપંચોએ 70/70 ની જમીનો ફાળવી ઠરાવ આપી દિધો હોવા છતાં સબ સેન્ટરો ફાળવવામાં આવ્યા નથી.ગુજરાતમાં ઉધોગોને જેવી રીતે મફતના ભાવે વીજળી મળે છે એવી રીતે ગુજરાતનાં તમામ લોકોને મફતના ભાવે વીજળી મળે એવી અમે સરકારમાં રજૂઆત કરીશું. આદીવાસીઓ સાથે સરકાર અન્યાય કરે છે, અસમાનતા રાખે છે. જો અમને સમય પર વીજળી અને પાણી આપવામાં નહિ આવે તો આવનારા સમયમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરીશું, નર્મદા ડેમ પર વીજળી ઉત્પન્ન થાય છે એ પાવર હાઉસ કબજે કરીશું એને નર્મદા ડેમની મુખ્ય કેનાલ પણ બંધ કરી દઈશું.

  • ખેતી લક્ષી વીજ કંપની જોડાણ માટે ખેડૂતો પાસે પૈસા માગવામાં આવે છે: ચૈતર વસાવાને ખેડૂતોની ફરિયાદ

ખેડૂતોએ MLA ચૈતર વસાવાને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ખેતી લક્ષી વીજ જોડાણ માટે પૈસા માંગવામાં આવે છે. એ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે થાંભલા રોપાય ત્યારે 1500 રૂપિયા, લાઈનો ખેંચાય ત્યારે 2000 રૂપિયા અને મીટર મુકાય ત્યારે 2500 રૂપિયા ખેડૂતો પાસેથી માંગવામાં આવે છે એવી મારી પાસે ફરીયાદ આવી છે.આગામી સમયમાં અમે GEB કચેરી ખાતે કર્મચારીઓની ઓળખ પરેડ કરીશું, જે અધિકારી અથવા કર્મચારીએ ખેડુત પાસે પૈસા લીધા હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે.

  • વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન, રાજપીપળા
error: Content is protected !!