ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર પત્નીની નજર સામે જ પતિની મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સાંજના સમયે બનતા પોલીસ વિભાગે પતિની શોધખોળ આરંભી છે.
આ ઘટનામાં આજે સાંજના ૬.૩૦ની આસપાસ અંકલેશ્વરના જીતાલીના રહેવાસી કે.પી.સીંગ નામનો યુવક પત્ની સાથે હોન્ડા બાઇક નં. જી.જે.૧૬-સી.જી.-૨૫૧૯ લઈને ભરૂચમાં સગાને ત્યાંથી ઉત્તરક્રિયામાં હાજરી આપી પરત ઘરે ફરી રહ્યો હતો. દરમિયાન અચાનક બાઇક નર્મદા મૈયા બ્રિજ ઉપર પહોંચતા જ પતિ એ.કે.સીંગે લઘુ શંકા કરવાના બહાને બાઇક રોકી અને જોત જોતામાં પત્નીની નજર સામે જ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.
જેની જાણ રાહદારીઓ દ્વારા સમાજ સેવક ધર્મેશ સોલંકીને કરતા તેઓ પણ નર્મદા મૈયા બ્રીજ ઉપર દોડી આવ્યા હતા.એ.કે. સીંગની પત્નીની બુમાબુમથી વાહનચાલક સહિત ભરૂચ સી.ડી.વિઝન સહિત અંકલેશ્વર બી. ડિવિઝનના પી.આઇ અને પોલિસકર્મીઓ દોડી આવ્યા હતા.જેમણે પત્નીની વાત સાંભળી તેને સાંત્વના આપવા સાથે નદીમાં મોતની છલાંગ લગાવનાર એ.કે.સીંગની શોધ આરંભી છે.