The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 37

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ઈ-શ્રમ કાર્ડ નોંધણી તથા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત્ત જન શિક્ષણ સંતાન ભરૂચ ખાતે આસીસ્ટન્ટ લેબર કમિશનર કચેરી ભરૂચ તથા જિલ્લા રોજગાર અધિકારની કચેરીનાં સંકલનમાં ઈ-શ્રમ કાર્ડ નોધણી અને કૌશલ્ય તાલીમમાં પાસ થયેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરવાનો કાર્યક્રમ અત્રેના સેન્ટ્રલ હૉલ ખાતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો.

કાર્યક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝયનુલ સૈયદે જણાવ્યુ કે, ઈ-શ્રમકાર્ડ આધાર કાર્ડની જેમ મહત્વપૂર્ણ કાર્ડ છે. તેનુ રજીસ્ટ્રેશન આપણી સંસ્થાના આઠ જેટલા સ્ટાફ સભ્યો દ્વારા કરાવવામાં આવશે.

દીપ પ્રાગટય બાદ પ્રવચન આપતાં જે.એસ.પરમાર મેનેજર લીડ બેન્ક એ જણાવ્યું કે, ઈ-શ્રમકાર્ડની શ્રમ મંત્રાલય ભારત સરકારનાં મંત્રી ભુપેન્દ્ર યાદવએ શરૂઆત કરાવેલ છે જે અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા કર્મયોગીઓકે જેઓ પ્રોવિડન્ડ્ફંડના લાભ મેળવતા નથી ઈન્કમટેક્ષ ભરતા નથી તેઓ ૧૬ વર્ષથી ૬૦ વર્ષની વયજુથનાં તમામ લોકો ઈ-શ્રમ કાર્ડ કઢાવી શકે છે તેનાથી વીમા યોજનાનો લાભ મળી શકે છે.પ્રાસંગિક પ્રવચન આપતા લેબર કમિશનર એ.એસ.ગાંધીએ ઈ-શ્રમકાર્ડની વિશેષતાઓ અંગે જણાવ્યું આ કાર્ડ થકી ભવિષ્યમાં મોટા લાભો પ્રાપ્ત કરી શકશે હાલ મિનિમમ વેજીસ કાયદા સિવાય શ્રમયોગીઓ માટે વિશેષ કાયદા ન હોવાથી સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ શ્રમ આઈડેન્ટીડી કાર્ડ તરીકે ઈ-શ્રમ કાર્ડની શરૂઆત કરવામાં આવી આનાથી એકસીડન્ટલ વીમા સહાય તથા આવનાર ઘણી બધી સરકારી યોજનાનો લાભ પણ પ્રાપ્ત કરી શકાશે આમાં એન્ટ્રી અને એકઝીટ બંન્ને ઓપન છે. સંસ્થા દ્વારા સ્થળ ઉપર રજીસ્ટર્ડ થયેલ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈ-શ્રમકાર્ડ વિતરણ કરાયા સાથે સાથે કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરી પાસ થયેલ તાલીમાર્થી ભાઈ-બહેનોને પ્રમાણપત્રો પણ અર્પણ કરાયા.

પ્રમુખ સ્થાનેથી સંબોધતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે, ઈ-શ્રમ કાર્ડ એ સમાજના અસંગઠીત કામદારો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક દેન છે તેઓ જયારે વડાપ્રધાન પદે બિરાજયા ત્યારથી આત્મ નિર્ભર ભારત માટેનુ સ્વપનું જોયું છે. જેથી શ્રમયોગીઓને આર્થિક તકલીફ દુર કરી તેને આત્મનિર્ભર બનાવીને સાથે આપણી બહેન દિકરીઓ જે સ્કીલ તાલીમ લઈને પ્રમાણપત્ર લઈને પોતે પોતાનો વ્યવસાય શરૂ કરે છે તેઓ માટે આ ઈ-શ્રમ કાર્ડ ઘણાં ઉપયોગી બનશે આગળ જતાં પોતાનું જીવનધોરણ સુધારી આર્થિક સ્થિતિમાં સુધાર લાવી શકશે.

ભરૂચ પોલીસ દ્વારા ત્રિદિવસીય ખેલ મહાકુંભનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત હળવું વાતાવરણ પ્રદાન કરવા પોલીસ એથ્લેટીક્સ મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. અતિ વ્યસ્ત અને સતત જવાબદારીના અહેસાસ વચ્ચે કામ કરતા પોલીસકર્મીઓ અને અધિકારીઓ સાથે તેમના પરિવારને પણ આનંદની પળો આ આયોજન થકી પ્રદાન કરવામાં આવી છે. ત્રિદિવસીય ખેલ મહાકુંભનો ભરૂચ SPના હસ્તે પ્રારંભ કરાયો હતો.

જિલ્લા પોલીસ પરિવારના વડા ડો. લીના પાટીલ એથ્લેટીક્સ મીટ 2023 ના ઉદ્ઘાટક હોય જેમને Horse Escorting સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આવકાર આપવામાં આવ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું છે. પોલીસ દ્વારા આયોજિત અવસર હોય એટલે પરેડ અચૂક યોજાતી હોય છે. ભરૂચ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેલ ઉત્સવની પરેડ યોજી હતી. આ પરેડે ખુબ આકર્ષણ જમાવ્યું હતું.

પોલીસ એથ્લેટીક્સ મીટમાં 100 થી 400 મીટર દોડ, રીલે દોડ, ઊંચી-લાંબી કુદ, ગોળ ફેક સહિતની રમતોનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાના 23 પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તો પોલીસ પરિવારના બાળકો અને સભ્યો માટે લીબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી સહિતની રમતો આયોજિત કરાઈ છે.

આજે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ પોલીસ અધિકારીઓ એકસાથે દોડતા દેખાય હતા. રમત ઉત્સવમાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ માટે અલગ અલગ અંતરમોં દોડનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પોલીસ તંત્રના ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમના અધિકારીઓ રનિંગ ટ્રેક ઉપર દોડતા નજરે પડયા હતા.જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ટ્રેક ઉપર દોડતા અધિકારીઓ અને કર્મચારીઓને નિહાળી તેમની ફિટનેસ પારખી હતી તો સાથે વિજેતાઓને બિરદાવ્યા પણ હતા. મોટી સંખ્યામાં જિલ્લા પોલીસના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોએ અલગ – અલગ રમતોમાં ભાગ લીધો હતો.

પોલીસકર્મીઓ 24 કલાક સાતેય દિવસ નોકરી કરે છે. તહેવારની ઉજવણીમાં આપણે સૌ વ્યસ્ત રહીએ છે અને મજા માણીએ છે તે સમયે પણ પોલીસકર્મીઓ તહેવામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહે છે. સતત વ્યસ્ત જીવન જીવતા પોલીસકર્મીઓએ આ એથ્લેટીક્સ મીટને મન ભરીને માણવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ આ એથ્લેટીક્સ મિટથી તેઓ હળવાશની પળો સાથે પોતાની ફિટનેસ પણ ચકાસી શકશે.

બે વર્ષથી લોકાર્પણ માટે તડફડતી ડેડિયાપાડાની સિવિલ!

આદિવાસી બાહુંલ્ય ધરાવતા ડેડીયાપાડા ખાતે ચાર વર્ષ પહેલાં ખાત મુહૂર્ત કરેલી અને બે વર્ષથી તૈયાર થઈ ગયેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેટલાક સમયથી ટલ્લે ચડ્યું છે. બે માળ ની અદ્યતન સુવિધાઓ સાથે બનેલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગના લોકાર્પણ માટે જાણે તરફડીયા ખાતું હોય એવું લાગી રહ્યું છે.305 જેટલા ગામોની અંદાજીત સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુખાકારી માટે નવી અદ્યતન સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ અદ્યતન બિલ્ડિંગમાં અંદાજીત બે કરોડના ખર્ચે અદ્યતન સાધનો પણ મુકવામાં આવ્યા છે.

પણ તંત્ર દ્વારા તેનો વિધિવત લોકાર્પણ ન થતા લોકોને તેનો કોઈ ફાયદો મળી રહ્યો નથી. અદ્યતન સાધનો જેવા કે એક્સ રે મશીન, અદ્યતન લેબોરેટરી, અદ્યતન બેડ વગેરે જેવી સુવિધા હોસ્પિટલમાં આપવામાં તો આવી છે, પરંતુ આ સાધનોને ચલાવવા માટે યોગ્ય તાલીમબદ્ધ ટેક્નિશિયનની ભરતી ન કરાતા આ સાધનો હાલ તો ધૂળ ખાતા નજરે પડે છે.તો બીજી બાજુ અધિક્ષક વર્ગ -1 અને વર્ગ -2 સહિતના તજજ્ઞ ડોકટર તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે. પૂરતા ડોક્ટરો તેમજ સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપલા કે ઝઘડીયા રીફર કરી દેવામાં આવે છે.

અકસ્માતના કિસ્સામાં એક્સ રે કઢાવવા માટે દર્દીઓએ અંકેલેશ્વર કે સુરત જેવા શહેરોમાં જવું પડે છે.ત્યારે ગરીબ અને મધ્યમવર્ગ માંથી આવતા આદિવાસી લોકોને મોંઘી ફી પોસાય એમ નથી. ત્યારે સરકાર દ્વારા ગરીબ વર્ગ સુધી પહોંચાડવામાં આવતી સેવાઓ જલ્દી તેમને ઉપલબ્ધ થાય તે જરૂરી છે. નવા સિવિલ હોસ્પિટલની લોકાર્પણ જલ્દી થાય તેમજ તેમાં ખૂટતા સ્ટાફની જગ્યાઓ જલ્દી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા  ચૂંટાયા બાદ નવમા દિવસે જ તેમના દ્વારા ડેડિયાપાડા સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં તેમણે તંત્રને ચેતવણી આપી હતી કે એક મહિનામાં નવા સિવિલ હોસ્પિટલમાં સુવિધા ન અપાય અને પૂરતો સ્ટાફ ભરવામાં ન આવે તો સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવામાં આવશે. તેમજ નવ નિર્મિત સરકારી સિવિલ હોસ્પિટલ નું લોકાર્પણ એક મહિનામાં ન થાય તો પ્રજાના તમામ પક્ષના પ્રતિનિધિઓને બોલાવી સાથે લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે ધારાસભ્યની ચીમકીની પણ તંત્રને કોઈ જ અસર ન થઇ હોય એમ લાગી રહ્યું છે.

  • ન્યુઝલાઇન રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

ભરૂચમાં પોલીસની જાસૂસીકાંડમાં અંતે 2 સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત 2 બુટલેગરો સામે ગુનો દાખલ

ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવનાર પોલીસ દ્વારા પોલીસની ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરો માટે મોબાઇલ લોકેશન વેચવાનાં જાસૂસીકાંડમાં 18 દિવસની તલસ્પર્શી તપાસ બાદ અંતે FIR દાખલ કરાઈ છે. બન્ને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સહિત બુટલેગરો મળી 4 આરોપી સામે

ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં ભરૂચ SP દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ચાલતી તપાસના અંતે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ SMC સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના 2 પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ DSP ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેમની સામે હવે ગુનો દાખલ કરાયો છે.

ભરૂચ SP પોલીસ વડા ડો. લીના પાટીલની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ ટીમના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પોલીસકર્મીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભરૂચ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ LCB તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના અધિકારીઓ અને કોન્સ્ટેબલની જાસૂસી કરી હતી. બુટલેગરોનો દારૂ ન પકડાય તે માટે પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરને જણાવી દેવાતા હતા.

SMC સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાય અને ભરૂચ SP તરીકે ડો. લીના પાટીલના પોસ્ટિંગ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં દારૂનો વેપલો ચલાવવો કપરો બનતા બુટલેગરો ભીંસમાં મુકાયા હતા. જેમણે પૈસાના જોરે પોલીસ પાસે જ પોલીસની જાસૂસી કરાવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપરાંત ભરૂચ LCB PI ફિલ્ડમાં હોય ત્યારે તેમના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોચાડી દેવામાં આવતા હતા. આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ કેટલાક બુટલેગરોનું દારૂના વેપલાનું નેટવર્ક નેસ્તનાબૂદ કરી શકી નહીં.

કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરેલ મૃતદેહ અંકલેશ્વરના ઉટીયાદરા ગામે મળ્યો

અંકલેશ્વરના ઉટીયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની હત્યા કરી ત્યજી દીધેલ મૃતદેહ મળી આવ્યો હતો.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાલી ગામ ખાતે રહેતા 20 વર્ષીય અભય નટવર પરમાર ગત 7 મી ફેબ્રુઆરી ની સાંજે 7:30 વાગ્યા થી ધરે થી નીકળ્યા બાદ ગુમ થઇ ગયો હતો. પરિવાર અભય ને શોધી રહ્યો હતો દરમિયાન અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામ ખાતે પસાર થતી નહેર માં બુધવાર ના બપોરે 1:30 કલાકે નહેર પાસે આવેલા ખેતર માલિક અશ્વિન પટેલ એ અંકલેશ્વર પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.

યુવકના માથા તેમજ કપાળમાં તીક્ષણ હથિયાર વડે ઘા કરી કૂવામાં ફેંકી દીધેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે યુવાનના વર્ણન અને ફોટો સાથે તપાસ શરુ કરતા યુવાન તરસાલીનો અભય નટવર પરમાર હોવાનું સામે આવ્યું હતું મૃતક અભય ની માતા રતનબેન પરમાર ની ફરિયાદ આધારે અજાણ્યા ઈસમો સામે અગમ્ય કારણોસર હત્યાનો ગુનો દાખલ કરી પી.એસ.આઈ. એન.એચ. વાઢેર એ વધુ તપાસ શરુ કરી હતી.પોલીસે ફરાર થઇ ગયેલાં હત્યારાઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી દીધી છે.

અભય ઉર્ફે અભી નટવર પરમાર સામે ઉટીયાદરા ગામ નજીક રોડ પર કોસંબાના યુવાનને લૂંટી લેવાનો ગુનો કોસંબા પોલીસ મથકે નોંધાયો હતો તેમજ અન્ય એક લૂંટ સહીત અનેક ગુના માં તેની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે તેની હત્યા તેના જ સાથીદાર દ્વારા કરાઈ હોવાની આશંકા પણ સેવાઇ રહી છે.

જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ ભરૂચ કલેકટરને પાઠવ્યું આવેદન

ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આજરોજ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું ખેડુત સમનવય સમિતિના બેનર હેઠળ જિલ્લાનાં ખેડુતો મોટી સંખ્યામા ક્લેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા.

ખેડુતોએ સૂત્રોચ્ચાર કર્યાં હતા સાથે જ  ખેડુત અગ્રણીઓએ જણાવ્યુ હતું કે હાલમા સરકાર દ્વારા જે જંત્રી બહાર પાડવામા આવી છે. તેની સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોને કોઇ લેવાદેવા નથી. ખેડુતો તેમના હકકનુ વળતર માંગી રહ્યાં છે આ તમામ રજુઆત કલેકટરને સંબોધીને પાઠવાયેલ આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં વધુમા જણાવવામાં આવ્યું હતું કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જે રીતે ખેડુતોને જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું તે મુજબ ભરુચ જિલ્લાના ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાના ખેડુતો ખુશીથી જમીન સોંપી દેશે. ખેડુત અગ્રણીઓએ એમ પણ જણાવ્યુ કે ભરૂચ જિલ્લાના પુનગામની જમીન અંગે જે વળતર નક્કી કરવામાં આવ્યુ હતું તે અંગે પાછળથી NHAI દ્વારા ત્યારબાદ કાનૂની કાર્યવાહી કરી NHAI ની કાનુની કાર્યવાહીને ખેડુતો વિશ્વાસઘાત સમાન પણ ગણાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા યોજાયો લોન મેળો

ભરૂચ જિલ્લાના સામાન્ય નાગરીકો વ્યાજખોરોના ચુંગાલમાં ન ફસાય અને તેમેને તેમેની જરૂરીયાત મુજબ બેંકમાંથી જ સરકારી વિવિધ યોજનાઓ હેઠળ ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ થાય તે હેતુસર આજરોજ જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે વિવિધ સરકારી એજન્સીઓ જેમાં કલેકટર કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નગરપાલિકા તથા વિવિધ બેંકો સાથે મળીને નાના ધંધાવાળા વેપારીઓ જેમકે ફેરિયાઓ, પાનના ગલ્લા શાકભાજીની લારીવાળા જરૂરિયાત મંદ લોકોને લોન લેવા માટે એક જ સ્થળે બધી બેંકો તથા સરકારી વિભાગોમાંથી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટની દરેક પ્રક્રિયાની સમજ મળી રહે અને લોન તથા અન્ય સરકારી લાભો લેવા માટે જરૂરી ફોર્મ ભરવાની કાર્યવાહીમાં આસાની રહે તેના માટે દરેક એજન્સીઓના સ્ટોલ લગાવી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.

આ આયોજનમાં આશરે ૩૦૦ થી પણ વધુ લોકોએ હાજર રહી સમજ મેળવી અને જરૂરી માહિતીઓ મેળવેલ. જેમાં લોન લેવી આધાર કાર્ડ અપડેટ કરવા, આયુષ્માન કાર્ડ મેળવવા- અપડેટ કરવા, શૈક્ષણિક લોન મેળવવી વગેરેના સ્ટોલ રાખવામાં આવેલ જેમાં 236 જેટલા લોકોએ વિવિધ સ્ટોલ પરથી રૂબરૂમાં માહિતીઓ મેળવી.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ડીવાયએસપી આર આર સરવૈય, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, લીડ બેંક મેનેજર જીગ્નેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કાર્યક્રમનું સંચાલન જગદિશ પરમારે કર્યું હતું.

આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ૩ વખત મેડલ મેળવી દ્રષ્ટિ વસાવાએ ભરૂચનું ગૌરવ વધાર્યું

રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવા ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા. જ્યારે નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારી દ્રષ્ટિ વસાવા પ્રથમ રમતવીર બની છે.

આવનારા વર્ષ 2026માં દરિયાપાર યોજાનાર ઓલમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે.  9મી નેશનલ આઇસ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત મેડલ મેળવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇન્ડિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત 9મી “આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-2023”નું ગુલમર્ગ કાશ્મીર ખાતે 2 થી 4 ફેબ્રઆરી યોજાઈ હતી.

જેમાં ભારતના કુલ 18 રાજ્યએ ભાગ લીધો હતો.તેમાં ગુજરાત રાજ્યથી 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ , 2 સિલ્વર, 1 બ્રોન્ઝ અને ટીમ ટાર્ગેટમાં 1 સિલ્વર, 2 બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-2023માં ગુજરાત રાજયને નામનાં અપાવી હતી. આ 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેપિયનશિપ-૨૦૨૩માં ગુજરાત રાજ્યમાંથી 8 વિધાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા છે.

પોતાના અનુભવને આગળ વધારીને સિનિયર ગર્લ દ્રષ્ટિ વસાવા તથા ગુજરાતની ટીમના કોચ વિકાસ વર્માએ પુરી ટીમ તૈયાર કરી કુલ-20 ખેલાડીની ટીમ સાથે પુરા આત્મવિશ્વાસથી રમતમાં પોતાનું કૌશલ્ય દાખવતા ગુજરાત તરફથી ભાગ લીધો હતો પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે કાશ્મીરનું તાપમાન 7 ડિગ્રી હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ ખૂબ સારૂ પ્રદર્શન કરી દરેક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમને આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસીએશન ગુજરાતના પ્રેસિડેન્ટ મહેશભાઈ વસાવા અને સેકેટરી રંજનબેન વસાવા તરફથી શુભેચ્છા પાઠવી હતી.

અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી વિદેશી શરાબના જથ્થા સાથે ૩ ઝડપાયા

ભરૂચ જિલ્લા માં બેફામ બનેલા બુટલેગરો ની કરતુતો અટકવાનું નામ ન લેતી હોય તેમ અવારનવાર લાખોની કિંમત નો વિદેશી શરાબ જિલ્લા માં ઘુસાડવાનો સડયંત્ર નો પ્રદાફાશ થઈ રહ્યો છે, જિલ્લા માં છેલ્લા બે માસ માં જ અનેક સ્થળે પોલીસ વિભાગે  દરોડા પાડી કેટલાય બુટલેગરો ને જેલ ના સળિયા ગણતા કર્યા છે. તેવામાં વધુ એક સફળ દરોડા માં ક્રાઇમ બ્રાંચ દ્વારા લાખોની કિંમત નો વિદેશી શરાબ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ ને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર અન્સાર માર્કેટ પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન માં વિદેશી શરાબ નો જથ્થો ભરેલ ટેમ્પો ની તલાસી લેતા તેમાંથી મોટા પ્રમાણ માં શરાબ નો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચ ની ટીમેં ટેમ્પો નંબર MH, 04,FD 9752 માંથી વિદેશી શરાબ તેમજ બિયર ના ટીન મળી કુલ -7363 નંગ બોટલો મળી 11,62,000 નો મુદ્દા્મલ નો કબ્જો લઈ મામલે અંકલેશ્વર ના કાગડી વાર વિસ્તારમાં રહેતા બુટલેગર સુજાત ખાન બસીર ખાન પઠાણ,નાઝીમ બસીર ખાન પઠાણ અને ખલિલ ખાન બસીર ખાન પઠાણ  સહિત ટેમ્પો ના ચાલક ને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરમાં ગાડીઓમાંથી 5 બેટરીની ચોરી કરનારા 3 તસ્કરો ઝડપાયા

અંકલેશ્વર GIDC પોલીસે લાયકા ચોકસી ઉપર આવેલી જીત ટ્રાન્સપોર્ટ ઓફિસની આગળ પાર્કિંગમાં ઉભેલી ચાર ગાડીઓમાંથી પાંચ બેટરીની ચોરી કરનારા ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની બેટરી રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર GIDCમાં લાયકા ચોકડી પાસે જીત લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટની ઓફીસ આવેલી છે. જેમાં 30મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધીના સમયમાં ટ્રાન્સપોર્ટની ઓફિસની બહાર ચાર ગાડીઓ પાર્ક કરેલી હતી. સમય અને તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ત્રાટકી એક ટેન્કરમાંથી એક્સાઇડની બે બેટરીઓ કિંમત રૂ. 18,000, આઇસર ટેમ્પામાંથી એક એક્સાઇડની બેટરી કિં રૂ. 8,500, બીજા એક આઇસર ટેમ્પોમાંથી એક એમરોન બેટરી કિં. રૂ. 6,500 અને ત્રીજા આઇસર ટેમ્પોમાંથી પણ એક એમરોન બેટરી કિંમત રૂ. 6,500 મળીને કુલ 39,500ની પાંચ બેટરીઓ ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતાં.

આ મામલે જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બેટરીઓની ચોરીઓ કરનારા ૩ તસ્કરો શાહબુદીન શબીર દિવાન, સુખદેવ જયંતી વસાવા અને સતીષ આનંદા પરમેશ્વરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલી બેટરીઓ નંગ 5 પણ જમા લીધી હતી. આ ત્રણેય વિરુદ્ધ ચોરીની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરાઈ છે.

error: Content is protected !!