ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તેમનો 55 મો જન્મદિવસ સેવા એ જ સમર્પણના પક્ષના આદર્શ તેમજ વિચારધારા મુજબ જરૂરિયાતમંદો તેમજ વંચિતો સાથે દિવસભર વિવિધ કાર્યકમો થકી જન્મદિવસ ઉજવ્યો હતો.
જન્મદિવસની શરૂઆત ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌપૂજનથી કરી હતી.ધર્મપત્ની અને પરિવાર સાથે ગાય માતાનું પૂજન, અર્ચન કરી ગૌમાતાને ઘાસચારો ખવડાવ્યો હતો. પાંજરાપોળ ખાતે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિનાબા યાદવ, મંત્રી નિશાંત મોદી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ચિરાગ ભટ્ટ, સુરભીબેન તમાકુવાલા સહિતના ભાજપના આગેવાનો, નગરસેવકો અને શુભચિંતકોની ઉપસ્થતિ વચ્ચે કેક કાપી હતી.
ત્યારબાદ નવાડેરા દત્ત મંદિર ખાતે પૂજન અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. સોનેરી મહેલ ખાતે જરૂરિયાતમંદોને જન્મદિન નિમિતે મારુતિસિંહ અટોદરિયાએ અન્ય મહાનુભવોની હાજરીમાં અકસ્માત વીમો અને ઇન્સ્યોરન્સનું વિતરણ કર્યું હતું.સાથે ભોલાવ ખાતે યુવા મોરચા આયોજિત સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતા કીટ વિતરણના કાર્યકમમાં તેઓ જોડાયા હતા. બપોરે ચિલ્ડ્રન હોમના બાળકો સાથે જિલ્લા પ્રમુખે જન્મદિવસ ઉજવી તેઓને ભોજન કરાવ્યું હતું અને જરૂરી ચીજવસ્તુઓનું આ બાળકોને વિતરણ કર્યું હતું. જે બાદ બપોરે દુબઇ ટેકરી મહાદેવ મંદિર ખાતે યુવા મોરચા તેમજ 7X ગ્રુપ દ્વારા તેમના જન્મદિને આયોજિત મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને માં કાર્ડનું વિતરણ કર્યું હતું.