ભરૂચ જિલ્લા માં બેફામ બનેલા બુટલેગરો ની કરતુતો અટકવાનું નામ ન લેતી હોય તેમ અવારનવાર લાખોની કિંમત નો વિદેશી શરાબ જિલ્લા માં ઘુસાડવાનો સડયંત્ર નો પ્રદાફાશ થઈ રહ્યો છે, જિલ્લા માં છેલ્લા બે માસ માં જ અનેક સ્થળે પોલીસ વિભાગે દરોડા પાડી કેટલાય બુટલેગરો ને જેલ ના સળિયા ગણતા કર્યા છે. તેવામાં વધુ એક સફળ દરોડા માં ક્રાઇમ બ્રાંચ દ્વારા લાખોની કિંમત નો વિદેશી શરાબ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ ને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર અન્સાર માર્કેટ પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન માં વિદેશી શરાબ નો જથ્થો ભરેલ ટેમ્પો ની તલાસી લેતા તેમાંથી મોટા પ્રમાણ માં શરાબ નો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચ ની ટીમેં ટેમ્પો નંબર MH, 04,FD 9752 માંથી વિદેશી શરાબ તેમજ બિયર ના ટીન મળી કુલ -7363 નંગ બોટલો મળી 11,62,000 નો મુદ્દા્મલ નો કબ્જો લઈ મામલે અંકલેશ્વર ના કાગડી વાર વિસ્તારમાં રહેતા બુટલેગર સુજાત ખાન બસીર ખાન પઠાણ,નાઝીમ બસીર ખાન પઠાણ અને ખલિલ ખાન બસીર ખાન પઠાણ સહિત ટેમ્પો ના ચાલક ને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.