અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે. તેઓએ અંકલેશ્વર હવેલી ફળીયા ખાતે રહેતા પરેશ જયંતી અમીન પાસેથી 5.78 લાખ વ્યાજે લીધાં હતાં. પુરોહિત પરિવારે જમીન પર લોન લઇને પરેશ અમીનને 9 લાખ ચુકવી દીધાં હતાં. જે બાદ પણ પરેશે રૂપિયાની માગણી ચાલુ રાખતા પરિવાર ભયમાં આવી ગયો હતો.

​​​​​​​કોરોના દરમિયાન 5 મી મે 2022 ના રોજ ચેકમાં 30 લાખ લખીને ચેક બાઉન્સ કરવી અંકલેશ્વર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરી દીધો હતો. જે બાદ પિતા પુત્ર કોર્ટમાં ગત તારીખ 26 મી સપ્ટેમ્બર 2022 ના રોજ તારીખ પર પેરાલિસિસ વાળા પુત્રને લઇ તારીખ પર હાજર રહ્યા બાદ તેઓ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભરૂચી નાકા પાસે તેમને રોકી પુનઃ ધમકી આપી હતી. આ બનાવ અંગે પરેશ અમીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here