ભરૂચ એલસીબીએ પટેલ વેલ્ફેર હોસ્પિટલની સામે આવેલ લક્ષ્મીનગરમાં આવેલા રહેંણાક મકાનમાંથી 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી પાડયા હતા.
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પટેલ વેલ્ફેર હોસ્પિટલની સામે આવેલ લક્ષ્મીનગરમાં આવેલ રહેંણાક મકાનમાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડયા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, મોબાઈલ ફોન સહિત રોકડ મળી કુલ રૂ. 53 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જુગારી ઇસ્માઇલ ઉર્ફે રાજુ બાલુશા દીવાન, રહીમ નુરમહંમદ શેખ, નુરમહંમદ મલેક, ઉમરૂદીન શેખ, રહેમતુલ્લા શેખ, નજીર પટેલ, રાશિદખાન પઠાણને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.