The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 35

મન હોય તો માળવે જવાય : એક અંધ પણ કરી શકે માં નર્મદાની પરિક્ર્મા

નમામી દેવી નર્મદે ભારત દેશમાં નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવી હોવાથી દેશ-વિદેશીના ભક્તો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે મધ્ય પ્રદેશમાં રહેતા અને જન્મ જાત અંધ એવા નીલેશ ધંગર એમ.એ. રાજનીતિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે જેઓ ટચિંગ સોફટવેરના આધારે પોતાનો મોબાઈલ ફોન પણ ઓપરેટ કરે છે.

નીલેશ ધંગરે ૨જી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મધ્ય પ્રદેશના બુધાની ઘાટથી નર્મદા પરિક્રમા શરૂ કરી છે. જેઓએ એકલા જ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા છે. તેઓ દિવસમાં ૨૦થી ૨૫ કિમી સુધી પદયાત્રા ખેડે છે. જો કએ તેમને થોડા દિવસથી સામાજિક સહયોગ મળ્યો છે.મધ્ય પ્રદેશથી નર્મદા પરિક્રમા કરી રહેલ અંધ પરિક્રમાવાસી ભરૂચ જીલ્લામાં પ્રવેશ કર્યો છે. જેઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી થઇ શહેરમાંથી પસાર કરતા સામાન્ય નાગરિકો આ અનોખા પરિક્રમા કરતા પરિક્રમાવાસીને જોઈ વિસ્મયમાં મુકાઇ ગયા છે.

નનામા પત્ર અને BJP સાંસદના નિવેદન મુદ્દે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે જારી થયેલ નનામા લેટર બાદ સોમવારે તેઓએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું હતું કે, નર્મદા જિલ્લાના તમામ પક્ષના નેતાઓ હપ્તાખોર છે. BJP સાંસદના આરોપોથી આગળ દેડિયાપાડાના ધારાસભ્ય નીકળી ગયા છે. તેઓએ પોતાના પત્રમાં હપ્તાખોરોના નામ જાહેર કરી દીધા છે.આદિવાસી નર્મદા જિલ્લો હાલ રાજકારણમાં રાજ્યમાં હોટસ્પોટ બની રહ્યો છે. પેહલા BTP, કોંગ્રેસ અને ભાજપના નેતાઓના એક બાદ એક વિવાદાસ્પદ સ્ફોટક નિવેદનો અને આક્ષેપ તેમજ આરોપબાજીઓ જામતી હતી. ભરૂચના 6 ટર્મથી BJP સાંસદ મનસુખ વસાવા વર્ષોથી તેમની નિખાલસ વાણી, સ્પષ્ટ વાત અને સ્ફોટક નિવેદનો તેમજ લેટર બૉમ્બને લઈ હંમેશા ચર્ચામાં રહ્યા કરે છે. હવે તેમાં દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાઈ ગયા છે.

દેડિયાપાડા AAP ના MLA ચૈતર વસાવાએ ભરૂચ MP મનસુખ વસવાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાંસદે પત્ર લખી તથા પ્રેસ મીડિયાને સંબોધીને નર્મદા જિલ્લાના ભાજપ , કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.આ નેતાઓમા નામ જોગ દેડિયાપાડાના ધારાસભ્ય , પૂર્વ MLA મોતી વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ શંકર વસાવા , નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા , નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ , તથા નાનાભાઈ રવિ દેશમુખ , કોર્પોરેટર વીરુ દરબાર અને પાર્ટીના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદ્દાર હોવાના આરોપો લગાવ્યા છે.જેનાથી આપ MLA ના પરિવાર , સગા સબંધીઓ , સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહી હોવાનું ચૈતર વસાવાએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાંસદે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબતનો રૂબરૂ પુરાવા સાથેનો ખુલાશો અનિવાર્ય બની રહે છે તેવી કેફિયત લેટરમાં વ્યક્ત કરી છે.AAP ના ધારાસભ્યએ BJP ભરૂચ MP ને પત્ર મળ્યે પછી દિન 3 માં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે સાંસદની અધ્યક્ષતામાં તેઓ, પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદ્દાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરવા માંગણી કરી છે. જો તેમ નહિ કરાઈ તો 7 દિવસ પછી તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ BJP સાંસદ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

ભરૂચ સાયબર ક્રાઇમે કર્યો કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ

      • સોનામાં રોકાણના બહાને છેતરપીંડી કેસમાં સુરતના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર સહિત ગેંગના 6 ઝબ્બે
    •  

      આ ગેંગ રોકાણકારોને લોભ લાલચ આપી પૈસા ન ઉપાડવા માટે જણાવી વધુ ટ્રેડીંગ કરવાનું કહેતી. અંતે જ્યારે ભોગ બનનાર પૈસા રીટર્ન મેળવવાની માંગણી કરે ત્યારે આ કામના આરોપીઓ દ્વારા તેઓની વેબસાઇટ તેમજ ઇન્ટરનેશન વોટ્સએપ મોબાઇલ નંબરો બંધ કરી છેતરપીંડી આચરાતી.આ ટોળકી લેબરવર્ક તેમજ છુટક મજુરી કામ કરતા વ્યક્તિઓના મિત્રનો સંપર્ક કરી આર્થીક રીતે નબળા વ્યક્તિઓને લોન આપવા માટેના ખોટા પેમ્પ્લેટ છપાવી ટાર્ગેટ કરતી. ડમી મોબાઇલ નંબરો લખી લોન અપાવાના બહાને તેઓનો સંપર્ક કરી એક જગ્યાએ ભેગા કરતા. ત્યારબાદ આ કામના આરોપીઓ ભેગા થઇ ગુનામાં પકડાયેલ બેંકના ડેપ્યુટી મેનેજરને કમીશન આપી તેના થકી અન્ય અલગ અલગ બેંકોના મેનેજરોનો સંપર્ક કરતા.

    •  

      જેમાં લોન ઇચ્છુક વ્યક્તિઓના આધાર કાર્ડ તેમજ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ઓપન કરતા. ગેંગ દ્વારા લોન ઇચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલતા તેઓના મોબાઇલ નંબર ઉપર આવતા OTP નંબર ખોટી રીતે મેળવી લઇ તેમાં મોબાઇલ નંબર ATM સેન્ટરમાં જઇ બદલી દુબઇના તેમજ દુબઇ ખાતે મોકલાવેલ પ્રી – એક્ટીવ મોબાઇલ નંબરો રજીસ્ટર્ડ કરતા. ખુલેલ તમામ બેંક એકાઉન્ટોનું ઓનલાઇન એક્સેસ મેળવી લેતા. લોન ઇચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એ.ટી.એમ. કાર્ડ , ચેક બુક , પાસબુક વિગેરે મેળવી લઇ બેંક એકાઉન્ટની માહીતીની PDF ફાઇલ બનાવી દુબઇ ખાતે મોકલી આપતા હતા.  આ આરોપીઓ પોલીસ પકડથી દુર રહેવા માટે ડમી સીમકાર્ડ ( પ્રી – એક્ટીવ ) નો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા. અમુક નંબરોનો જથ્થો દુબઇ ખાતે મોકલી આપતા. આ કામના એક આરોપી દ્વારા સુરત વિસ્તારમાં સીમકાર્ડ વેચવા માટે છત્રી ( સ્ટોલ ) લગાવી અન્ય આરોપીઓને પ્રી – એક્ટીવ સીમકાર્ડનો જથ્થો પહોંચાડવા માટે લેબરવર્ક તેમજ મંજુરી કામ કરતા વ્યક્તિઓનો ઉપયોગ કરાતો. જ્યારે નવો સીમકાર્ડ લેવા અથવા મોબાઇલ નંબરને પોર્ટઆઉટ કરવા માટે જતા જે સમયે એક વ્યક્તિના અલગ અલગ બહાના હેઠળ વારંવાર ફીંગર પ્રિંટ તેમજ લાઇવ ફોટો લઇ લેવાતા. તેઓના નામે જુદી જુદી કંપનીના સીમકાર્ડ એકટીવ કરાવી લેતા અને આવેલ વ્યક્તિને ફકત એક જ સીમકાર્ડ આપતા હતા. અન્ય સીમકાર્ડ ગુનાના અન્ય આરોપીઓને પહોચાડતા.

      ગોલ્ડ સ્કીમ કરોડોના કૌભાંડમાં ઝડપાયેલા ગુનેગારોમાં અબ્દુલ રહેમાન ઉર્ફે બાપુ શબ્બીર હુશેન સૈયદ ઉ.વ. 34 ધધો – ખાનગી નોકરી રહે , 5/870 કળજુગ મહોલ્લો હરીપુરા કાંસકીવાડ પીરછડી રોડ સુરત,સકલૈન સરફુદીન શેખ ઉં.વ. 25 , ધંધો : બેકાર , રહે .201 , કોહીનુર એપાર્ટમેન્ટ , નાનપુરા , સુરત,સદામ મહેમુદ શેખ ઉ.વ. 27 ધંધો- રીક્ષા ડ્રાઇવર , રહે .બી -36 રૂમ નં -3 EWS આવાસ , ભેસ્તાન ડીંડોલી , સુરત,કૃષ્ણકુમાર ઉર્ફે બિટ્ટુ કમલેશ કુમાર તિવારી ઉ.વ. 42 ધંધો- આસિસ્ટન્ટ મેનેજર , કોટેક મહિન્દ્રા બેંક , ઘોડ – દોડ રોડ , સુરત,યાસીન ઇકબાલ સત્તાર વ્હોરા , ઉ.વ. 26 ધંધો- વેપાર રહે . 301 આકીબ એજાજ એપાર્ટમેન્ટ ફુલવાડી ભરીમાતારોડ નજીક સુરત,સોહેલ મેહમુદ મલેક ઉ.વ. 37 ધંધો – સીઝર રહે . દાદાભાઇ નગર , ગામ – કઠોર , તા . કામરેજ , જી.સુરત,

ભરૂચમાં ગટરોની ગંદકીના ઢગ સિટી સર્વે કચેરી માર્ગ અને હોસ્ટેલ પર ઠાલવાતા પ્રજા ત્રાહિમામ

એક માર્ગ પરથી બીજા માર્ગ અને હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંદકીનો ખડકલો કરતી પાલિકાની કામગીરી સામે ઉઠતાં સવાલો

ભરૂચના હાર્દસમા વિસ્તારની 40 વર્ષ જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા ₹2.95 કરોડના ખર્ચે 900 મીટરનો પેવર બ્લોક રોડ બનાવવા હાલ કામગીરી ચાલી રહી છે.જોકે પાલિકાના અણઘડ આયોજનનો ભોગ આ વિસ્તારના વેપારીઓ, દુકાનદાર અને વાહનચાલકો તેમજ સીનીયર સિટીઝન બની રહ્યાં છે.પાલિકા દ્વારા ગટરોનો કચરો ઠલવતા અતિશય દુર્ગન્ધના પગલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

ભરૂચમાં ડ્રેનેજ લાઈન માટે દિવસો સુધી રસ્તાની એક બાજુ ખોદી કાઢ્યા બાદ હવે વર્ષો જૂની પાંચબત્તી-સેવાશ્રમ માર્ગની ડ્રેનેજોની સફાઈ કામગીરી કરાઈ રહી છે.ડ્રેનેજોમાંથી ગંદકી કાઢી તેના થર પાનમ પ્લાઝાથી સિટી સર્વે જવા વાળા માર્ગ પર તથા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નાખી દેવાયા છે. હવે આના લીધે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ તેમજ હોસ્ટેલ ઉપર ચાલવા અને રમવા આવતા લોકોને અતિશય દુર્ગન્ધનો સામનો કરવો પડવા સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટરને અપાયું આવેદન

ભરૂચ ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલાં નુકસાનીના વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખેડૂતો દ્વારા અપાયેલ આ આવેદનમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં વાવાઝોડા સાથે જે કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ઉભા પાક જેવાકે ઘઉં,બાજરી,જુવાર,દીવેલીયા,કપાસ વિગેરે કેત પેદાશોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. તદુપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ કેરી,ચીકુ જેવા પાકોમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેનું યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે સરકારની જે ગોડાઉન માટેની ઇ-ખેડૂત પોર્ટલ પર યોજના છે તે પણ ફક્ત ને ફક્ત ખેડૂતોને ભ્રમીત કરવા માટેની લાગી રહી હોય ભારતીય કિસાન સંઘના ખેડૂતો આ યોજનાનો સખત વિરોધ કરવા સાથે આ યોજનામાં સુધારો કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

સુરતનું એકમાત્ર માઇ મંદિર જ્યાં થાય છે 64 ખંડની વિધિ

ભારતમાં કરોડો ભારતીયોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે અને દેશના દરેક મંદિરો પોતાની અલગ માન્યતાને લઈને પ્રખ્યાત હોય છે. પરંતુ ઘણા મંદિરો એવા પણ છે કે જે તેમના ખાસ પ્રસાદને લઈને પણ જાણીતા છે. સુરત શહેરમાં પણ 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું અંબાજી માતાજીનું એવું મંદિર છે . જે 64 ખંડની પૂજા માટે જાણીતું છે.

સુરતમાં ચૌટાપુલ ખાતેના પૌરાણિક અંબાજી મંદિરમાં આજે પણ 64 ખંડની પરંપરા ઉજવાઈ છે જે છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમય થી ચાલતી આવી છે. ખાસ કરીને જેમને સંતાન ન થતા હોય તેવી પરણિત મહિલાઓ માતાજીનો ખંડ ખાય છે.પરંતુ અહિં ઈચ્છાપુરી કરવા માટે વ્રત કર્યા બાદ પ્રસાદ માટે નામનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે.

અહિં 64 ખંડનો પ્રસાદ લેવા માટે અગાઉથી નામ નોંધાવું પડતું હોય છે. આમાં એ જ બહેનો બેસે છે જેમના લગ્ન થઈ ગયા છે પરંતુ સંતાન નથી. ઉપરાંત કોઈના લગ્ન થતા ન હોય, જે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હોય. આ પરંપરા પૂર્ણ કરવાથી માનતા પણ પૂર્ણ થાય છે એવી લોકોમાં આસ્થા છે. અહીં માત્ર સુરતથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરના તેમજ મુંબઈ થી પણ મહિલાઓ ખાસ આ પૂજા કરાવવા માટે આવે છે.

ઘઉંની રોટલી ઉપર ચણા, વડુ, લાપસી, શાકભાજી, વગેરે 7 વાનગી મૂકીને માતાજીનો ખંડ તૈયાર કરવામાં આવે છે. ખંડ તૈયાર થયા પછી તેની ઉપર ખાસ કરીને લોટનો દિવો પ્રગટાવી મુકવામાં આવે છે. જે તૈયાર થયા પછી તેને પરદો કરીને માતાજીને ધરાવવામાં આવે છે. માતાજી જમે ત્યારબાદ જ આ નિવેદ્ય ખંડને પ્રસાદી સ્વરૂપે ભક્તોના આપવામાં આવે છે.

અંકલેશ્વર પીરમણ ખાતે આમલાખાડીમાં બન્યા ગુલાબી પાણીના ફીણ !

ગત રોજ પણ પીરામણ પાસેથી પસાર થતી આમલખાડીમાં ગુલાબી કલરના પ્રદુષિત અને દુર્ગંધવાળા વેહતા પાણી છોડવામાં આવતા ગ્રામજનો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.

જેથી પીરામણના ગ્રામજનો અને સામાજિક સંસ્થા દ્વારા પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ બાબતની તપાસ કરાઈ હતી. તપાસના અંતે માલુમ પડ્યું હતું કે, નોબલ માર્કેટ તરફથી આ ગુલાબી અને પ્રદુષિત પાણી આવી રહ્યું હતું. ગ્રામજનોએ આવી ગેરકાયદેસર રીતે પ્રદુષિત વેસ્ટને વેચનાર ઓદ્યોગિક એકમો તેમજ ગેરકાયદેસર રીતે ખરીદનાર, સંગ્રહ કરનાર અને નિકાલ કરનાર તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાઈ છે.

ભરૂચમાં કોંગ્રેસ સંકલ્પ ધરણાં કરે તે પેહલા જ 30 થી વધુ કાર્યકરો ડિટેઇન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ રવિવારે રાહુલ ગાંધી સામે કરાયેલી કાર્યવાહીના વિરોધમાં ધરણાંનો કાર્યકમ જાહેર કરાયો હતો.ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ધરણાં સ્થળે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગી આગેવાનો પોહચે તે પેહલા જ પોલીસનો કાફલો ખડકાઈ ગયો હતો. સંકલ્પ ધરણાં કરવા જતાં પેહલા જ કોંગી આગેવાનોની સેવાશ્રમ રોડ પરથી જ પોલીસે અટકાયતનો દોર શરૂ થઈ ગયો હતો.

જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ આરોપ લગાવ્યા હતા કે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર કાનૂનને હાથો બનાવી કોંગ્રેસનો અવાજ દબાવી રહી છે. જે સામે ભારે નારાજગી સાથે સુત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, શહેર પ્રમુખ હરીશ પરમાર, સમસાદ અલી સૈયદ, સંજય સોલંકી, રાજેન્દ્રસિંહ રણા, સુલેમાન પટેલ, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત 30 થી વધુ કોંગી આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી. કાળી તલાવડી જિલ્લા તાલીમ ભવન ખાતે ડિટેઇન કરાયેલા આગેવાનોને લઈ જવાતા તેઓએ ત્યાં ધરણાં કરી પોતાનો આક્રોશ પ્રદર્શિત કર્યો હતો.

ભાજપ ધારાસભ્યને માત્ર ચપરાસી તરીકે રાખે છે.. બોલ્યા ઈસુદાન ગઢવી

– ઈસુદાન હજી બચ્ચું, ચૈતર એક નંબરનો ગદ્દાર અને પોપટ કહ્યું મનસુખ વસાવા

લોકસભાની ચૂંટણીને લઈ હવે ગુજરાતમાં આદિવાસી દેડિયાપાડા તાલુકાથી રાજકીય ખેલ તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થઈ ગયા છે.આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે રવિવારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આગામી ચૂંટણીઓને લઈ કાર્યકરો સાથે બેઠક અને જાહેરસભા યોજી હતી.

બેઠકમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાને ભાજપ માત્ર ધારાસભ્યોને ચપરાસી તરીકે રાખે છે નો ગંભીર આક્ષેપ કર્યો હતો. ભાજપના 156 ધારાસભ્યો અને અન્ય 3 ને બોલવાનો, પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી. 27વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ હોય તંત્ર પણ કઠપૂતળી બની ગઈ હોવાની કેફિયત વ્યક્ત કરી હતી.

બેઠકમાં ચૈતર વસાવાએ ભાજપના ભરૂચના સાંસદ 6 ટર્મથી સાંસદ હોવા છતાં વિકાસ થયો ન હોય. ઉધોગોમાં સ્થાનિકોને 85 ટકા રોજગારી મળી નથી. તેમજ નર્મદા, ઉકાઈ અને કરજણ ડેમનું સિંચાઈનું પાણી આદિવાસીઓને નહિ મળ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. તેઓએ વધુમાં લોકો અને પક્ષ ઈચ્છશે તો ભરૂચ લોકસભાની બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરી દીધી છે. સાથે જ અત્યારથી જ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને બારડોલી બેઠક અત્યારથી જ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જયારે દેડિયાપાડામાં આપની બંધ બારણે બેઠક અને જાહેરસભામાં કરાયેલા નિવેદનો સામે ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ તેજ તરાર પ્રતિક્રિયા આપી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈએ ઈસુદાનને હજી બચ્ચું ગણાવ્યું છે. ઇસુદાન અને ચૈતરને બોલવામાં મર્યાદા રાખવા સાવધાન કર્યા છે. બન્ને સંસદીય ભાષામાં વાત કરે તેમ કહી, રાહુલ ગાંધીને પૂછી આવે. સભ્યપદ રદ થયું. શાનમાં સમજી જાય તેવો હુંકાર કર્યો છે.વધુમાં BJP સાંસદે કહ્યું છે કે, ભાજપનો સાંસદ, ધારાસભ્ય કે નેતા ક્યારેય ચપરાસી નથી નું જણાવી, ચૈતર વસાવાને બોલતો પોપટ અને એક નંબરનો ગદ્દાર ગણાવ્યો છે. જેને BTP અને છોટુભાઈ વસાવાને જ પીઠ પાછળ ખંજર ભોક્યું છે. જ્યારે ઈસુદાન ગઢવી મીડિયા છોડી નેતાગીરી અને રાજનીતિ કરવા નીકળ્યો છે ત્યારે આ તેની પા પા પગલી ગણાવી હતી. સાથે જ ઈસુદાન ગઢવી વિધાનસભામાં મોટી ડંફાસ મારતો હતો શુ હાલ થયા તે જગ જાહેર હોવાનું જણાવ્યું હતું.

ભરૂચ કોર્ટમાં જુબાની આપવા આવેલ યુવાનને ફોટા પાડવું પડયું ભારે!

ભરૂચ કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં ફરિયાદી એવો દેરોલનો યુવાન કોર્ટની મહિલા વકીલો સહિત મહિલા પોલીસના પોતાના મોબાઈલમાં 20 ડઝન ફોટા પાડતા આરોપી બની ગયો હતો.
ભરૂચ કોર્ટમાં દેરોલનો શાહિદ સલીમ પટેલ નામનો યુવાન 138 ના કેસમાં ફરિયાદી હોય જુબાની આપવા આવ્યો હતો. દહેજમાં નોકરી કરતો આ યુવાન કોર્ટ નંબર 35 બહાર ઉભો હતો.
આ યુવાન મહિલા વકીલો અને મહિલા પોલીસના ફોટા પાડી રહ્યો હોવાની જાણ અન્ય વકીલો અને ખુદ મહિલા વકીલને થતા કોર્ટમાં રહેલા તમામ વકીલો હચમચી ઉઠ્યા હતા.બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમનસિંહ સિંધા અને અન્ય સિનિયર વકીલોએ યુવાન પાસે આવી તેનો મોબાઈલ ચેક કરતા તમામ વકીલ આલમ તેમજ કોર્ટમાં રહેલા મહિલા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
યુવાને એક ડઝન મહિલા વકીલોના પાડેલા 20 ડઝન ફોટામાં મહિલા વકીલોની સુરક્ષા અને તેમની પ્રાઇવસી ધ્યાને રાખી શાહિદને તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં બાર એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય વકીલોએ યુવાન વિરુદ્ધ મહિલા વકીલો અને મહિલા પોલીસના કોર્ટમાં ફોટા પાડવા બદલ ફરિયાદ નોંધાવી હતી. સંવેદનશીલ આ કિસ્સામાં એ ડિવિઝન પી.આઈ. વાઘેલાએ ગુનો દાખલ કરી શાહિદ સલીમ પટેલની ધરપકડ કરવા સાથે તેની તપાસ અર્થે પૂછપરછ કરવા કવાયત હાથ ધરી છે.
કોર્ટમાં મહિલા વકીલો અને મહિલા પોલીસના ક્યાં કારણોસર યુવાન અધધ ફોટા પાડી રહ્યો હતો. ફોટા પાડવા પાછળ કારણ શું હતી સહિતની વિગતો તેની પૂછપરછ બાદ જ બહાર આવશે. હાલ તો તેનો મોબાઈલ પણ કબ્જે લઈ પોલીસ તેને પણ તપાસી રહી છે.

error: Content is protected !!