-ભારતિય પરંપરાથી પ્રેરાઇ એક યુગલે મેક્સીકોથી ભરૂચ આવી પ્રભુતામાં પગલા પાડયા
મુંબઇ સ્થીત સિદ્ધિ વિનાયક મંદિર જેટલું જ મહાત્મય ધરાવતું ભરૂચનું મકતમપુર સ્થીત સિદ્ધિ વિનાયક મંદિર મેક્સિકન યુગલના લગ્નનું સાક્ષી બન્યું છે.
ભારતીય રીતરીવાજો અને સંસ્કૃતિથી પ્રેરાઇ પેડ્રો અને એરિકા ખાસ લગ્ન કરવા માટે જ ભારત અને તે પણ ભરૂચ ખાતે આવ્યા હતા. જેમના લગ્નનું સાક્ષી ભરૂચ સ્થીત સિદ્ધિવિનાયક મંદિર આજે બન્યું છે.
મેક્સિકો સિટીના એક યુગલ પેડ્રો અને એરિકાએ ભરૂચ આવી સિદ્ધિવિનાયક મંદિરના પટાંગણમાં મંત્રોચ્ચાર વચ્ચે અગ્નીના સાત ફેરા લઈ હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. ભરૂચના રોટરી કલબ નર્મદાનો પરિવાર સહિત ખાસ લગ્ન માટે મેક્સિકોથી ભારત અને ભરૂચ પધારેલા યુગલના સ્નેહીજનો અને મિત્રો પણ જોડાયા હતા.
લગ્ન ભારતમાં કેમ વિષે યુગલને પુછતા તેમણે જણાવ્યું કે તેઓ પહેલેથી જ ભારત અને તેના રિત રિવાજો થી અભિભુત બન્યા છે, એટલું જ નહીં પણ પહેલેથી જ ભાષા ન જાણતા હોવા છતાં વરરાજા બનેલ પ્રેડ્રોએ પોતાના હાથે જય ગુરૂદેવનું ટેંટુ પણ કરાવી પોતાનો ભારતિય સંસ્કૃતિ અને રિતરિવાજો પ્રેમ અભિવ્યક્ત કર્યો હતો.