– ઈસુદાન હજી બચ્ચું, ચૈતર એક નંબરનો ગદ્દાર અને પોપટ કહ્યું મનસુખ વસાવા
લોકસભાની ચૂંટણીને લઈ હવે ગુજરાતમાં આદિવાસી દેડિયાપાડા તાલુકાથી રાજકીય ખેલ તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થઈ ગયા છે.આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે રવિવારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આગામી ચૂંટણીઓને લઈ કાર્યકરો સાથે બેઠક અને જાહેરસભા યોજી હતી.
બેઠકમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાને ભાજપ માત્ર ધારાસભ્યોને ચપરાસી તરીકે રાખે છે નો ગંભીર આક્ષેપ કર્યો હતો. ભાજપના 156 ધારાસભ્યો અને અન્ય 3 ને બોલવાનો, પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી. 27વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ હોય તંત્ર પણ કઠપૂતળી બની ગઈ હોવાની કેફિયત વ્યક્ત કરી હતી.
બેઠકમાં ચૈતર વસાવાએ ભાજપના ભરૂચના સાંસદ 6 ટર્મથી સાંસદ હોવા છતાં વિકાસ થયો ન હોય. ઉધોગોમાં સ્થાનિકોને 85 ટકા રોજગારી મળી નથી. તેમજ નર્મદા, ઉકાઈ અને કરજણ ડેમનું સિંચાઈનું પાણી આદિવાસીઓને નહિ મળ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. તેઓએ વધુમાં લોકો અને પક્ષ ઈચ્છશે તો ભરૂચ લોકસભાની બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરી દીધી છે. સાથે જ અત્યારથી જ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને બારડોલી બેઠક અત્યારથી જ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જયારે દેડિયાપાડામાં આપની બંધ બારણે બેઠક અને જાહેરસભામાં કરાયેલા નિવેદનો સામે ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ તેજ તરાર પ્રતિક્રિયા આપી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈએ ઈસુદાનને હજી બચ્ચું ગણાવ્યું છે. ઇસુદાન અને ચૈતરને બોલવામાં મર્યાદા રાખવા સાવધાન કર્યા છે. બન્ને સંસદીય ભાષામાં વાત કરે તેમ કહી, રાહુલ ગાંધીને પૂછી આવે. સભ્યપદ રદ થયું. શાનમાં સમજી જાય તેવો હુંકાર કર્યો છે.વધુમાં BJP સાંસદે કહ્યું છે કે, ભાજપનો સાંસદ, ધારાસભ્ય કે નેતા ક્યારેય ચપરાસી નથી નું જણાવી, ચૈતર વસાવાને બોલતો પોપટ અને એક નંબરનો ગદ્દાર ગણાવ્યો છે. જેને BTP અને છોટુભાઈ વસાવાને જ પીઠ પાછળ ખંજર ભોક્યું છે. જ્યારે ઈસુદાન ગઢવી મીડિયા છોડી નેતાગીરી અને રાજનીતિ કરવા નીકળ્યો છે ત્યારે આ તેની પા પા પગલી ગણાવી હતી. સાથે જ ઈસુદાન ગઢવી વિધાનસભામાં મોટી ડંફાસ મારતો હતો શુ હાલ થયા તે જગ જાહેર હોવાનું જણાવ્યું હતું.