અંકલેશ્વરના અંદાડા ગામનો 14 વર્ષીય કિશોર રોબોટ અને સ્પાઇડર બનાવી બાળ વૈજ્ઞાનિક બન્યો છે.સાયકલ રીપેર કરતા મુલતાની પરીવારના 14 વર્ષીય ઈર્શાદે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવાની ખેવના વ્યકત કરી છે. માત્ર 14 વર્ષની ઉમંરમાં તેણે વેસ્ટ મટીરીયલમાંથી માત્ર 6 ઇંચનો રોબર્ટ અને 4 ઇંચનો ઇલેક્ટ્રોનિક સ્પાઈડર બનાવ્યો હતો. શાળામાં યોજાતા વિજ્ઞાન મેળા નિહાળી પોતાના મનમાં ચાલતા વિચારો ને ઇનોવેશન રૂપે રોબોટ અને સ્પાઇડર ની પ્રતિકૃતિ તૈયાર કરી છે.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે રહેતા અને સાયકલ રીપેરીંગનોવ્યવસાય કરતા પીર મહંમદ મુલતાની 14 વર્ષીય પુત્ર ઈર્શાદ અભ્યાસ ના સમય બાદ વેસ્ટ મટીરીયલ એકત્ર કરી સ્ટેશનરીમાં મળતી બેટરી અને આઈસ્ક્રીમની ચમચીની મદદથી ટચુકડું ડ્રોન બનાવ્યું હતું જે થોડી ઉડાન ભર્યા તુટી પડયું હતું. જો કે 5 થી 10 ફૂટ ની ઉંચાઈ પર પહોંચ્યા બાદ તૂટી પડેલા આ ડ્રોન ને તેની હિંમત વધારી દીધી હતી.
ત્યાર બાદ ઈર્શાદ એ વેસ્ટ સ્ટ્રો , બોટલ ઢાંકણ અને આઈસ્ક્રીમ ની ચમચી અને સ્ટેશનરી માંથી બેટરી લઇ આવી તેના વડે ગમ ગન ની રોબોટનિર્માણ કર્યું હતું. 6 ઇંચ નારોબોટને જેવો જ સેલ સાથે જોડાણકરતા જ તે ફટાફટ ચાલવા લાગ્યો હતો. જે 6 ઇંચ નારોબોટની પ્રતિકૃતિ એ તેના ઇનોવેશનને પ્રથમ સફળતા આપવી અને તેને પ્રેરણા એટલીમળી કે ત્વરિત અસર થી તાર અને બેટરી ની મદદ થી માત્ર 4 ઇંચ નું સ્પાઈડર બનાવી દીધું હતું અને તે પણ તાર નું જોડાણ કરતા જ દોડવા લાવ્યો હતો.