The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 29

ભરૂચમાં કોલેજ રોડ પર ચાલુ કારમાં અચાનક આગ લાગી

ભરૂચમાં કોલેજ રોડ ઉપરથી પસાર થતી કાર નંબર જી.જે ૫ સી જે ૮૨૭૬ માં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યાં હતાં.જેમાં કાર ચાલક સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ કાર ચાલકે ગઈકાલે રાત્રે જ પેટ્રોલથી ચાલતી ગાડીમાં સી.એન.જી કીટ ફીટ કરાવીને પોતાના ઘરે પહોંચ્યા હતા.અને આજે સવારે પોતાના ઘરેથી કાર લઈને કોલેજ રોડ ઉપર જતા હતા ત્યારે અચાનક ચાલુ કારમાં આગળના બોનેટના ભાગે આવેલા એન્જિનમાંથી ધુમાડો નીકળતાં કાર ચાલક સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા આબાદ બચી જવા પામ્યો હતો.

કાર ચાલકના જણાવ્યા મુજબ સી. એન.જી કીટ ફીટ કરાવતા પેટ્રોલના એન્જિનમાંથી પેટ્રોલ લીકેજ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઇ રહ્યું છે.આગ લાગવાના કારણે કોલેજ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો.આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી.

અંક્લેશ્વરની પ્રતિન ચોકડી પાસે ગાડી હટાવ નહીતો ભડાકે દઈ દઈશની ધમકીની ઘટના

અંક્લેશ્વર પ્રતિન ચોકડી પર એચ.ડી.એફ.સી બેંક સામે માર્ગ પર બોલેરો ચાલકે બંદૂક તાકી ટેમ્પો હટાવ નહિ તો ભડાકે દેવાની ધમકી આપી હતી.

મુળ બનાસકાંઠાના ભાવા રાવળ પોતાનો ટેમ્પો લઇ પ્રતિન ચોકડી નજીક એચ.ડી.એફ.સી બેન્ક રોડ પર ઉભા હતા તે દરમિયાન બોલેરો ગાડી લઈ આવેલા બે ઈસમો ટેમ્પો હટાવવા જણાવ્યું હતું, આગળ જગ્યા ના હોવાથી ના પાડતા જ બોલેરો ગાડીમાંથી બે ઈસમો નીચે ઉતારી આવ્યા હતાં અને તેમણે તમાચો ચોડી દીધો હતો. એટલેથી નહિ અટકતા પોતાની પાસે રહેલી પિસ્તોલ દેખાડીને ગાડી હટાવ નહીતો ભડાકે દઈ દઈશની ધમકી આપી રહ્યા હતાં.

હોબાળાને પગલે નજીકથી પોલીસ જવાનો દોડી આવ્યાં હતાં અને બોલેરો ચાલાક ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી હૂબેહુ પોલીસ ની પિસ્તોલ જેવી એરગન મળી આવી હતી. પોલીસે બને ઈસમો ની પૂછપરછ કરતા ભાર્ગવસિંહ પઢિયાર અને અજય પઢિયાર હોવાનું જણાવ્યું હતું.

ભરૂચ:ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધી ખાડા પુરોની પોકાર સાથે કામગીરી નહિ થાય તો રસ્તા રોકોની ચીમકી

ભરૂચની પેહલી ટીપી જ્યાં જાહેર કરવામાં આવી હતી તે ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના માર્ગ પર ઠેર ઠેર પડેલા ખાડાને પૂરવાની માંગ સાથે 150થી વધુ લોકો આજે રસ્તા પર ઉતર્યા હતા.

ભરૂચમાં ચોમાસું વાહનચાલકો અને સોસાયટીના રહીશો માટે યાતનારૂપ બની રહ્યું છે. ખાડામાં ગયેલા માર્ગો અને તેમાં ભરાતા વરસાદી પાણીને લઈ વાહનચાલકો અને સ્થાનિકોની મુસીબતનો પાર રહ્યો નથી.ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના 20 જેટલા ગામોના 25 કિલોમીટરના રસ્તા પર ઠેર ઠેર હાલ એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે. તેમાં ભરાતા વરસાદી પાણીના પગલે લોકોનું અહીંથી પસાર થવું દુષ્કર બની રહ્યું છે.

અડધો કલાકના સ્થાને રસ્તો પસાર કરવામાં એકથી દોઢ કલાક નીકળી જાય છે તેમાં પણ સતત અકસ્માતનો ભય રહે છે. અહીંથી પસાર થતી લકઝરી બસો, હાઈવા અને ભારદારી વાહનોને લઈ ચોમાસામાં રોડની દુર્દશા થાય છે.આજે રવિવારે આ ગામો અને સોસાયટીઓના સ્થાનિકો ખાડા પૂરોની પોકારો સાથે રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. નવ વર્ષથી માર્ગ નહિ બન્યો હોવાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. જો વહેલી તકે ખાડા નહિ પુરાય તો 20 ગામના લોકોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર ભારે વાહનોની અવરજવર માટેનો પ્રતિબંધ વધુ ૩૦ દિવસ સુધી લંબાવાયો

ભરૂચ નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર તા.૫/૭/૨૦૨૩ થી તા.૩/૮/૨૦૨૩ સુધી ૩૦ દિવસ માટે પ્રતિબંધ મુકતું જાહેરનામું જિલ્લા સમાહર્તા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો નર્મદામૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાનામોટા અકસ્માતોમાં વધારો થયો છે. ભરૂચ નર્મદામૈયા બ્રીજ ઉપર આ અગાઉ જાહેરનામાથી દિન-૩૦ માટે તા.૦૪/૦૭/૨૦૨૩ સુધી નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.

જેની મુદત વધારી હવે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તા.૫/૭/૨૦૨૩ થી તા.૩/૮/૨૦૨૩ સુધી ૩૦ દિવસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો જેવા કે ખાનગી બસ, તમામ પ્રકારની ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરો (ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર કાર,શાકભાજી વહન કરતા નાના લોડિંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલા નાના લોડીંગ વાહનો સિવાયના તમામ વાહનો) ની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જો કે આ જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેના વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રીગેડના વાહનો તથા એસ.ટી બસોને મુકિત આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે, એમ પણ કલેકટર દ્વારા જણાવાયું છે.

વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીનું નિધન

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીએ ૮૪ વર્ષની જૈફ વયે દેહ ત્યાગ કરી સામાધી લેતાં ભકત સમુહદાય શોકાતુર બન્યો હતો.

ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સ્થાપક અને ભારત સહિત વિદેશમાં પણ 8 થી વધુ આશ્રમોની સ્થાપના કરનાર 1008 મહામંડલેશ્વર સ્વામી અલખ ગીરીજી મહારાજનું આજે વહેલી સવારે 84 વર્ષની વયે નિધન થતાં સમગ્ર અન્યાયો અને ગાયત્રી પરિવારમાં શોકનું મોજુ.

નર્મદા જયંતીના પ્રેરક અલખગીરી મહારાજ છેલ્લા 24 વર્ષથી ધામધૂમથી મા નર્મદા જયંતિની ઉજવણી કરી રહ્યા હતા. જેમાં 108 નૌકા વિહાર 1008 માતાજીને ચુંદડી અર્પણ, દૂધ અભિષેક સહિત વિવિધ કાર્યક્રમો કરી સંત સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમો કરી માં નર્મદાજીની જયંતિ ભવ્ય થી ભવ્ય રીતે ઉજવણી છેલ્લા 24 વર્ષથી જેવો કરી રહ્યા હતા.નર્મદા જયંતિ ઉજવણી કરવાનું તેઓનું એક જ લક્ષ હતું કે સમગ્ર ભારતના લોકો ક્યારે પાણી વગર તરસ્યા ના રહે. પશુ પંખી પણ ક્યારે પાણી વગર તરસાના રહે અને ભારતનો ખેડૂત સદા માં નર્મદાના નીરથી તેઓની ખેતી પકવતા રહે. તેવા હેતુથી છેલ્લા 24 વર્ષથી જેવો માં નર્મદાજીની નર્મદા જયંતીની ઉજવણી કરી રહ્યા હતા.

અલખગીરીજી  મહારાજ દ્વારા ભારત તથા ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેઓ દ્વારા આશ્રમની સ્થાપના કરાઈ છે. ગુજરાતમાં કાસોદ ભરૂચ, વડોદરા, સાવલી, કનોડા, સીમડી, ખંભાત અને યુએસમાં, મીલેશિયન શ્રેણીમાં  જેઓએ આમ 8 આશ્રમોની સ્થાપના કરી છે. બાવાજી રામ મહારાજ તથા સુરજબાના કુખે સદગુરુ ખોડારામજી મહારાજના આશીર્વાદથી અલખગીરીજી મહારાજનું પ્રાગટ્ય આનંદ જિલ્લામાં કાસોદ ગામ કાસોદ મુકામે થયો. માત્ર સાત 7 વર્ષનીજ ઉંમરે 750 કૃષ્ણ ભજનની રચના કરી ત્યાર બાદ ગિરનાર સ્થિત કમાન્ડલ કુંડના સ્થાપક મહંત સદગુરુ અમૃત ગીરીજી મહારાજના તેવો માત્ર 8 વર્ષની ઉંમરે શિષ્ય બન્યા. તેઓના આદેશથી આઠ વર્ષની ઉંમરે કૈલાસ સ્થિત માનસરોવર મુકામે મા ગાયત્રીના અગોર તપસ્યાના અંતે માતાજીના સંસ્કાર કર્યો નંદવરસ શ્રી સર્વેશ્વરાનંદ બાબા દ્વારા અલગ ગીરીજીની પદવી પ્રાપ્ત કરી.

 

ભરૂચ રોટરી કલબનો મેગા એવોર્ડ સેરેમની યોજાયો

તારીખ ૨૯ જૂન ૨૦૨૩ ગુરુવાર ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ના પ્રમુખ ડો વિહંગ સુખડિયા અને ટીમ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન થયેલા ઉત્કૃષ્ટ કાર્યો ને બિરદાવવા હેતુ મેગા એવોર્ડ સેરેમની નું આયોજન P D શ્રોફ રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

રોટરી ક્લબ ઓફ ભરૂચ ને સમગ્ર ડીસટ્રીક્ટ ૩૦૬૦ ની ૧૦૮ ક્લબ પૈકી સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.જેમાં બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્લબ , બેસ્ટ પ્રેસિડન્ટ પ્લેટીનમ કેટેગરી, બેસ્ટ ઓફ ધ બેસ્ટ સેક્રેટરી, બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓફિસિયલ ક્લબ વિઝીટ તેમજ પબ્લીક ઈમેજ , સર્વિસ પ્રોજેક્ટ, કોમ્યુનિટી સર્વિસ  અને અન્ય અવેન્યુઝ માં પણ સર્વોત્તમ કક્ષા ના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

આ ઉપરાંત પ્રેસિડેન્ટ ડો વિહંગ સુખડિયા દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સભ્યો ને સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રો માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રેસિડેન્શીયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ભરૂચ ના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ  તેમજ અતિથિ વિશેષ તરીકે ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના ૨૦૨૫-૨૬ ના ડીસટ્રીક્ટ ગવર્નર અમરદીપ સિંહ બુનેટ સહિત ઘણી મોટી સંખ્યા માં રોટેરીયન્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન રોટેરિયન ગુંજન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું

મંત્રણા પડી ભાંગતા ભરૂચ વીજકર્મીઓ માસ સી.એલ અને હડતાલના માર્ગે

ગત તારીખ ર૬.૦૬.ર૩ ના બપોરે ચાર કલાકે વીઆઇપી ગેસ્ટ હાઉસ ગાંધીનગર ટીપીએસ માં પડતર પ્રશ્ને મુદ્દે જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે મીટીંગ યોજાઇ હતી. જેમાં મેનેજમેન્ટ તરફથી ડાયરેક્ટર (એડમીન) રવિશંકર, જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે તેમજ જીયુવીએનએલ જનરલ મેનેજર (એચઆર) જે.ટી.રાય તેમજ જીબીયા તરફથી બી.એમ. શાહ સેક્રેટરી જનરલ, એચ.જી. વઘાસિયા વીપી જેટકો, નીરવ બારોટ, જી એસ જેટકો , કૌશિક ચૌધરી જીએસ યુજીવીસીએલ હાજર રહ્યા હતા.

યોજાયેલ આ મીટીંગમાં સ્ટાફ સેટ અપ, હોટલાઈન એલાઉન્સ,બિન કાયદેસર ઓર્ડર રદ કરવા,પર્ફોર્મન્સ બેઝડ ઇન્સેટિવ સ્કીમ જેવા મુદ્દાઓ ઉપરા ચર્ચાઓ હાથધરવામાં આવી આવી હતી. આ મીટીંગમાં મેનેજમેન્ટ તરફથી એક પણ મુદ્દે પરિણામલક્ષી હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ૨૭/૬/૨૩ ના રોજ માસ સી.એલ અને તા ૨૮/૬/૨૩ ના રોજ અચોક્કસ મુદ્દત ની હડતાળની જાહેરાતા કરવામાં આવી હતી.

જે અનુસંધાને આજે જીયુવીએનએલ સંલગ્નન કંપની ના સંયુક્ત સંકલન સમિતિ ના ૪૦૦૦૦ કર્મચારીઓએ જે તે ડિવિઝનમાં માસ સી.એલ પરા ઉતર્યા હતા. અને આ અંગે કોઈ પણ કર્મચારી અને અધિકારી પર જો કોઈ પગલાં લેવામાં આવશે તો ના છૂટકે તેમને લાઈટનીંગ સ્ટ્રાઇક કરવાની ફરજ પડશેની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર ઇકો અને બાઈક વચ્ચે અકસ્માત, ૧નું મોત

ભરૂચ – અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રિજ અવરજવર કરતા વાહનો માટે અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જે બાદ ખુદ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરીક્ષણ કરી માર્ગ પરથી પસાર થતા વાહનો માટે સ્પીડ નિયંત્રણ અંગેના સૂચનો જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના ભરૂચ – અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર સામે આવી હતી.

જેમાં આજરોજ સવારે નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર છેડે એક ઇકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારની અડફેટે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ અકસ્માતના પગલે એક સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને રાબેતા મુજબ કરાવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરમાં સરકારી શાળામાં ધોરણ 8 માં ભણતી આદિવાસી છાત્રાની છેડતી

અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ 8 માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે લંપટ આચાર્યે શારીરિક અડપલાં કર્યા હોવાની હીન ઘટના પ્રકાશમાં આવી છે.

અંકલેશ્વર તાલુકાના એક ગામની આદિવાસી 13 વર્ષની દીકરી છેલ્લા 2 દિવસથી શાળાએ જતી ન હતી. સ્કૂલે નહિ જવા તે ઘરે એક યા બીજું બહાનું બતાવી દેતી હતી.આખરે માતાએ દીકરીને પૂછ્યું હતું કેમ બેટા સ્કૂલે નથી જવું. કઈ થયું છે. દીકરીએ આખરે રડતા રડતા માતાને શાળામાં તેની સાથે ઘટેલી ઘટના કહેતા માતા પણ સ્તબ્ધ બની ગઈ હતી.સરકારી શાળાના આચાર્યએ જ ધોરણ 8મા અભ્યાસ કરતી બાળકીની છેડતી કરી હતી. ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા.

ગભરાયેલી બાળકી આચાર્યથી પોતાને છોડાવી ઓફિસની બહાર ભાગી આવી હતી. જે બાદ તે શાળાએ જવા જ માંગતી ન હતી.બે દિવસ શાળાએ નહી જતા માતા-પિતાએ બાળકીની પુછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી છે.પરિવારજનોએ તાત્કાલિક પોલીસ મથકે દોડી આવી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે લંપટ આચાર્ય હવે તેના આ શિક્ષણ જગતને લાંછન લગાવનાર કરતુત, પોલીસ ફરિયાદ થતા પોતાની શાખના ધજાગરા અને નોકરીમાં પણ લટકતી તલવારને લઈ હાથ જોડતા દોડતો થઈ ગયો હતો.

ગામનો સરપંચ પણ વચ્ચે પડતા આચાર્યે પોતે બદલી કરાવી બીજે જતા રહેવાની અને માફીપત્ર લખી આપવાની કાકલૂદી ચાલુ કરી દીધી હતી. હવે પછી આવી હીન હરક્ત નહિ કરું નું માફીપત્ર લખી આપતા આ બનાવમાં આચાર્ય પોલીસ ફરિયાદથી બચી ગયો છે.

ભરૂચના ઝનોર માર્ગ પર થયેલ લૂંટ મામલે 6 લૂટારૂ ઝડપાયા

ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવી બે કારમાં આવેલાં 6 લૂંટારૂ ફરાર થઇ ગયાં હતાં. લૂંટને પગલે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નાકાબંધી કરી દેવાઇ હતી.

અમદાવાદના માણેકચોકના ત્રિલોકચંદ સોનીની કાર આંતરી ભરૂચના નબીપુર-ઝનોર રોડ ઉપર 2 કારમા આવેલા લૂંટારુંઓએ 219 તોલા સોનુ સહિત રોકડા મળી કુલ રૂ.1.21 કરોડની ચલાવેલી લૂંટમાં 6 લૂંટારુંઓને પકડી લેવાયા છે.

અમદાવાદના માણેકચોકના મુકેશ ત્રિલોકચંદ સોનીની કાર આંતરી શુક્રવારે બપોરે નબીપુરથી ઝનોર જવાના માર્ગે 2 કારમાં આવેલા લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો.બંદૂકની અણીએ જવેલર્સ અને તેના કર્મચારી પાસે રહેલા 2 કિલો 193 ગ્રામ સોનાના દાગીના, રોકડા 2.81 લાખ, બે મોબાઈલ ફોન મળી લૂંટારુઓ રૂ.2.21 કરોડની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.

ભર બપોરે સવા કરોડની લૂંટને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે LCB, SOG સાથે જિલ્લા અને નર્મદા, વડોદરા તેમજ સુરત પોલીસને પણ એલર્ટ કરી દીધી હતી.ભરૂચ LCB PI ઉત્સવ બારોટ, SOG PI આનંદ ચૌધરી સહિતે 15 થી વધુ ટીમો બનાવી કવિક એક્શન લઈ લૂંટારુંઓની બે કારનું ટ્રેસિંગ અને ટ્રેકિંગ હાથ ધર્યું હતું.સુરત અને વડોદરા તરફના હાઇવે પર હોટલો, ધાબા, નાકા ખાતે પણ એલર્ટ જારી કરી CCTV સાથે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું.ભરૂચ ઉપરાંત નર્મદા, વડોદરા જિલ્લાનું ક્રાઈમ બ્રાન્ચ પણ લૂંટારુંઓના ભાળ મેળવવામાં જોતરાઈ ગયું હતું.પોલીસ ટીમોએ રાતે શિનોરથી મહેસાણા અને નાસિકના 3 લૂંટારુંઓ સંદીપ પટેલ, કરણ પટેલ અને પ્રવીણ વાઘને ઝડપી પાડ્યા હતા.

 

error: Content is protected !!