સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ સામે આવી રહ્યા છે અને તેમાંય હની ટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સંસ્કારી પાર્ટીના મહિલા અધ્યક્ષના જ હની ટ્રેપના કારનામાં સાથે તેના સંસ્કારો ફોટાના માધ્યમથી વાયરલ થતા ભરૂચ ભાજપમાં ભૂકંપની સ્થિતિ સાથે મહિલા મોરચામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ભરૂચ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષના ફોટા વડોદરાના 35 વર્ષના યુવક સાથે અશ્લીલ વાયરલ થયા છે અને હની ટ્રેપમાં યુવકને ફસાવ્યો હોવાની પણ ઘટના હોવાનું માનવામાં આવે છે ત્યારે છેલ્લા બે દિવસથી ભાજપ મહિલા મોરચાના પ્રમુખના ફોટા યુવક સાથે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. યુવક સાથે હની ટ્રેપની ઘટના ઘટી હોય અને મોટી રકમ પડાવી હોવાના આક્ષેપ સાથે યુવકે ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ આપી હોવાની ઘટના સામે આવી છે અને ફરિયાદની નકલ પર સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

વાઇરલ ફોટામાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અન્ય યુવક સાથે રંગ રંગ રેલીયા મનાવતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ તેમજ ફરિયાદમાં પણ યુવક સાથે મહિલા મોરચાના પ્રમુખે શારીરિક સંબંધો રાખ્યા હોય તેવા આક્ષેપ કર્યા છે. યુવકને ધાક ધમકી આપી તેની સાથે રહેવા માટે દબાણ કરવામાં આવતું હોવાના કારણે સમગ્ર ભાંડો સામે આવ્યો છે અને યુવકે પોલીસ ફરિયાદ આપી છે સાથે જ મહિલા મોરચાના પ્રમુખે માંગમાં સિંદૂર અને યુવક સાથે બંનેવે હાર પહેરેલા હોવાના કારણે લગ્ન પણ થયા છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય થયો છે. જો કે મહિલા પ્રમુખનો પતિ પણ હૈયાત હોવાનું પણ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા ઉપર સતત ફોટા વાયરલ થતા સંસ્કારી પાર્ટીના સંસ્કારોની પોલ ખુલ્લી પડી ગઈ હતી યુવકે ન્યાયની આશાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ તો સમગ્ર ઘટનામાં ભાજપની છબી ખરડાઈ રહી છે. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ બાબતે નક્કર પગલાં ભરવા જોઈએ અને ટેલિફોનિક વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે વાયરલ ફોટામાં ભાજપના મહિલા પ્રમુખે રાજીનામું આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here