જંબુસર તાલુકા ના મદાફર ગામે બિપોરજોય વાવાઝોડા ના પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વીજ લાઈન રીપેર કરવા ગયેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના જંબુસર ગ્રામ્ય ના બે હલ્પરો ને વીજ કરંટ લાગવાથી દાઝી જતા સારવાર અર્થે જંબુસર ખાનગી હોસ્પિટલમા લાવ્યા હોવાના અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હોવાના અહેવાલ મળ્યા છે.
આ બનાવમાં જંબુસર તાલુકા ના મદાફર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની જંબુસર ગ્રામ્ય ના હેલ્પરો કૌશિકભાઈ લાલાભાઇ વસાવા તથા પરેશભાઈ પી. પટેલ બિપોરજોય વાવાઝોડામાં ક્ષતિગ્રસ્ત થયેલ વીજ લાઈન રીપેર કરવા માટે ગયા હતા.જ્યાં વીજા લાઇન મરામત કરવા વીજ પોલ ઉપર ચઢયા હતા. દરમિયાન તેમને વિજકરંટ લાગતા બંન્નેવ વિજકર્મી દાઝી જવા સાથે નીચે પટકાયા હતા.વિજા કરંટના કારણે દાઝેલ આ બન્નેવ હેલ્પરોને સારવાર અર્થે જંબુસર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હતા.આ બનાવ ની જાણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જંબુસર ગ્રામ્યના ડેપ્યુટી ઈજનેર ડુમસીયા સહિતના અધિકારીઓને થતા તેઓ પણ દોડી આવ્યા હતા.