The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 28

જંબુસરના વેડચ અને ઉબેર વચ્ચે પાણીમા બસ ફસાઈ

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેરા કરવામાં આવ્યું છે.   જેમાં જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપરા પણ પાણી ફરી વળ્યા છે. જેમાં કંબોઇથી બદલપુરા જતી એક એસ.ટી. બસ વડચ અને ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલા પાણીમાં ફસાઇ જવા પામી હતી.

જંબુસરના કંબોઈ થી બદલપુર જતી બસ વેડચ અને ઉબેર વચ્ચે પાણીમા ફસાઈ જતા બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા. કંબોઈથી બદલપુર જતી બસ વેડચ ઉબેર માર્ગ ઉપર પાણીમાં ફસાઈ હતી, જે બાદ એક સમયે મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા, પાણીમાં ફસાયા બાદ એસ.ટી બસનું એક તરફનું વ્હીલ ખાડામાં ઉતરી જતા બસ નમી પડી હતી તો બીજી તરફ પાણી વચ્ચે જ જીવના જોખમે મુસાફરોએ ઉતરી પડી હેમખેમ રીતે બહાર નીકળ્યા હતા. જો કે સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સહીસલામત રહ્યા હતા.

બસ ના ચાલક દ્વારા પાણીમાં ફસાયેલ બસને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ કોઇ પણ રીતે બસ બહાર નહીં નિકળતા આખરે ટ્રેકટરની મદદ થી દોરડું બાંધી બસને ખેંચી બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરાયા હતા. પરંતુ તે પણ નિષ્ફળ ગયા હતા.જેથી મુસાફરોને સહીસલામત બહાર કાઢી બસને ત્યાં મુકી ડ્રાઇવર અને કંડકટે ડેપોને ઘટનાની જાણ કરી હતી.

તહેવારોને પગલે ભરૂચ પોલીસ સતર્ક : દહેજ-અંકલેશ્વરમાં હાથ ધરાયું કોમ્બીંગ

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતિ જળવાય અને શાંતી પૂર્વક તહેવારોની ઉજવણી થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આલગ-અલગ ટીમો બનાવી ભરૂચ-અંકલેશ્વર તેમજ દહેજ ખાતે સાંજના સમયે પોલીસ ટીમો દ્વારા કોંમ્બીગ હાથ ધરાયું હતું.

આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, ક્યુ.આર.ટી, બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ જોડાઈ હતી. ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની ટીમોની મદદ સાથે 30 થી વધુ પોલીસ અધિકારીઓએ શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોને ધમરોળ્યા હતા. જેમાં ૧૬ પોલીસ ઇન્સ્પેકટર,૧૪ પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે ૧૫૦ થી વધુ પોલીસ કર્મીઓએ કોમ્બિંગ દરમિયાન 690 કેસ કરાયા હતા.

જેમાં મોટર વ્હીકલ એક્ટ ૨૦૭ મુજબ ૧૬૬ વાહનો જપ્ત , ૮૩ જેટલા મકાન માલીક વિરૂદ્ધ જાહેરનામા ભંગના આઇપીસી ૧૮૮ મુજબ,૬૧ વ્યક્તીઓ વિરૂધ પ્રોહીબીશન એકટ મુજબ,મોટર વ્હીકલ એક્ટ ૧૮૫ મુજબ ૦૨ કેસ તો બહારથી આવેલ ૩૭૬ વ્યક્તિઓના બી રોલ ભરવા સાથે જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ના ૦૨ કેસની કાર્યવાહી હાથધરી હતી.

વાલિયા:ડહેલીના કિમ નદી પરના જર્જરિત પુલના ગડર ટ્રક ઘૂસતા તુટયો

વાલિયા વાડી રસ્તા ઉપર ડહેલી કીમ નદીના પુલ અને ડાયવર્ઝન બાબતે ઘણી રજૂઆતો થઈ છે પરંતુ આજે પણ આ રજૂઆતોનું કોઈ નિરાકરણ આવ્યું નથી.ડહેલી કીમ નદીના પુલને બંધ તો કરવામાં આવ્યો છે પરંતુ નબળું ડાઈવર્ઝન અને બેસી ગયેલ રસ્તો અને તેમાં પડેલા ખાડાથી ભારી વાહનોને ઘણું નુકસાન થઈ રહ્યું છે .

હાલ ભારી વાહનો માટે ડાયવર્ઝન ઉપયોગી બનતું નથી તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે . કિમ નદીના પુલને બંને છેડે મોટી ગડરો ફીટ કરી નાના વાહનો સિવાય મોટા વાહનો માટે સદંતર બંધ કરવામાં આવ્યો છે રસ્તો પરંતુ અજાણ્યા ડમ્પર ચાલકો કે ટ્રક ચાલકો પૂરપાટ ઝડપે આવતા હોય અને આ ગડરની આગળ બમ્પ નહીં મૂકવાથી તેઓ સીધે સીધા ગડરની સાથે ટકરાય છે જેને લઇ આ બીજી વખત રાત્રીના સમયે એક ટ્રક ઘૂસી જતા ગડર પડી ગયા છે. હજુ આ ગડર ઊભા કર્યા ને માત્ર એક મહિનો થયો છે ત્યારે આ બીજી વાર ઘટના બનવા પામી છે.

ભરૂચ-દહેજ બાયપાસના નંદેલાવ બ્રિજ પર ખાડાના સળિયાથી અકસ્માતોને આમંત્રણ

ભરૂચ શહેરમાં શહેર જિલ્લાના માર્ગો વરસાદમાં ધોવાઈ જતા માર્ગ ઉપર ખાડોઓએ આધિપત્ય જમાવ્યું છે.ભરૂચ શહેરના અનેક વિસ્તારના માર્ગો પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.

ભરૂચ શહેરનો પ્રથમ નંદેલાવ ઓવર બ્રીજ અત્યંત ખખડધજ બની ગયો છે. માર્ગ ધોવાતાં પડેલાં ખાડાઓમાંથી તેના સળિયા બહાર નિકળી આવતાં સ્થાનિક તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું એવું અહી દેખાય રહ્યું છે.ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને દુર્ઘટના થવાનો ડર પણ લાગી રહ્યો છે.

બ્રિજ બન્યા બાદ તેનું યોગ્ય સમારકામ નહીં થવાના કારણે દર ચોમાસામાં આ ઓવરબ્રીજ પર ખાડાઓ પડવા સાથે સળિયા નિકળી આવવાની સમસ્યા ઉભી થઈ છે.આ ખાડાઓના કારણે વાહન ચાલકોને વાહનોમાં આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે, સાથે આ બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતોમાં જતા ભારદારી વાહનો ધીરે પસાર થતા હોય ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાય છે.જેથી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય સમારકામ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અંકલેશ્વરના મારૂતિધામ-૨માંથી પિસ્તલ તથા જીવતા કારતુસ સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા અન્વયે એસ.ઓ.જી.ભરૂચના પોલીસ ઇન્સપેકટર પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના મારૂતિધામ-૨ ના મકાન નં-૧૯૮ માં રહેતા બબલુકુમાર નરેશ મંડલ પાસેથી ગેરકાયદેસર પિસ્તલ તથા જીવતા કારતુસ મળી આવતા પોલીસે આ ગુનામાં આરોપી બબલુકુમાર નરેશ મંડલ રહે.૧૯૮ મારૂતિધામ-૨, અંકલેશ્વર, જિ.ભરૂચને પિસ્તલ નંગ-૧, કિ.રૂ.૨૫,૦૦૦/-, જીવતા કારતુસ નંગ-૫, કિ.રૂ. ૫૦૦/-, મોબાઇલ નંગ-૦૧, કિ.રૂ. ૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે અટક કરી  સાથે આ ગુનામાં અન્ય એક આરોપી મુકેશ વાસુદેવ મંડલ રહે. મંગલદીપ સોસાયટી, સારંગપુર, અંકલેશ્વરને ફરાર જાહેર કરી તેની વધુ તપાસ આરંભી છે.

ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલાં સરકારી ક્વાટર્સ અત્યંત જર્જરિત

ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલાં સરકારી ક્વાટર્સ અત્યંત જર્જરિત થઇ જતાં તંત્ર દ્વારા ગમે ત્યારે પડી જાય અને જાનહાની થાય તેની નોટીસ લગાવવામાં આવી છે. જોકે, વર્ગ ત્રણ અને ચારના અંદાજે 20થી વધુ પરિવારો જીવના જોખમે ક્વાટર્સમાં રહેવા મજબૂર હોવાનું સામે આવ્યું છે.

ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલાં સરકારી ક્વાટર્સ અત્યંત જર્જરિત થઇ ગયાં છે. વહિવટી તંત્ર દ્વારા ક્વાટર્સ અત્યંત ભયજનક હોઇ તેમાં કોઇ પણ વ્યક્તિએ પ્રવેશ કે ઉપયોગ કરવો નહીં, આમ કરવામાં કોઇ કસુરવાર ઠરશે તો તેની સામે કાયદાકિય પગલાં ભરાશે તેવી ચેતવણીના બોર્ડ લગાવાયાં છે.

જોકે, તેમ છતાંય વર્ગ 3 અને 4ના કર્મચારીઓના 20થી વધુ પરિવારો જર્જરિત મકાનોમાં રહેવા માટે મજબૂર બન્યાં છે.વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેમનો પગાર એકંદરે ઓછો છે. ત્યારે બહાર હાલમાં સામાન્યરીતે દશેક હજારનું માત્ર મકાન ભાડું ચાલી રહ્યું છે. ત્યારે જો તેઓ ત્યાંથી નિકળી અન્યત્ર ભાડેથી રહેવા જાય તો તેમને પરિવારનું ભરણપોષણ ચલાવવું મુશ્કેલ બની જાય તેમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જૂન મહિનામાં તેમણે અધિકારીઓને તેમને વૈકલ્પિક સુવિધા આપવા રજૂઆત કરી તો તંત્રએ તેઓ જો મકાન ખાલી નહીં કરે તો પાણી-વીજ કનેક્શન કાપી નાંખવાની નોટીસ લગાવી દીધી છે. હાલના તબક્કે તેઓ આ મામલે કાંઇ બોલે તો તેમને તેમજ તેની નોકરી પર અસર આવે તેવી બિકને લઇને કોઇ નિવેદન આપ્યું ન હતું.

ભરૂચમાં અઢી સૈકાથી ઉજવાતો ઉત્સવ મેઘોત્સવનો પ્રારંભ

દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં અનોખા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં શ્રાવણ વદ સાતમથી દશમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભરૂચમાં ઘણા વર્ષો પહેલા છપ્પનીયો દુકાળ પડ્યો હતો. તે સમયે મેઘરાજાને મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવાઈ હતી. સમાજે અવિરત પૂજનઅર્ચન અને ભજન કર્યા હતા. આખરે મેઘ મહેર થઇ હતી અને મેઘરાજા મનમુકી વરસ્યા હતા. ત્યારથી પ્રતિવર્ષ મેઘરાજાની વિશાળ પ્રતિમા બનાવી મેઘોત્સવની ઉજવણી કરવામાં આવે છે.પવીત્ર શ્રાવણ માસના પ્રારંભથી મૂર્તિને ભરૂચના ભોઈવાડમાં સ્થાપીત કરવામાં આવે છે.

આ ઉત્સવનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના દર્શનાર્થે ઉમટે છે. મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાવવાની અનોખી માન્યતા છે.બાળકોને મેઘરાજાને ભેટાવવાથી તેઓનું આરોગ્ય સારૂં રહેતું હોવાની લોકોને શ્રદ્ધા છે. મેઘરાજાના અને ઘોઘારાવ મહારાજના દર્શનની માન્યતા છે. ભરૂચ શહેરની મધ્યમાં ઉજવાતા મેઘ ઉત્સવમાં નોમનાં દિવસે છડી ઝુલાવવામાં આવે છે. દશમના દિવસે મેઘરાજાની વિશાળ શોભાયાત્રા નગરમાં ફરે છે જે બાદ પ્રતિમાના નર્મદામાં વિસર્જ સાથે આ અનોખા મેઘોત્સવની પુર્ણાહુતી થાય છે.

દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવે છે. ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ રંગેચંગે ઉજવાય છે.જો કે આ વર્ષે મેઘરાજા અધિક શ્રાવણ હોય બાવન દિવસ ભરૂચમાં આતિથ્ય માણશે.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કીલ ડેની ઉજવણી કરાઈ

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વર્લ્ડ યુથ સ્કીલ ડે’’ ની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતમાં સ્કીલ તાલીમની જરૂરિયાત અને મહત્વ વિષે નિયામક ઝયનુલ આબેદિન સૈયદે તાલીમાર્થીઓને જણાવ્યું કે આજનાં યુગમાં કૌશલ્યનું ખુબ મહત્વ છે. શૈક્ષણીક લાયકાત સાથે વ્યવસાયીક કુશલતા પ્રાપ્ત કરવી ખૂબ જરૂરી છે. જેએસએસ ભરૂચ આ દિશામાં આયોજન બદ્ધ રીતે કૌશલ્યની તાલીમ પૂરી પાડે છે અને વડાપ્રધાનનાં “કૌશલ ભારત કુશલ ભારત” નાં સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું અને વધુમાં વધુ તાલીમાર્થીઓ સ્કીલ તાલીમ પ્રાપ્ત કરે તેવી અપીલ કરી હતી.

તાલીમાર્થી બહેનોએ સ્કીલ અંગેની તેમની સમજ અંગે પોતપોતાના પ્રતીભાવ આપ્યા હતા. કાર્યક્રમના અંતે ફિલ્ડ અને લાઈવલીહૂડ કો ઓર્ડિનેટર શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સમાપન કર્યો હતો.

દહેજના જાગેશ્વર ગામના 115 લેન્ડ લુઝર્સોએ કર્યું ધરણાં પ્રદર્શન

વાગરા તાલુકાના જાગેશ્વર ગામના 115 લેન્ડ લુઝર્સ એ ગુરૂવારે ધરણાં પ્રદર્શનનો કાર્યકમ ABG શિપ યાર્ડ હાલની વેલ્સપન કંપની ગેટ બહાર જ યોજ્યોહતો. જોકે ધરણાં માટે 10 જુલાઈએ માંગેલી મંજૂરી તંત્રે આપી ન હતી. આજે સવારથી જ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. જેને લઈ બેનરો સાથે વિરોધ વ્યક્ત કરવા ગામમાં મહિલાઓ આગળ આવી હતી.

જાગેશ્વર ગામના 115 લેન્ડલુઝર્સની વર્ષો પહેલા એકર એક લાખમાં જમીન સંપાદન કરાઈ ત્યારે GIDC એ દરેક સર્વે નબરમાંથી એક ને કંપનીમાં નોકરી, એક પ્લોટ સહિત ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની જાહેરાતો કરાઈ હતી.જોકે એબીજી બંધ થયા બાદ તેને ટેક ઓવર વેલ્સપન કંપનીએ કરી હતી. હવે ગામના લેન્ડલુઝર્સ તેઓનો બાકી પગાર, નોકરી અને જીઆઇડીસીએ તેમને આપેલી બાંહેધરી હેઠળ વિવિધ લાભોની માંગ કરી રહ્યાં છે.

જેમાં આજે ગ્રામજનોએ બેનર, સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓની અટકાયત કરી દહેજ પોલીસ મથકે લઈ આવી હતી. જ્યાં પણ મહિલા, પુરૂષ ગ્રામજનોએ સુત્રોચ્ચારો સાથે તેઓની માંગણીઓ સંદર્ભે પોલીસ સ્ટેશન પરિસર ગજવ્યું હતું.

પાડાના વાંકે પખાલીને ડામ…વાંધા અરજી સુનવણીમાં આવેલ કિન્ન્રર અગ્રણી કોકિલામાસીએ ઠાલવી વ્યથા

ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી.

ભરૂચ પાલિકા શાસકોએ અગાઉની સામાન્ય સભામાં પાણી, લાઈટ અને સફાઈ વેરો વધારવા સૂચિત વેરા વધારા દરખાસ્ત કરી હતી. એક મહિના સુધી શહેરીજનોની વાંધા અરજીઓ મેળવાઈ હતી. સૂચિત વેરા સામે 3000 લોકોએ વાંધા અરજીઓ કરી હતી. જેની સુનાવણી આજથી હાથ ધરવામાં આવી હતી. જોકે પેહલા દિવસે જ પ્રજાએ પાલિકામાં અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો.

મંગળવારે બપોર બાદ અરજદારોને નોટિસો બજાવી આજે સવારે 10.30 કલાકનો સમય અપાયો હતો. પાલિકામાં 200 જેટલા અરજદારો વાંધો રજૂ કરવા પોહચી ગયા હતા પણ 11 કલાક સુધી સત્તાધીશો કે પદાધિકારીઓ દેખાયા ન હતા. કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસીએ પાલિકા પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પાણી વેચાતું લેવું પડતું હોય, પૈસા આપી સફાઈ જાતે કરાવવી પડતી હોય, સેવા જ ન મળતી હોય તો સેવા સદન શી કામની.

વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી સહિતનાઓએ પણ શાસકોની સૂચિત વેરા સામે વાંધા અરજી સાંભળવાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. ત્રણ દિવસ પહેલા કે 24 કલાક પેહલા વાંધા અરજીની સુનાવણીની જાણ કર્યા વગર લોકોને બોલાવી શાસકો પોતે મનમાની કરી રહ્યાં હોવાના આક્ષેપો કરાયા હતા.

error: Content is protected !!