અંકલેશ્વરમાં શ્રીધર સોસાયટી રહેતી બે બહેનો ગૂમ થયેલી બંનેવ બહેનોએ ગુરૂવારના રોજ વિરાટનગર પાછળ આવેલા રેલવે ટ્રેક પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

અંક્લેશ્વરના સુરવાડી બ્રિજ પાસે આવેલી શ્રીધર સોસાયટીમાં રહેતાં અને મુળ બિહારના નાલંદાના વતની રાકેશ વિનોદ પ્રસાદ કોહલર કંપનીમાં ફરજ બજાવતાં હતાં. વર્ષ 2017થી રોજગારાર્થે અંક્લેશ્વર આવેલાં વિનોદના બે વર્ષ પહેલાં બિહારમાં જ સુરૂચીકુમારી નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. દાંપત્ય જીવનમાં તેમને એક સંતાનનું સુખ મળ્યું હતું. છેલ્લાં છ મહિનાથી તેમની સાળી સીમા પણ તેમની સાથે જ રહેતી હતી. દરમિયાન સાંજે દંપતિ વચ્ચે બાળકની બિમારીને લઇને તકરાર થતાં સુરૂચીને લાગી આવતાં તે ગુસ્સે ભરાઇને ઘરેથી નિકળી ગઇ હતી.

તેની પાછળ તેને સમજાવવા અને મનાવવા માટે તેની નાની બહેન સિમા પણ તેની પાછળ જ નિકળી હતી. જ્યારે વિનોદ તેમના એક વર્ષના સંતાનને લઇને બેઠાં હતાં. મોડે સુધી બન્ને ઘરે પરત નહીં આવતાં વિનોદ પ્રસાદે તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સગડ નહીં મળતાં આખરે તેમણે અંક્લેશ્વર એ-ડિવિઝન પોલીસમાં પણ તે બાબતે મૌખિક જાણ કરી હતી. દરમિયાન મધ્યરાત્રિએ બન્નેવ બહેનોએ ઓએનજીસી બ્રિજ પાસે આવેલાં વિરાટનગર નજીક ટ્રેન નીચે પડતું મુક્યું હોવાની જાણ થતાં તેઓ તેમના પરીચિતો સાથે સ્થળ પર દોડી ગયાં હતાં. બનાવને પગલે ભરૂચ રેલવેના અંક્લેશ્વર બીટની પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here