અંકલેશ્વરની GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે મળી એક વર્ષમાં કંપની પાસેથી રૂપિયા 35.33 લાખ ખંખેરી લીધા હોવાની ફરિયાદ જનરલ મેનેજરે નોંધાવી છે.

અંકલેશ્વર GIDC માં આવેલી GRP કંપની રિકલેમ રબર શીટ બનાવે છે. જે માટેનો કાચો માલ રબર વેસ્ટ વિવિધ વેન્ડરો પાસેથી મેળવે છે.ભડકોદ્રા આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લાહ અસગરઅલી ખાન પણ કંપનીમાં કાચો માલ મોકલતા હતા..કંપનીના આસિસ્ટન્ટ મેનેજર મેહુલ ઠાકોર પટેલે કંપનીમાં 12 વર્ષ નોકરી કરી, ગત 22 જૂન 2022 માં સ્વૈચ્છીક રાજીનામુ અપયી4 હતું. જે બાદ તે 4 મહિના પછી રિજોઇનિંગ થયો હતો.આસિસ્ટન્ટ મેનેજર મેહુલ પટેલે વેન્ડર બરકતુલ્લાહ સાથે મળી કંપનીમાં એક વર્ષમાં આવેલા કાચા માલની 12 ગાડીઓના વજનમાં ભારે ઘાલમેલ કરી હતી.વજન કાંટાની સ્લીપોની આગળ કે પાછળ એક આંકડો ઉમેરી ખોટી વજન સ્લીપ, પરચેઝ ઓર્ડર અને ટેક્ષ ઇનવોઇસ સાથે રજિસ્ટર્ડમાં છેડછાડ કરી 3100 કિલોનો કાચો માલ 31,000 કિલો કરી દીધો હતો. જેમાં વેન્ડરને ચુકવવાના થતા લાખ સામે 44.42 લાખનું ચુકવણું કરવું પડ્યું હતું.

એક વર્ષના તમામ રેકોર્ડ ચેક કરતા આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડરે રૂ.35.33 લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ભેજાબાજ મેહુલને 18 લાખ મળ્યા હતા.કંપની સાથે રૂ.35.33 લાખની ઠગાઈમાં જનરલ મેનેજર રાજુ મોદીએ GIDC પોલીસ મથકે આસિસ્ટન્ટ મેનેજર મેહુલ પટેલ અને વેન્ડર બરકતુલ્લાહ સામે ઉચાપતનો ગુનો નોંધાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here