ભરૂચ – અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રિજ અવરજવર કરતા વાહનો માટે અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જે બાદ ખુદ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરીક્ષણ કરી માર્ગ પરથી પસાર થતા વાહનો માટે સ્પીડ નિયંત્રણ અંગેના સૂચનો જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના ભરૂચ – અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર સામે આવી હતી.

જેમાં આજરોજ સવારે નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર છેડે એક ઇકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારની અડફેટે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ અકસ્માતના પગલે એક સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને રાબેતા મુજબ કરાવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here