અંક્લેશ્વર પ્રતિન ચોકડી પર એચ.ડી.એફ.સી બેંક સામે માર્ગ પર બોલેરો ચાલકે બંદૂક તાકી ટેમ્પો હટાવ નહિ તો ભડાકે દેવાની ધમકી આપી હતી.
મુળ બનાસકાંઠાના ભાવા રાવળ પોતાનો ટેમ્પો લઇ પ્રતિન ચોકડી નજીક એચ.ડી.એફ.સી બેન્ક રોડ પર ઉભા હતા તે દરમિયાન બોલેરો ગાડી લઈ આવેલા બે ઈસમો ટેમ્પો હટાવવા જણાવ્યું હતું, આગળ જગ્યા ના હોવાથી ના પાડતા જ બોલેરો ગાડીમાંથી બે ઈસમો નીચે ઉતારી આવ્યા હતાં અને તેમણે તમાચો ચોડી દીધો હતો. એટલેથી નહિ અટકતા પોતાની પાસે રહેલી પિસ્તોલ દેખાડીને ગાડી હટાવ નહીતો ભડાકે દઈ દઈશની ધમકી આપી રહ્યા હતાં.
હોબાળાને પગલે નજીકથી પોલીસ જવાનો દોડી આવ્યાં હતાં અને બોલેરો ચાલાક ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી હૂબેહુ પોલીસ ની પિસ્તોલ જેવી એરગન મળી આવી હતી. પોલીસે બને ઈસમો ની પૂછપરછ કરતા ભાર્ગવસિંહ પઢિયાર અને અજય પઢિયાર હોવાનું જણાવ્યું હતું.